Karnataka Elections 2023 :'કોંગ્રેસે ચૂંટણીમાં ખોટી ભાષાનો ઉપયોગ કર્યો, જનતા જવાબ આપશે' : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે આપણા બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવી દીધું છે.
Karnataka Elections 2023 : ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને જનતા ચોક્કસપણે તેનો જવાબ આપશે. તેમણે કહ્યું, 'જ્યારે પણ કોંગ્રેસે મોદીજી વિરુદ્ધ આવી ઝેરી ભાષાનો ઉપયોગ કર્યો છે, ત્યારે તેમને પરિણામ ભોગવવા પડ્યા છે. આ વખતે કર્ણાટકની જનતા તેને કર્ણાટકની અંદર પણ જવાબ આપશે.
ગૃહમંત્રીએ કહ્યું, 'હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો તમે મુસ્લિમ અનામતને 4% થી વધારીને 6% કરવા માંગો છો, તો કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ કોને ઘટાડશે. ઓબીસી,એસસી,એસટી,લિંગાયત કે વોકલિંગ, તેઓ કોને ઘટાડશે?
આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થઈ જશે. રાજ્યના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો - ભાજપ, કોંગ્રેસ અને જેડીએસએ મતદારોને રીઝવવા માટે તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ પહેલા પીએમ મોદીએ કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે સવારે બેંગલુરુમાં આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.
ભાજપ રાજ્યમાં સત્તા પરિવર્તનના લાંબા સમયથી ચાલી રહેલા વલણને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ ચૂંટણી ભાજપ માટે પણ મહત્વની છે કારણ કે દક્ષિણ ભારતમાં કર્ણાટક તેનો એકમાત્ર ગઢ છે.
જ્યારે કોંગ્રેસ આ ચૂંટણી જીતવા અને 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, JDS હંમેશની જેમ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર કિંગ મેકરની ભૂમિકા ભજવવાની આશા રાખી રહ્યું છે.
IIT JAM 2025 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો સમાચારમાં નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.
બજેટ સત્ર દરમિયાન ઓડિશાના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છત્રપતિ શિવાજી મહારાજનો પુનર્જન્મ ગણાવ્યા, જેના પછી ગૃહમાં ભારે હોબાળો થયો. આ નિવેદન પર કોંગ્રેસે તેમને ઘેર્યા અને દેશની માફી માંગવા કહ્યું.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.