કિનારા કેપિટલ સર્વેનો ખુલાસો, એમએસએમઇની સૌથી મોટી પ્રાથમિકતા – ઝડપી ક્રેડિટની સુવિધા અને ઇન્ડસ્ટ્રી નેટવર્કિંગ
MSME સેન્ટિમેન્ટ સર્વે તમામ સેકટરમાં ફાઇનાન્સિયલ અને નોન-ફાઇનાન્સિયલ સર્વિસીસ માટે MSMEની ટોચની
પ્રાથમિકતાઓનો ખુલાસો કરે છે, 55% MSMEs તેમની ટોચની પ્રાથમિકતા તરીકે રોજિંદા વ્યવસાયના નિર્ણયોને ઝડપી બનાવવા માટે ઝડપી ક્રેડિટ સુવિધા ઇચ્છે છે. 16% MSME એ બિઝનેસ ટર્નઓવરના આધાર પર ફ્લેક્સિબલ રિપેમેન્ટ પ્રોડક્ટની તરફેણ કરી છે. 24% ઉત્તરદાતાઓ ઇન્ડસ્ટ્રીઝ નેટવર્કિંગમાં મદદ ઈચ્છશે; ઘણા લોકો આ સમર્થન માટે ચૂકવણી કરવા તૈયાર છે
MSME સેક્ટરના વિશાળ નાણાકીય સમાવેશને સંચાલિત કરતી ફિનટેક કંપની કિનારા કેપિટલ એ તાજેતરમાં એક MSME સેન્ટિમેન્ટ સર્વે હાથ ધર્યો હતો જેણે ભારતના નાના બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સની ટોચની પ્રાથમિકતાઓનો ખુલાસો કર્યો છે. એનાલિસીસ મુજબ ફાઇનાન્શિયલ સર્વિસ કેટેગરીમાં MSMEs માટે ઇન્સ્ટન્ટ લાઇન ઓફ ક્રેડિટ એ સૌથી મોટી જરૂરિયાત છે અને ઇન્ડસ્ટ્રી નેટવર્કિંગ નોન-ફાઇનાન્સિયલ સર્વિસીસ કેટેગરી ચાર્ટમાં સૌથી ઉપર છે.
MSME સેન્ટિમેન્ટ સર્વે એ MSME ની પ્રાથમિકતાઓ અને પડકારોને સમજવા માટે કિનારા કેપિટલ દ્વારા એક વ્યાપક વિશ્લેષણ છે. આ સર્વે 2,600 ઔપચારિક MSMEના ઇનપુટ સાથે હાથ ધરવામાં આવ્યો હતો જે ઉદ્યમ-રજિસ્ટર્ડ છે અને કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને UT પુડુચેરીમાં મેન્યુફેકચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસીસ સેકટરમાં વિવિધ બિઝનેસની શ્રૃંખલાનું પ્રતિનિધિત્વ કરે છે.
કિનારા કેપિટલના ફાઉન્ડર અને સીઈઓ, હાર્દિકા શાહે તારણો વિશે બોલતા જણાવ્યું હતું કે, “MSMEsના મહત્વની
સ્વીકૃતિ વધી રહી છે અને આ ક્ષેત્રની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા માટે એક વ્યક્તિગત અભિગમની જરૂર પડશે.
અમારા MSME સેન્ટિમેન્ટ સર્વેએ MSME ને તેમના પડકારો અને જરૂરિયાતો માટે અવાજ ઉઠાવવાની તક આપી. તે
એક સંકેત છે કે ભારતના નાના ઉદ્યોગ સાહસિકો હવે ઔપચારિક ધિરાણ મેળવવા કરતાં ઘણું બધું ઇચ્છે છે અને તેમની વૃદ્ધિની જરૂરિયાતોને અનુરૂપ પ્રોડકટસ અને સર્વિસીસ ઇચ્છે છે.
'MSME સેન્ટિમેન્ટ સર્વે દર્શાવે છે કે MSMEs તેમના બિઝનેસને વધારવા માટે આતુર છે અને પોતાના બિઝનેસની ઝડપી વૃદ્ધિ માટે વ્યાપક અને ઇનોવેટિવ સર્વિસીસને શોધી રહ્યા છે. ઝડપી ફાઇનાન્સ, સપ્લાય ચેઇન અને બિઝનેસ
સર્વિસીસના થીમ પર આ સર્વેમાં ત્રણ તારણ નીકળ્યા.
