સનફીસ્ટે કિંગ ઓફ ફેન્ટેસી શાહરૂખ ખાન ડાર્ક ફેન્ટેસીના નવા બ્રાન્ડ એમ્બેસેડર
આઇટીસીની સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી, બ્રાન્ડના નવા ચહેરા તરીકે કિંગ ઓફ ફેન્ટેસી - શાહરૂખ ખાન સાથે એક રોમાંચક સફરની શરૂઆતની જાહેરાત કરીને આનંદની લાગણી અનુભવે છે.
આઇટીસીની સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી, બ્રાન્ડના નવા ચહેરા તરીકે કિંગ ઓફ ફેન્ટેસી - શાહરૂખ ખાન સાથે એક રોમાંચક સફરની શરૂઆતની જાહેરાત કરીને આનંદની લાગણી અનુભવે છે. સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી નવેસરથી તેનું બ્રાન્ડ પ્રપોઝિશન 'સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી - હર દિલ કી ફેન્ટેસી' રજૂ કરે છે, જેનો હેતુ તેના ગ્રાહકો સાથે વ્યાપક જોડાણ સ્થાપિત કરવાનો છે. આ નવો કન્સેપ્ટ આપણા દૈનિક જીવનમાં કાલ્પનિકતાના સ્પર્શની સાર્વત્રિક ઝંખનાથી ઉદ્ભવે છે. આ નવા પરિપ્રેક્ષ્ય સાથે, બ્રાન્ડ વિવિધ ગ્રાહક સેગમેન્ટમાં વ્યાપક અસર ઉભી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે ગમે ત્યારે, ગમે ત્યાં કાલ્પનિકતાની વ્યક્તિગત ઉડાનને પ્રોત્સાહિત કરે છે. લાખો લોકોના દિલમાં અનોખું સ્થાન ધરાવતા શાહરૂખ ખાન, વિશ્વભરના પોતાના અસંખ્ય ચાહકોની માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. બંને વચ્ચેનો આ સુમેળ તેને કાલ્પનિક સંયોજન બનાવે છે.
બોલિવૂડનો બાદશાહ, બિસ્કિટના બાદશાહ સાથે જોડાતાં જ આ જોડાણ બ્રાન્ડ માટે એક નવો માપદંડ પ્રસ્થાપિત કરે છે. સનફિસ્ટ ડાર્ક ફેન્ટેસી 'હર દિલ કી ફેન્ટેસી' ની યાત્રા પર નીકળી છે, જે તેના ગ્રાહકોને શાહરૂખ ખાનના
કરિશ્મા અને તેના બિસ્કિટના સ્વાદિષ્ટ અનુભવ દ્વારા નિર્દેશિત અસાધારણ સાહસમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. આ નવું પ્રકરણ માત્ર બ્રાન્ડને જ ફરીથી વ્યાખ્યાયિત કરતું નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે વ્યક્તિઓના હૃદયમાં કાલ્પનિકતાની
કલ્પનાને પણ ઉન્નત કરે છે. આઇટીસી ફૂડ્સ ડિવિઝનના બિસ્કિટ એન્ડ કેક્સ ક્લસ્ટરના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી અલી હેરિસ શેરેએ શાહરૂખ ખાન સાથેની રોમાંચક ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને સનફિસ્ટ ડાર્ક ફેન્ટસીનો મુખ્ય ચહેરો બનાવીને ખૂબ જ ઉત્સાહિત છીએ. તે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવે છે.
તેમનો કરિશ્મા, અદભૂત વ્યક્તિત્વ તેમને બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે આદર્શ પસંદગી બનાવે છે. આ જોડાણ સાથે, અમે બ્રાન્ડની હાજરીને વધારવાનો અને ગ્રાહકો સાથેના તેના જોડાણને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ
ધરાવીએ છીએ. અમે સાથે મળીને લોકોની કલ્પનાની ઉજવણી કરતી અને તેને યાદગાર અનુભવમાં પરિવર્તિત કરતી એક અભૂતપૂર્વ સફર પર લઈ જવાનું લક્ષ્ય રાખીએ. પોતાની ફિલ્મોના માધ્યમથી લાખો લોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહનો સંચાર કરનાર શાહરૂખ ખાને સનફિસ્ટ ડાર્ક ફેન્ટસી સાથેના જોડાણ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે: મને સનફિસ્ટ ડાર્ક ફેન્ટસી સાથે જોડાવાનો આનંદ છે, આ એક એવી બ્રાન્ડ છે જેને આપણે સૌખુબ પસંદ કરીએ છીએ. બ્રાન્ડની 'હર દિલ કી ફેન્ટેસીની નવી રજૂઆત મારામાં ઊંડે સુધી ગુંજી રહી છે, કારણ કે તે લોકોને અસાધારણની કલ્પના કરવા, અને જીવવા માટે પ્રોત્સાહિત કરે છે; એક એવો વિચાર જેમાં હું ખરેખર માનું છું. કલ્પનાઓને પરિપૂર્ણ કરવાની આ રોમાંચક અને અનોખી યાત્રાનો ભાગ બનીને હું ખુશ છું.”
