સંપૂર્ણ સ્વચ્છતાના વિચારને કેન્દ્રસ્થાને રાખીને તિલકવાડાના સાવલી ગામે સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ
સ્વચ્છતા થકી સમાજની તંદુરસ્તી જળવાય છે, માટે સમાજનો પ્રત્યેક વ્યક્તિ સ્વચ્છતાને સ્વભાવ બનાવે તેવા ધ્યેયમંત્ર સાથે પૂજ્ય ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન ઝુંબેશની શરૂઆત કરી હતી.
રાજપીપલા : સ્વચ્છતા થકી સમાજની તંદુરસ્તી જળવાય છે, માટે સમાજનો પ્રત્યેક વ્યક્તિ સ્વચ્છતાને સ્વભાવ બનાવે તેવા ધ્યેયમંત્ર સાથે પૂજ્ય ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન ઝુંબેશની શરૂઆત કરી હતી. આ ઝુંબેશની સફળતા તેમજ ઇચ્છિત પરિણામ જનભાગીદારી વિના હાંસલ કરવુ શક્ય ન હતુ.
વડાપ્રધાનશ્રીએ હાથમાં ઝાડુ લઈને સાફ-સફાઈ કરીને દેશના પ્રત્યેક નાગરિકને સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને જોતજોતામાં લોકો સ્વચ્છ ભારત મિશનમાં સહભાગી થયા અને આ ઝુંબેશ આજે જનઆંદોલનમાં પરિણમ્યું. વડાપ્રધાનશ્રીએ ફરી એક વાર લોકોમાં સ્વચ્છતાની ભાવનાને ઉજાગર કરવા માટે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ શરૂ કરાવી છે ત્યારે આ ઝુંબેશને સફળ બનાવવા માટે રાજ્ય-રાષ્ટ્ર સહિત નર્મદા જિલ્લામાં પણ સમાજનો મોટો વર્ગ પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરીને સ્વચ્છતા દ્વારા સામર્થ્યવાન રાષ્ટ્રના નિર્માણની દિશામાં અગ્રેસર બન્યુ છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગ્રામ પંચાયતની મહિલાઓએ પણ સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સાફ-સફાઈ કરીને ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે.
દિવાળીનો તહેવાર નજીક છે, એવામાં મહિલાઓ પોતાના ઘર-પટાંગણની સાફ-સફાઈમાં વ્યસ્ત છે. ત્યારે નર્મદા જિલ્લાની કેટલીક જાગૃત મહિલાઓ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત પોતાના ઘર સહિત પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, ધાર્મિક સ્થળો, સહકારી મંડળી સહિત જાહેર માર્ગોની સાફ સફાઈ કરીને સરકાર સાથે પોતાની સહભાગીદારી સુનિશ્ચિત કરી રહી છે. સાફ-સફાઈની સાથે બહેનોએ ગ્રામજનોને રોજિંદા કચરાના નિકાલ, સ્વચ્છતા અંગે ગ્રામજનોમાં જાગૃતિ, લોકોમાં સ્વચ્છતાની સારી ટેવો સહિત ગામની જાહેર સંપત્તિની સાફ-સફાઈ અન દેખરેખ અંગે ગ્રામજનોને જાગૃત કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે.
ગ્રામીણ વિસ્તારો અને નાગરિકોની સુખાકારીનો આધાર સ્વચ્છતા પર રહેલો છે. નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકોએ પોતાના દિલમાં સ્વચ્છતાની આ જ્યોત પ્રજ્વલિત કરીને સ્વચ્છતાને રાષ્ટ્રની તાકાત બનાવવાની દિશામાં આગેકૂચ કર્યુ છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુરુવારે અમદાવાદમાં છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં હાજરી આપીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "એક ભારત-શ્રેષ્ઠ ભારત"ના વિઝનના મૂર્ત સ્વરૂપ તરીકે ઉજવણીની પ્રશંસા કરી હતી.
વીરપુર, સુપ્રસિદ્ધ યાત્રાધામ, સંત જલારામ બાપાની 225મી જન્મજયંતિ શુક્રવાર, 8મી નવેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવવા માટે તૈયાર છે. ગામ પહેલેથી જ રંગબેરંગી રોશનીથી શણગારેલું છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને પાન-મસાલા ખાનારા અને જાહેર રસ્તાઓ પર થૂંકનારા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.