સર્વેમાં સામેલ 2 માંથી 1 MSME રોજિંદા બિઝનેસના નિર્ણયોને વેગ આપવા માટે ઇન્સ્ટન્ટ લાઇન ઓફ ક્રેડિટ ઇચ્છે છે
● પડકાર: MSME સામે સૌથી મોટી અડચણ સરળ ઍક્સેસનો અભાવ અથવા તો ટૂંકા ગાળાના ધિરાણની
ઉપલબ્ધતાનો છે, 38% થી વધુ MSME આને તેમની વૃદ્ધિમાં મુખ્ય અડચણ તરીકે ધ્યાનમાં લે છે.
● ઉકેલ: સર્વેમાં સામેલ અડધાથી વધુ (55%) MSMEs એ તેમના વ્યવસાયો માટે તેમની ટોચની નાણાકીય
પ્રોડક્ટની પસંદગી તરીકે ઇન્સ્ટન્ટ લાઇન ઓફ ક્રેડિટ પસંદ કરી, લગભગ 8% MSME એ ખાસ કરીને
બિલ ડિસ્કાઉન્ટિંગ પ્રોડક્ટની માંગણી કરી છે.
○ ક્રેડિટ લાઇન્સ MSME માલિકો માટે નિયમિત વ્યવસાયિક નિર્ણયોને સરળ બનાવી શકે છે જેને ઝડપી પગલાંની જરૂર હોય છે, જેમ કે અચાનક મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે કાચો માલ ખરીદવો, સીઝનલ પ્રોડક્ટસ ચલાવવા માટે ઝડપથી વધારાના સ્ટાફની ભરતી કરવી, બિઝનેસ પ્લેસનું નવીનીકરણ અથવા અણધાર્યા મશીનરીનું સમારકામ વગેરે. ભારતમાં વધતી જતી આર્થિક વૃદ્ધિના સૂચક, મેન્યુફેક્ચરિંગ MSMEs તરફથી ઇન્સ્ટન્ટ લોનની માંગ સૌથી મજબૂત છે, જેમાંથી 60% થી વધુ આ પ્રોડક્ટની માંગ કરે છે.
○ વધુમાં, 16% MSME એ ફ્લેક્સિબલ રિ-પેમેન્ટની તરફેણ કરી હતી જે તેમને દૈનિક/સાપ્તાહિક લોન ચૂકવણી કરવાનો વિકલ્પ આપશે, અથવા તેમના વ્યવસાયના ટર્નઓવરને આધારે લોન ચૂકવણી કરશે. ટ્રેડિંગ સેક્ટરમાં MSMEs ખાસ કરીને તેમની બીજી સૌથી વધુ ઇચ્છિત નાણાકીય પ્રોડક્ટ સુવિધા તરીકે 15 ટકા ફ્લેક્સિબિલિટીને પસંદ કરે છે.
MSMEના એક ચતુર્થાંશ લોકો કહે છે કે તેમની સપ્લાય ચેઈન ઈકોસિસ્ટમ સાથે ઈન્ડસ્ટ્રી નેટવર્કિંગ તેમના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
પડકાર: ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, MSMEsએ ફિઝિકલ સપ્લાય ચેઇનની નબળાઈઓ અને સંબંધિત ખરીદદારો અને વિક્રેતાઓને શોધવામાં મુશ્કેલીઓને ઓળખી છે, ખાસકરીને ભારતની સપ્લાય ચેઈનના 5% કરતા પણ ઓછા ડિજિટલ થઈ ગયા છે. માઇક્રો-એમએસએમઇ ખાસ કરીને ફ્રેઇટ લોજિસ્ટિક્સ અને સ્થાનિક ફ્રેઇટ પરિવહનના ખર્ચ સાથે સંઘર્ષ કરે છે.
ઉકેલ:
○ MSMEs તેમના વ્યવસાયને વધારવા માટે તેની સહાયની શોધમાં છે. લગભગ એક ક્વાર્ટર (24%) ઉત્તરદાતાઓ ઉદ્યોગ નેટવર્કિંગમાં મદદ મેળવે છે, ખાસ કરીને ખરીદદારો અને વિક્રેતાઓની એક્સેસ સુધારવા માટે તેમની સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ સાથે અને એક કરતા વધારે સર્વિસની ચૂકવણી કરવા માટે ઉદારતા દર્શાવી હતી.
