ખરાબ હવામાનની ચેતવણીને કારણે 30 એપ્રિલ સુધી કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ
હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી જાહેર કરી છે. કેદારઘાટીમાં છેલ્લા દિવસોથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.
નવી દિલ્હી : કેદારનાથ ધામના દરવાજા ઘણા સમયથી આજે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લાખો શ્રદ્ધાળુઓ સતત દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. હાલમાં ખરાબ હવામાનની ચેતવણીને કારણે રજિસ્ટ્રેશન હાલ માટે બંધ કરી દેવાયું છે. જે મુસાફરો રજીસ્ટ્રેશન કરાવી દર્શન માટે કેદારનાથ પહોંચી રહ્યા છે તેમને અધવચ્ચે જ અટકાવીને સલામત સ્થળે મોકલાઈ રહ્યા છે. હવામાન વિભાગે દ્વારા 29મી એપ્રિલ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી જાહેર કરવામાં આવી છે. કેદારઘાટીમાં છેલ્લા દિવસોથી વરસાદ અને હિમવર્ષા સતત થઈ રહી છે.
29 એપ્રિલ સુધી હિમવર્ષા-વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી અનુસાર કેદારનાથમાં આગામી સપ્તાહ સુધી વાતાવરણથી રાહત મળવાની કોઈજ શક્યતા નથી. ટિહરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક નવનીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે કેદારનાથમાં હિમવર્ષા અને ખરાબ હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખી મુસાફરોને ભદ્રકાલી અને વ્યાસીમાં રોકવામાં આવ્યા હતા. તેમને ઋષિકેશમાં રોકાવા માટે કહેવામાં આવ્યું હતું. ભારે હિમવર્ષા અને સતત ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા ખોરવાઈ ગઈ છે.
મુસાફરોને સલામત સ્થળે રહેવા સૂચના આપાઈ છે
જો કે, અધિકારીઓએ તેમને સલામત સ્થળોએ રહેવા વિનંતી કરી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલી હિમવર્ષાના કારણે ધાર્મિક નગરી અને યાત્રાનો માર્ગ બરફની ચાદરમાં ઢંકાઈ ગયા છે. કેદારનાથના ટ્રેક રૂટ પરની સ્થિતિને 'હાલમાં ખતરનાક' ગણાવતા રુદ્રપ્રયાગ જિલ્લાના જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એનકે રાજવરે જણાવ્યું હતું કે, 'લીંચોલી નજીક ભૈરવ અને કુબેર ગ્લેશિયર્સ સાથેના ટ્રેક રૂટની સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. કોઈપણ સમયે બરફ ખસી શકે છે, જે જોખમી બની શકે છે.'
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું 1000 સેકન્ડથી વધુ સમય સુધી સફળ પરીક્ષણ કર્યું, જે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં ઐતિહાસિક સફળતા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ વિશે વધુ જાણો.
"ભારત-ફ્રાન્સની 63,887 કરોડની રાફેલ જેટ ડીલથી નૌકાદળ મજબૂત! જાણો ભારત-પાકિસ્તાન તણાવમાં રાફેલની ખાસિયતો અને સંરક્ષણ સોદાની વિગતો."