એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો
રૂ. 13,499 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક રિટેલ વિતરણ હાંસલ કર્યુ, વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો. મજબૂત બિઝનેસ મોડલ, તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ અને ઉત્કૃષ્ટ ડિજિટલ અને ડેટા એનાલિટિક્સના પગલે વૃદ્ધિ હાંસલ થઈ.
અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) માંની એક અને ગ્રાહક-કેન્દ્રિત, ઉચ્ચ-વર્ગની, ડિજિટલી-સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફ તેની સફરને વેગ આપી રહેલી એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 595 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 46 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
કંપનીએ કુલ લોન બુકના 88 ટકા રિટેલ લોન પોર્ટફોલિયો મિશ્રણ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026 ધ્યેય હેઠળ નિર્ધારિત 80 ટકા રિટેલાઇઝેશન લક્ષ્ય કરતાં વધુ છે. કંપનીએ લગભગ 3 વર્ષ અગાઉ લક્ષ્ય 2026ના મોટા ભાગના લક્ષ્યો હાંસલ કર્યા છે.
કંપનીની કસ્ટમર ફેસિંગ એપ્લિકેશન - PLANET એપ્લિકેશન, જે નાણાંકીય વર્ષ 2021-2022ના ચોથા ક્વાર્ટરમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવી હતી, તે તેના ગ્રાહકો માટે એક શક્તિશાળી ડિજિટલ ચેનલ તરીકે ઊભરી આવી છે અને તેણે 60 લાખ ડાઉનલોડ્સને વટાવી દીધા છે. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક રિટેલ વિતરણ રૂ. 13,499 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ ફાઇનાન્સમાં એલટીએફએચ દ્વારા આ ત્રિમાસિક વિતરણ આરંભથી અત્યાર સુધીનું સૌથી વધુ છે અને તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા પ્રેરિત છે. રિટેલ બુક હવે રૂ. 69,417 કરોડ છે, જે સપ્ટેમ્બર 30, 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરની સરખામણીમાં 33 ટકા વધારે છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન, એલટીએફએચે એ તેની હોલસેલ બુક ઝડપથી ઘટાડવાની વ્યૂહરચના સાથે ચાલુ રાખ્યું હતું. લક્ષ્ય 2026ના ધ્યેયોને વેગ મળ્યો હતો અને એલટીએફએચને રિટેલ ફિનટેક@સ્કેલમાં રૂપાંતરિત કરવા સાથે હોલસેલ બુકમાં વાર્ષિક ધોરણે 76 ટકાનો ઘટાડો થઈ તે રૂ. 38,058 કરોડથી રૂ. 9,318 કરોડ થઈ હતી. નાણાંકીય પરિણામો પર ટિપ્પણી કરતા, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, “અમારા મોટા ભાગના લક્ષ્ય 2026 ધ્યેયો હાંસલ કર્યા પછી, મને એ જાહેર કરતાં ઘણો આનંદ થાય છે કે અમે એક ટોચની રિટેલ ફાઇનાન્સ કંપનીમાં રૂપાંતરિત થવાનો માર્ગ ચાલુ રાખ્યો છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન, એલટીએફએચ ન કેવળ 88 ટકાના રિટેલ પોર્ટફોલિયો મિક્સ સુધી પહોંચી હતી, પરંતુ વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ નોંધાવતા રૂ. 13,499 કરોડનું સૌથી વધુ ત્રિમાસિક રિટેલ વિતરણ પણ હાંસલ કર્યું હતું. આ સિદ્ધિ એક તરફ રિટેલ એસેટ બુકને મજબૂત રીતે વધારવાની અને બીજી બાજુ હોલસેલ બુકમાં તીવ્ર ઘટાડો સુનિશ્ચિત કરવાની બે વ્યૂહરચનાને આભારી છે, જ્યારે શ્રેષ્ઠતમ એસેટ ગુણવત્તા જાળવી રાખી છે.”
ભારતીય શેરબજાર બુધવારના ટ્રેડિંગ સેશનમાં વ્યાપક ઘટાડાનો અનુભવ કરી રહ્યું છે, લગભગ તમામ સૂચકાંકો લાલ નિશાનમાં છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.