કિવીએ નવીન યુપીઆઈ પર ક્રેડિટ ઓફર સાથે ભારતીય ક્રેડિટ કાર્ડ ઉદ્યોગમાં ખળભળાટ મચાવ્યો
કિવીએ નેક્સસ વેન્ચર પાર્ટનર્સ, સ્ટેલારિસ વેન્ચર પાર્ટનર્સ દ્વારા પ્રી-સીડ ફંડિંગમાં 6 મિલિયન ડોલર્સ એકત્ર કર્યા છે, NPCI દ્વારા પ્રમાણિત કિવી ત્વરિત ડિજિટલ રૂપે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા માટે અગ્રણી બેંકો સાથે ભાગીદારી કરશે
ક્રાંતિકારી ક્રેડિટ કાર્ડ પ્લેટફોર્મ કિવીએ ગ્રાહકો માટે તેના ઓલ-ઇન-વન યુપીઆઈ પર ક્રેડિટ સોલ્યુશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એનપીસીઆઈ દ્વારા પ્રમાણિત, કિવી એ ભારતની પ્રથમ એપ્લિકેશન છે જે બેંકો સાથે ભાગીદારીમાં રૂપે કાર્ડ્સ જારી કરીને ગ્રાહકોને યુપીઆઈ પર ક્રેડિટનો અનુભવ કરવામાં મદદ કરશે. આ લોન્ચ સાથે, કિવીનો ઉદ્દેશ તેની અત્યાધુનિક મોબાઇલ એપ્લિકેશન દ્વારા ક્રેડિટ માર્કેટમાં સૌથી મોટા ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) મોડલ બનાવવાનો છે, જે વપરાશકર્તાઓને તેમના ફોન દ્વારા સુરક્ષિત રીતે ક્રેડિટ કાર્ડ અથવા બેંક એકાઉન્ટનો સીધો ઉપયોગ કરીને ચુકવણી કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.
કંપનીએ અગ્રણી રોકાણકારો - નેક્સસ વેન્ચર પાર્ટનર્સ, સ્ટેલારિસ વેન્ચર પાર્ટનર્સ અને અન્ય એન્જલ ઈન્વેસ્ટર્સ પાસેથી પ્રી-સીડ ફંડિંગમાં 6 મિલિયન ડોલર એકત્ર કર્યા છે. સિનિયર ફિનટેક
નિષ્ણાંતો અને બેન્કિંગ ઉદ્યોગના દિગ્ગજો, સિદ્ધાર્થ મહેતા (ભૂતપૂર્વ સીઈઓ, ફ્રીચાર્જ), મોહિત બેદી (એક્સિસ બેંક અને PayUમાં કામ કરી ચૂકેલા), અને અનુપ અગ્રવાલ (ભૂતપૂર્વ બિઝનેસ
હેડ, LazyPay) દ્વારા સાથે મળીને કિવીની સ્થાપના કરવામાં આવી છે.
આ લોંચ વિશે બોલતા, કિવીના સહ-સ્થાપક શ્રી સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું હતું કે, “યુપીઆઈએ ભારતમાં 30 કરોડથી વધુ અનન્ય વપરાશકર્તાઓ અને 5 કરોડ વેપારીઓ સાથે પેમેન્ટની
સૌથી વધુ સમાવેશક પદ્ધતિ બની ગઈ છે. કિવી એપના લોન્ચ સાથે, ભારતમાં પ્રથમ વખત, વપરાશકર્તાઓ હવે યુપીઆઈની સુવિધા અને સરળતા સાથે (RuPay) ક્રેડિટ કાર્ડની શક્તિનો
લાભ લઈ શકે છે. અમારું વિઝન આગામી 18 મહિનામાં 10 લાખ વપરાશકર્તાઓ માટે યુપીઆઈ પર ક્રેડિટની એક્સેસને સક્ષમ કરવાનું છે.”
