તિલકવાડાના ભાદરવા ગામ પાસેથી સગીર દીકરીનું લગ્નની લાલચે અપહરણ
નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતા વાલીએ આપેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને રોહિતભાઇ કંચનભાઈ વસાવા રહે. વાસણ તા.તિલકવાડા જી.નર્મદા નામનો યુવાન વાલીપણા માંથી લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જઇ જતા પોલીસે યુવાન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં અનેકવાર સગીર બાળકીઓ પર દુષ્કર્મ,અપહરણનાં બનાવો બન્યા છે અને ઝેરી દવા પી આપઘાતની ઘટનાઓ પર જોવા મળી છે. જોકે નર્મદા પોલીસ આ મુદ્દે કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે પરંતુ વાલીઓએ પણ આવી ગંભીર ઘટનાનાં બને તે માટે પોતાના સંતાનોને મોબાઇલ સહિત અમુક બાબતે ટકોર કરી પોતાના સંતાન પર કોઈ આફતનાં આવે તેની તકેદારી લેવી જરૂરી છે.
રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો. ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લીધો.
ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે.