ક્રોસ લિમિટેડે સેબી સમક્ષ આઈપીઓ માટે DRHP ફાઇલ કર્યું
ટ્રેલર એક્સેલ અને સસ્પેન્શન એસેમ્બલીના ઉત્પાદન અને સપ્લાય પર ફોકસ કરતી ડાયવર્સિફાઈ પ્લેયર ક્રોસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) મારફત ફંડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસપેક્ટ્સ ફાઈલ કર્યો છે. કંપની મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનો (M&HCV) તથા ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં પ્રિસિજન મશીનરી ધરાવતા હાઈ પર્ફોર્મન્સ માટે નિર્ણાયક પાર્ટ્સની વિશાળ શ્રેણી પણ ઓફર કરે છે.
ટ્રેલર એક્સેલ અને સસ્પેન્શન એસેમ્બલીના ઉત્પાદન અને સપ્લાય પર ફોકસ કરતી ડાયવર્સિફાઈ પ્લેયર ક્રોસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) મારફત ફંડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસપેક્ટ્સ ફાઈલ કર્યો છે. કંપની મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનો (M&HCV) તથા ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં પ્રિસિજન મશીનરી ધરાવતા હાઈ પર્ફોર્મન્સ માટે નિર્ણાયક પાર્ટ્સની વિશાળ શ્રેણી પણ ઓફર કરે છે.
ડ્રાફ્ટ પ્રોસપેક્ટ્સ અનુસાર, જમશેદપુર સ્થિત કંપનીના કુલ 500 કરોડની ઈશ્યૂ સાઈઝ ધરાવતા આઈપીઓમાં રૂ. 250 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને પ્રમોટર્સ દ્વારા શેર હોલ્ડિંગ વેચાણ મારફત રૂ. 250 કરોડનો ઓફર ફોર સેલ સમાવિષ્ટ છે. OFSમાં સુધીર રાય દ્વારા રૂ. 168 કરોડ અને અનિતા રાય દ્વારા રૂ. 82 કરોડ ઈક્વિટી શેર્સ વેચવામાં આવશે.
કંપની દ્વારા ચોક્કસ સિક્યોરિટીઝનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ રૂ.50 કરોડ સુધીનું રહી શકે છે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરવામાં આવે, તો ફ્રેશ ઈશ્યૂની સાઈઝ ઘટાડવામાં આવશે.
કંપની અશોક લેલેન્ડ અને ટાટા ઇન્ટરનેશનલ ડીએલટી પ્રાઇવેટ લિમિટેડને પોતાના મુખ્ય ક્લાયન્ટ તરીકે દર્શાવે છે. જેઓને તે ડાયવર્સિફાઈ ક્લાયન્ટ બેઝમાં પોતાની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. જેમાં M&HCV અને ટ્રેક્ટર બનાવતા લાર્જ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ, M&HCV સેગમેન્ટમાં OEM ને સપ્લાય કરતાં ટાયર સપ્લાયર, ટ્રેલર એક્સલ અને સસ્પેન્શન બિઝનેસ માટે સ્થાનિક ડીલરો અને ફેબ્રિકેટર્સ સહિત સામેલ છે.
તેણે નવા ગ્રાહકોને પણ આકર્ષ્યા છે જેમ કે કોમર્શિયલ વ્હિકલ OEM માટે પ્રોપેલર શાફ્ટનું ઉત્પાદન કરતી સ્વીડન સ્થિત કંપની લીક્સ ફાલુન એબી અને જાપાન આધારિત OEM મેન્યુફેક્ચરિંગ કોમર્શિયલ વ્હિકલ્સ...
ક્રોસ લિમિટેડ આઈપીઓ હેઠળ ફ્રેશ ઈશ્યૂ મારફત એકત્રિત રકમનો ઉપયોગ મશીનરી અને ઈક્વિપમેન્ટ્સ (રૂ. 70 કરોડ)ની ખરીદી માટે કંપનીની મૂડી ખર્ચની જરૂરિયાતોના ભંડોળ માટે કરવાની દરખાસ્ત છે; બેન્કો અને નાણાકીય સંસ્થાઓ (રૂ. 90 કરોડ); કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે રૂ. 30 કરોડ તથા જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે.
1991માં સ્થાપિત ક્રોસ લિમિટેડ ભારતમાં ફોર્જ્ડ અને મશીન્ડ કોમ્પોનન્ટ્સનું વિશાળ રેન્જમાં ઉત્પાદન કરતી અગ્રણી ઉત્પાદક છે, જે વૈશ્વિક સ્તરે નિકાસની હાજરી વધારી રહી છે. તે કોમર્શિયલ વાહન અને ટ્રેક્ટર સેગમેન્ટ માટે હાઈ પર્ફોર્મન્સ અને સલામતી નિર્ણાયક ઘટકોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. જમશેદપુર, ઝારખંડમાં તે પાંચ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. તેનો ડાઈવર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ઉત્પાદન કરવાની ક્ષમતાઓથી સજ્જ છે.
કંપનીના પ્રમોટર્સ સુધીર રાય, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે; અનિતા રાય, કાયમી ડિરેક્ટર; સુમિત રાય, સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને કુણાલ રાય-ચીફ ફાઈનાન્સિયલ ઓફસર છે.નાણાકીય વર્ષ 2022-23માં કંપનીએ કામગીરીમાંથી આવક રૂ. 489 કરોડ સાથે કુલ રૂ. 31 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર ઈક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ છે. કંપની ઈક્વિટી શેર્સનું એનએસઈ અને બીએસઈ ખાતે લિસ્ટિંગ કરાવશે.
બુધવારે BSE સેન્સેક્સ 984.23 પોઈન્ટના ઘટાડા સાથે 77,690.95 પોઈન્ટ પર બંધ થયો હતો. આ રીતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 324.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,559.05 પોઈન્ટ પર બંધ થયો હતો.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ IOCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરવિંદર સિંહ સાહનીને પાંચ વર્ષના સમયગાળા માટે IOCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાના મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ મસ્કની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તેની ફેવરિટ ક્રિપ્ટો કરન્સીએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. એક સપ્તાહની અંદર, એલોન મસ્કની મનપસંદ ક્રિપ્ટો કરન્સી ડોગેકોઈન 149 ટકા ઉછળી છે.