એફસીબી ઉલ્કાના નેશનલ ક્રિએટિવ ડિરેક્ટર, શ્રી રોમી નાયરે શાહરૂખ ખાન અને સનફિસ્ટ ડાર્ક ફેન્ટસી વચ્ચેના રોમાંચક જોડાણ પર પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે: આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ કલ્પનાઓ કરે છે અને હર દિલ કી ફેન્ટેસી તે સમજમાંથી જન્મે છે. આ અભિયાન દરેકને કાલ્પનિક ઉડાન ભરવા અને પ્રફુલ્લિત થઈ પરત ફરવા પ્રોત્સાહિત કરે છે, અને આ વિચારને સાકાર કરવા માટે, શાહરૂખ ખાનથી બહેતર વિકલ્પ કોઈ હોઈ જ ના શકે, જે ફેન્ટસી ઓફ ઇન્ડિયા છે. આ અભિયાન શાહરૂખ ખાનને એક એવા રૂપમાં રજૂ કરે છે, જેના માટે આપણે સૌ તેને ચાહીએ છીએ. તેઓ આ અભિયાનથી સમગ્ર દેશને મંત્રમુગ્ધ કરી દેશે.
એફસીબી ઉલ્કા દ્વારા તૈયાર કરાયેલી આ ટીવીસી સલૂનના વેઇટિંગ એરિયાથી શરૂ થાય છે, જ્યાં એક મહિલા આતુરતાથી તેના વારાની રાહ જુએ છે. સમય પસાર કરવા માટે, તે ચોકો ફિલ્સ કૂકીનો આનંદ માણે છે, જે તેને તરત જ એક કલ્પના તરફ લઈ જાય છે, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન જાદુઈ રીતે દેખાય છે અને તેને લલચાવે છે, તેના વાળને સ્ટાઇલ કરે છે, મેકઅપ લગાવે છે અને તેના નખને ટેન્ડ કરે છે. તે સ્મિત સાથે પાછી આવે છે, તેને ખ્યાલ આવે છે કે આ બધું તેની કલ્પનામાં હતું અને નજીકમાં જ એક મૂંઝવણમાં મુકાયેલી છોકરી સાથે કૂકી શેર કરે છે. શાહરૂખ ખાનનું વોઇસઓવર એ આનંદદાયક અનુભવને ઉજાગર કરે છે, ક્રન્ચી કૂકી મેં પીઘલા ચોકો. કમર્શિયલ અંતમાં શાહરૂખ ખાને હર દિલ કી ફેન્ટેસી કહે છે અને કૂકીઝના પેકનેરજૂ કરાય છે.
એડ લિન્ક- (TVC Link To be added)
આ અભિયાન ભારતભરમાં ૮ જુદી જુદી ભાષાઓમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. તેને ડિજિટલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે, જે વ્યાપક અખિલ ભારતીય મીડિયા યોજનાનો ભાગ છે. વધુમાં, આ જોડાણના આગમન અને બ્રાન્ડની નવી રજૂઆત સાથે, સનફિસ્ટ ડાર્ક ફેન્ટસી તેના ગ્રાહકોના હૃદયમાં એક અતુલ્ય અનુભવ ઉપલબ્ધ બનાવીને કાયમી સ્થાન બનાવવા માટે તૈયાર છે જે કાલ્પનિકતાને વાસ્તવિકતા સાથે મિશ્રિત કરે છે.
લોકોની અદમ્ય ઉત્સુકતાવચ્ચે, બ્રાન્ડે એસઆરકે અભિનીત એક આકર્ષક ટીઝર રજૂ કર્યું, જે પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિન્દી, તમિલ અને અન્ય વિવિધ ભાષાઓમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ વ્યૂહાત્મક પગલાંએ ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું અને વ્યાપક ચર્ચાને વેગ આપ્યો. આ ટીઝર્સે વિવિધ સોશિયલ મીડિયા ચેનલોમાં નોંધપાત્ર આકર્ષણ જન્માવ્યું હતું, ચાહકોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ શેર કરતા તેના વ્યાપમાં વધારો થયો હતો.
તમિલનાડુમાં, તિરુચિરાપલ્લી જિલ્લામાં શાળાઓ અને કોલેજો બુધવારે આ પ્રદેશને અસર કરતા સતત વરસાદને કારણે બંધ રહેશે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી, અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા મંજૂર કી રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું,
કોંગ્રેસ પાર્ટી આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે, જે આવતા વર્ષની શરૂઆતમાં યોજાવાની છે અને તેણે પ્રિયવ્રત સિંહને ચૂંટણી માટે તેના "વોર રૂમ"ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.