એલએન્ડટીએ સાઉદી અરેબિયામાં હેવી વોલ પ્રેશર વેસલ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું
રોયલ કમિશન જુબૈલ-1 ખાતેની ફેસિલિટી અરામ્કોના IKTVA પહેલ તથા સાઉદીના વિઝન 2030 તરફનું વધુ એક પગલું છે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ સાથે સંકળાયેલી અને દાયકાઓથી આ ક્ષેત્રોમાં વિશિષ્ટ કુશળતા ધરાવતી ભારતીય બહુરાષ્ટ્રીય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)એ તેના ગ્રાહકો માટે વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરીને તેનું ધ્યાન વધારવા દ્વારા સાઉદી અરેબિયાના વધુ વૈવિધ્યસભર અને આપબળે ટકાઉ અર્થતંત્રના વિઝન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતામાં વધારો કર્યો છે.
એલએન્ડટીએ આજે તેની હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વિસ્તારીને સાઉદી અરેબિયામાં નવી અત્યાધુનિક હેવી વોલ પ્રેશર વેસલ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું જે લોકલ કન્ટેન્ટને વધારીને અરામ્કો અને સાઉદીના વિઝન 2030ની IKTVA પહેલના ભાગરૂપે ભારતમાં એલએન્ડટીની યોગ્ય ક્ષમતાઓને અનુસરે છે.
આ પ્રસંગે કંપનીના પૂર્ણ સમયના ડિરેક્ટર તથા સિનિયર એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ (એનર્જી) શ્રી સુબ્રમણ્યમ સરમાએ જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે કિંગડમમાં એલએન્ડટી માટે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને આ પ્રદેશના વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો મજબૂત પુરાવો છે. અમે કિંગડમમાં તેમના માર્ગદર્શન અને સમર્થન માટે અરામ્કોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અને આ સફરમાં અમારી સાથે ભાગીદારી કરવા બદલ રોયલ કમિશન જુબૈલનો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ.”
અરામ્કોના પ્રોજેક્ટ મેનેજમેન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અબ્દુલકરીમ એ. અલ-ઘમદીએ જણાવ્યું હતું કે “એલએન્ડટી હેવી વોલ પ્રેશર વેસલ ફેસિલિટી અમને વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની માંગને પહોંચી વળવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તથા અમારા પ્રોજેક્ટ્સ ડિલિવર કરવા માટે કિંગડમમાં જરૂરી ક્ષમતાઓ પૂરી પાડશે અને આગામી હાઈ વર્કલોડ માટેના શેડ્યૂલમાં સુધારો કરશે.”
સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક રીતે સ્થિત રોયલ કમિશન જુબૈલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા-1માં દરિયાઈ બંદરની નજીક આવેલા 1,20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ ફેસિલિટી અદ્યતન મશીનરી, પ્રોસેસ ઓટોમેશન અને રોબોટિક્સનો ઉપયોગ કરીને વિવિધ કોમ્પ્લેક્સ મેટલ્યુરગી અને હેવી વોલ થીકનેસના સ્ટેટિક ઇક્વિપમેન્ટના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ફેસિલિટી સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરશે અને આયાતની સ્થિતિ બદલીને ઓઈલ તથા ગેસ, પાવર અને અન્ય પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં નિર્ણાયક ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાતોને પૂરી કરશે. આ ફેસિલિટી ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે અને સાઉદી અરેબિયાના લોકોને આંતરરાષ્ટ્રીય ઉત્પાદન માપદંડો સુધી પહોંચવા માટે ક્ષમતા અને નોલેજ બિલ્ડિંગમાં ઉચ્ચ પ્રગતિ સાધવાની અનન્ય તક પૂરી પાડશે.
ભારતમાં સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા, જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹87,210 પર પહોંચી ગયો, જ્યારે 1 ગ્રામ ₹8,721 હતો. સોનાના ભાવમાં સતત વધારો વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણકારોના વધતા રસને પ્રતિબિંબિત કરે છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.