ખેલો ઈન્ડિયા મેડલ વિજેતા હવે સરકારી નોકરીઓ માટે પાત્ર બનશે
અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે હવે ખેલો ઈન્ડિયા યુથ, યુનિવર્સિટી, પેરા અને વિન્ટર ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ સરકારી નોકરી માટે પાત્ર બનશે.
ખેલો ઈન્ડિયા મેડલ વિજેતા હવે સરકારી નોકરીઓ માટે પાત્ર બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સરકારી નોકરી મેળવવા માંગતા ખેલાડીઓ માટે યોગ્યતાના માપદંડમાં સુધારો કર્યો છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે હવે ખેલો ઈન્ડિયા યુથ, યુનિવર્સિટી, પેરા અને વિન્ટર ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ સરકારી નોકરી માટે પાત્ર બનશે.
શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ એક મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવા, પાયાના સ્તરે પ્રતિભાને પોષવા અને દેશમાં રમતગમતને આકર્ષક અને સક્ષમ કારકિર્દી વિકલ્પમાં ફેરવવાનો છે. તેમણે કહ્યું કે આ સુધારેલા નિયમો એ ભારતને રમતગમતની મહાસત્તા બનાવવા માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રગતિશીલ પગલું છે.
કર્ણાટક અને કેરળમાં તાજેતરની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ અનેક મુખ્ય સ્પર્ધાઓમાં વિજયી બની છે.
2024ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સે નોંધપાત્ર જીત હાંસલ કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં નોંધપાત્ર વિજયમાં, ભાજપે રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી 2024ની પેટાચૂંટણીમાં પ્રબળ વિજય મેળવ્યો હતો