કોટક મ્યુચ્યુઅલ ફંડે કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “Kotak Mutual Fund”) કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી જે નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સને અનુસરતી/ટ્રેક કરતી ઓપન એન્ડેડ સ્કીમ છે.
મુંબઈ : કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “Kotak Mutual Fund”) કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી જે નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સને અનુસરતી/ટ્રેક કરતી ઓપન એન્ડેડ સ્કીમ છે. આ સ્કીમ 19 સપ્ટેમ્બર, 2024ના રોજ પબ્લિક સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 03 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે.
નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સમાં નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સની ટોચની 50 મીડકેપ કંપનીઓનો સમાવેશ થાય છે જે તેમના મોમેન્ટમ સ્કોરના આધારે પસંદ કરવામાં આવી છે. મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ એવા સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેણે છેલ્લા 6થી 12 મહિનામાં પોઝિટિવ પ્રાઇઝ ટ્રેન્ડ દર્શાવ્યો છે જે મજબૂત તેજીની દિશા સાથે કંપનીઓમાં રોકાણ માટેનો સુવ્યવસ્થિત માર્ગ પૂરો પાડે છે.
કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા મીડકેપ સેગમેન્ટની સંભાવનાઓને લક્ષ્ય બનાવવાની તક આપે છે જ્યારે તાજેતરના હકારાત્મક પર્ફોર્મન્સ ટ્રેન્ડ્સ દર્શાવતા સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિતત કરે છે.
કોટક મહિન્દ્રા એએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, “કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડનું લોન્ચિંગ એ એક્ટિવ અને પેસિવ પ્રોડક્ટ્સ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે જે વિવિધ જોખમની ભૂખ અને રોકાણની ક્ષિતિજોને સંતોષે છે. આ ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને રૂલ-બેઝ્ડ ઇન્ડેક્સમાં રોકાણ કરવાની તક આપે છે જે મોમેન્ટમ સ્ટ્રેટેજી સાથે પસંદ કરેલી મીડકેપ કંપનીઓમાં રોકાણ કરે છે. મીડકેપ પ્લસ મોમેન્ટમનું મિશ્રણ રોકાણકારોને સતત નિરીક્ષણ કરવાની અને રોકાણો એડજસ્ટ કરવાની ઝંઝટ વિના સંભવિત ઉચ્ચ વૃદ્ધિ સાથેની મીડકેપ કંપનીઓમાં રોકાણ કરવાની તક પૂરી પાડી શકે છે.”
કોટક મહિન્દ્રા એએમસીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર દેવેન્દર સિંઘલે જણાવ્યું હતું કે, “નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સે ઐતિહાસિક રીતે અન્ય મીડકેપ ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. મોમેન્ટમ સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ ફંડ રોકાણકારોને પેસિવ અને શિસ્તબદ્ધ રીતે પ્રાઇઝ ટ્રેન્ડ્સથી સંભવિત લાભ મેળવવાનો માર્ગ પ્રદાન કરે છે. આ વ્યૂહરચનાથી વૃદ્ધિ ઇચ્છતા અને થોડુંક જોખમ લેવા માટે સક્ષમ હોય તેવા રોકાણકારો વ્યવસ્થિત, નિયમ-આધારિત અભિગમ જાળવી રાખીને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા મીડકેપ સેગમેન્ટને એક્સેસ કરી શકે છે.”
આ સ્કીમ 19મી સપ્ટેમ્બર, 2024ના રોજ પબ્લિક સબ્સ્ક્રીપ્શન માટે ખૂલે છે અને 03 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થાય છે. રોકાણકારો લઘુત્તમ રૂ. 100 અને ત્યાર પછીની કોઈપણ રકમમાં રોકાણ કરી શકે છે.
ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકે. કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ અંગે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: https://www.kotakmf.com. વિગતવાર ઇન્ડેક્સ મેથડોલોજી માટે કૃપા કરીને www.niftyindices.com ની મુલાકાત લો. દર્શાવેલ સૂચકાંકનું પર્ફોર્મન્સ કોઈપણ રીતે સ્કીમના પર્ફોર્મન્સને સૂચવતું નથી.
રોકાણકારોને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા તેમના નાણાંકીય નિષ્ણાંત સાથે ચર્ચાવિચારણા કરવાની સલાહ આપવામાં આવે છે.
દેશની અગ્રણી ઈલેક્ટ્રોનિક કંપની BPL ગ્રુપના સ્થાપક T. P. ગોપાલન નામ્બિયારનું ગુરુવારે નિધન થયું છે. ટીપી ગોપાલન નામ્બિયારના પરિવારજનોએ આ ખરાબ સમાચાર શેર કર્યા છે.
આજે BSE સેન્સેક્સ 553.12 પોઈન્ટ ઘટીને 79,389.06 પોઈન્ટ અને નિફ્ટી 50 135.50 પોઈન્ટ ઘટીને 24,205.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આપને જણાવી દઈએ કે બુધવારે પણ શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા હતા અને આજે તેની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી.
દિવાળીના દિવસે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં 24 કેરેટ સોનું હવે ₹81,000 પ્રતિ દસ ગ્રામને વટાવી ગયું છે. 24-કેરેટ સોનાનો વર્તમાન દર ₹81,170 છે,