એલએન્ડટી ફાઇનાન્સે નાણાંકીય વર્ષ 2023માં સફળતાપૂર્વક રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) એકત્ર કરી
નાણાંકીય વર્ષ 2022માં રૂ. 200 કરોડની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023માં રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન ઊભી કરી, લોન દ્વારા મળનારી આવકનો ઉપયોગ કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે આગળના ધિરાણ માટે કરવામાં આવશે
મુંબઈ, 08 જૂન, 2023 – દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાયનાન્સ લિમિટેડે (એલટીએફ) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 585 કરોડની
સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 200 કરોડની સરખામણીએ 193 ટકા વધી છે. સુવિધા હેઠળ એલટીએફ ત્રણ મહત્વપૂર્ણ ટકાઉપણા સાથે સંકળાયેલા ઉદ્દેશ્યો પર પ્રગતિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે જે ખાસ કરીને સુવિધાઓથી વંચિત સમુદાયોમાં મહિલા સાહસિકોને જવાબદાર ધિરાણ, પાણીની સકારાત્મકતા અને કાર્બન જપ્તી સાથે સંબંધિત છે.
એકંદરે, માર્ચ 2022માં પ્રથમ ફંડ એકત્ર કર્યા પછી એલટીએફે અત્યાર સુધીમાં રૂ. 885 કરોડ એકત્ર કર્યા છે જેમાંથી લગભગ 70 ટકા નાણાંકીય વર્ષ 2023માં એકત્ર કરવામાં આવ્યા છે.
એલટીએફ કૃષિ પ્રવૃત્તિઓને ટેકો આપવા અને ભારતીય મહિલાઓને ટકાઉ આજીવિકા મેળવવામાં મદદ કરવામાં સક્રિયપણે સામેલ છે અને આ રીતે ધિરાણ અને સીએસઆર પહેલ
દ્વારા આત્મનિર્ભર બને છે.
સ્થિરતા સાથે જોડાયેલા ઉદ્દેશો વાર્ષિક ધોરણે સ્વતંત્ર થર્ડ પાર્ટી એશ્યોરર દ્વારા માપવામાં આવશે અને કંપનીના ટકાઉપણું પ્રદર્શન પરના વાર્ષિક અહેવાલમાં પ્રગતિની જાણ કરવામાં
આવશે. ઉદ્દેશ્યોમાં કંપનીની પ્રગતિ ક્રેડિટ સુવિધા પરના વ્યાજ દરોમાં ઘટાડા અથવા વધારા તરફ દોરી જશે. આ અંગે એલએન્ડટી ફાયનાન્સના ગ્રુપ ચીફ ફાયનાન્શિયલ ઓફિસર શ્રી સચિન જોશીએ જણાવ્યું હતું કે, "ભારત માટે, ટકાઉ ભવિષ્ય નાણાંકીય સમાવેશ પર આધારિત છે, અને એલટીએફ જેવી એનબીએફસી આ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. SLL દ્વારા ઓછા ખર્ચે ભંડોળ ઊભું કરનાર અમે ભારતમાં પ્રથમ એનબીએફસી પૈકીના છીએ. આ અમારા માટે એક મુખ્ય સિદ્ધિ છે કારણ કે અમે અમારી વ્યૂહાત્મક યોજના લક્ષ્ય 2026 પર અમારું ધ્યાન ચાલુ રાખીએ છીએ જેમાં મુખ્ય સ્તંભોમાંનો એક એન્વાર્યમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ (ESG) છે.
ભંડોળ એકત્ર કરવાનો મુખ્ય હેતુ કૃષિ અને કૃષિ સંલગ્ન લોન તરફની અમારી આગળની ધિરાણ પ્રવૃત્તિઓને ટેકો આપવાનો છે, ખાસ કરીને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (પીએસએલ) કેટેગરી હેઠળ લાયકાત ધરાવતા ટ્રેક્ટર અને માઇક્રો લોનના સ્વરૂપમાં.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.