○ MSMEs તેમના પોતાના વાહનવ્યવહારના અભાવને સપ્લાય ચેઈન પડકાર તરીકે ગણાવે છે. ભારતની વૃદ્ધિ છતાં, દેશમાં ટ્રક અને ડિલિવરી ડ્રાઇવરોની તીવ્ર અછત છે. સર્વેક્ષણ કરાયેલા ઉત્તરદાતાઓમાંથી, 15% લોકોએ કહ્યું કે તેઓ તેમના વ્યવસાય માટે સમર્પિત 4-વ્હીલર કોમર્શિયલ વાહન ઈચ્છે છે અને 10% લોકો 2-વ્હીલર વાહનની માલિકી ઈચ્છે છે.
ગ્રાહકોને તૈયાર ઉત્પાદનો અથવા કાચો માલ સમયસર સપ્લાય કરવામાં અસમર્થતાને સંબોધવા માટે 20% થી વધુ લોકોએ કોમર્શિયલ વ્હીકલ લોનને બીજી સૌથી મહત્વની અગ્રતા તરીકે દર્શાવી, જે તેમના ટર્નઓવરને ભારે અસર કરી શકે છે તે તમામ સેક્ટરમાં સર્વિસ સેક્ટર સૌથી વધુ પ્રભાવ પાડી શકે છે.
બિઝનેસ સપોર્ટ એ એક મહત્વપૂર્ણ સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે જ્યાં MSMEs બિઝનેસ એકાઉન્ટિંગ, ટેક્સ ફાઇલિંગ, GST ગણતરી અને ફાઇલિંગ સપોર્ટ જેવી સર્વિસિસ પર નિષ્ણાત માર્ગદર્શન મેળવે છે.
● પડકાર: MSMEs જરૂરિયાતોની સમજણના અભાવને કારણે ત્રિમાસિક GST અને આવકવેરા ફાઇલિંગને
સમયસર રાખવા માટે સંઘર્ષ કરે છે.
● ઉકેલ: MSMEs એકાઉન્ટિંગ અને ટેક્સ નિષ્ણાતો પાસેથી વિશ્વસનીય વ્યાવસાયિક માર્ગદર્શન અને ટેક્સ
ફાઇલિંગ સપોર્ટ મેળવે છે.
○ સર્વે કરાયેલા 30% MSMEએ તેમની ટોચની નોન-ફાઇનાન્સિયલ સર્વિસિસની રજૂઆત તરીકે બિઝનેસ એકાઉન્ટિંગ અને GST ફાઇલિંગ સપોર્ટ માટે પૂછ્યું. ખાસ કરીને, MSMEs અનુક્રમે 17% અને 13% ના હિસ્સા સાથે બિઝનેસ એકાઉન્ટિંગ સર્વિસીસ અને GST ટેક્સ કેલકયુલેશન અને GST ફાઇલિંગ સપોર્ટને લિસ્ટેડ કરે છે.
○ 21% MSMEs વેબસાઈટ ક્રિએશન, ડિજિટલ પ્લેટફોર્મ લિસ્ટિંગ અને ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ઓનબોર્ડિંગ દ્વારા તેમની ડિજિટલ ઉપસ્થિતિ વધારવા માંગે છે. લગભગ 15% MSME એ તેમની ટોચની અગ્રતા તરીકે વેબસાઈટ ક્રિએશન અને ડિજિટલ પ્લેટફોર્મ વિઝિબિલિટી પસંદ કરી છે અને 6% MSME ટ્રેડિંગ પોર્ટલસ જેમ કે TReDS અને GeM પર લિસ્ટ થવા માટે સમર્થન ઈચ્છે છે. સૌથી ઉપર, સર્વિસ સેક્ટરે વેબસાઈટ ક્રિએશન અને ડિજિટલ પ્લેટફોર્મ વિઝિબિલિટીને 27% પર રેન્ક આપ્યો, જે તેને તેમની સર્વોચ્ચ નોન-ફાઇનાન્સિયલ સર્વિસિસની જરૂરિયાત દર્શાવે છે.
○ 9% MSME પર્સનલ ફાઇનાન્સ સપોર્ટ ઇચ્છે છે, ખાસ કરીને ઇન્શ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે માર્ગદર્શન માંગે છે. આ ઘણા MSMEs તેમના વ્યવસાયને વધારવા માટે ઔપચારિક ધિરાણ મેળવવામાં સક્ષમ થયા પછી તેમની વધારાની આવક જનરેશનમાં સરેરાશ 20% વૃદ્ધિની રજૂઆત કરે છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.