આરબીઆઈએ તાજેતરમાં RuPay ક્રેડિટ કાર્ડ્સને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) સાથે લિંક કરવાની મંજૂરી આપી છે, જે વપરાશકર્તાઓ માટે સરળ, ડિજિટલી સક્ષમ ક્રેડિટ કાર્ડ
લાઈફ સાયકલનો અનુભવ પ્રદાન કરશે. કિવી વપરાશકર્તાઓને ડિજીટલ અને તરત જ RuPay ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. કાર્ડ પ્રાપ્ત કર્યા પછી વપરાશકર્તાઓ કિવી એપ પર કાર્ડને
યુપીઆઈ સાથે લિંક કરવામાં સમર્થ હશે અને ઓફલાઇન તેમજ ઓનલાઇન સ્ટોર્સ પર યુપીઆઈ પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન સુવિધાનો ઉપયોગ કરી શકશે. કિવી એપ યુઝર્સને દરેક ટ્રાન્ઝેક્શન માટે પુરસ્કાર આપતી વખતે કાર્ડ બ્લોક કરવા, મર્યાદા વધારવા અને કાર્ડ પેમેન્ટ કરવા જેવી અનેક સુવિધાઓ સાથે તેમના કાર્ડને મેનેજ કરવામાં પણ મદદ કરશે.
આજથી,વપરાશકર્તાઓ વેબસાઇટ પર સાઇન અપ કરીને વેઇટલિસ્ટમાં જોડાઈ શકશે. કિવી એપ (Android અને iOS પર ઉપલબ્ધ) મેના મધ્ય સુધીમાં લાઇવ થવાની અપેક્ષા છે.NPCIના સીઓઓ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “ડિજિટલ પેમેન્ટ્સ ફોર ઓલ’ના ધ્યેયને હાંસલ કરવા તરફના અમારા પગલામાં, કિવી ભારતીય ક્રેડિટ કાર્ડ ઉદ્યોગમાં ગેમ- ચેન્જર બનશે. યુપીઆઈ P2M વ્યવહારો પરના માસિક ખર્ચ અંદાજે રૂ. 3.2 લાખ કરોડ જેટલો છે, જે માસિક ક્રેડિટ કાર્ડ ખર્ચ કરતાં લગભગ 2.5 ગણો મોટો છે ત્યારે કિવી નોંધપાત્ર વણખેડાયેલા બજારનો લાભ લેવા માટે તૈયાર છે. વધુમાં, અનન્ય યુપીઆઈ વપરાશકર્તાઓની સંખ્યા ભારતમાં વર્તમાન કાર્ડ વપરાશકર્તાઓની સંખ્યા કરતાં 100 ગણી વધુ છે, અને યુપીઆઈ પર ક્રેડિટ માટેના સ્વીકૃતિ બિંદુઓ નિયમિત ક્રેડિટ કાર્ડ સ્વીકૃતિ બિંદુઓ કરતાં પાંચ ગણા મોટા હોવાનું અનુમાન છે. કિવી જે વ્હાઇટસ્પેસને લક્ષ્યમાં રાખી રહી છે તે જોતાં, અમને વિશ્વાસ છે કે તેમનું મોડલ દૈનિક ધોરણે પુષ્કળ ભારતીય ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને સમર્થન આપશે.”
નેક્સસ વેન્ચર પાર્ટનર્સના મેનેજિંગ ડિરેક્ટર અનુપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કિવી ગ્રાહકોને શ્રેષ્ઠ ક્રેડિટ કાર્ડ્સ અને યુપીઆઈ એટલે કે સગવડ, પુરસ્કારો અને ક્રેડિટ કાર્ડની લવચીક પુન:ચુકવણી ઉપરાંત સમગ્ર ભારતમાં સર્વવ્યાપી એવી યુપીઆઈની અજોડ સ્વીકૃતિ રેલનો અનુભવ આપશે. અમે ભારતમાં ક્રેડિટ કાર્ડ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવાના તેમના મિશનમાં ટીમ કિવી સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ.”
રિતેશ બાંગ્લાની, સ્ટેલારિસ વેન્ચર પાર્ટનર્સે જણાવ્યું હતું કે, “યુપીઆઈ એ વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક છે, અને તે સ્કેલ અને મજબૂતી બંને રીતે ખરેખર વિશ્વ કક્ષાનું છે.
યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડના ઉપયોગને સક્ષમ કરીને, કિવી નેટવર્ક દ્વારા પ્રદાન કરાયેલ ગ્રાહક મૂલ્યને વધુ ઊંડું કરશે. ભારતીય ક્રેડિટ કાર્ડ માર્કેટમાં ક્રાંતિ લાવવાની તેમની શોધમાં કિવી સાથે
ભાગીદારી કરીને અમે રોમાંચિત છીએ.”
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.