રાજપીપલા રમત સંકુલ ખાતે દિવ્યાંગો માટે ખાસ ખેલ મહાકુંભ 2.0 યોજાયો
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને સહયોગ વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને સહયોગ વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહિલા, યુવા અને વડીલ દિવ્યાંગોએ ખેલ મહાકુંભમાં ઉંચી કુદ, ગોળા ફેંક, એથ્લેટિક્સ, ભાલા ફેંક, જેવલિન થ્રો જેવી રમતોમાં રસપૂર્વક ભાગ લીધો હતો.
દિવ્યાંગ રમતવીરોએ કોઈને હરાવવા માટે નહીં, પરંતુ પોતાને બહેતર બનાવવા માટે ખેલદિલીથી રમત રમીને જિલ્લાના યુવા રમતવીરો સમક્ષ ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે હતું. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ રમત-ગમત પ્રવૃત્તિને વેગ મળી રહ્યું છે.
રાજપીપલા રમત સંકુલ જિલ્લાના યુવાધન માટે એક પ્લેટફોર્મ છે. આ પ્લેટ ફોર્મનો લાભ લઈને જિલ્લાના નવયુવાનો રમતક્ષેત્રે ઝળકી રહ્યાં છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી ખેલકૂદ ક્ષેત્રે વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેના ફળસ્વરૂપ રમતવીરો રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં મેડલ હાંસલ કરી રહ્યાં છે. ખેલ મહાકુંભ 2.0 સ્પર્ધા પહેલા યોજાયેલા કાર્યક્રમમાં ઇ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભુમિત પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિલિપ દેસાઈ, ઉપસ્થિત મહાનુભાવો, કોચ સહિત દિવ્યાંગ ખેલાડીઓ હાજર રહ્યાં હતાં.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!
IPL 2025 પહેલા, દિલ્હી કેપિટલ્સ ટીમે તેના નવા ઉપ-સુકાનીની જાહેરાત કરી છે. દિલ્હી ટીમે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી છે.