પાલનપુરની એલ.સી.બી.એ જોરડીયાળી ગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યું
દારૂના ધંધાર્થીઓ સાવધાન! પાલનપુરની એલસીબીએ જોરડીયાળી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. આ દારૂની કિંમત રૂ. 2,38,970/- સહિત બોલેરો કેમ્પર કાર ઝડપી પડી હતી. કેમ્પર કારના ડ્રાઈવર મહેન્દ્રકુમારની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ -૭૮ તથા બોટલ નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બોલેરો કેમ્પર ગાડી તથા મોબાઇલ નંગ-૦૨ તથા રોકડ રકમ સાથે કુલ મુદ્દામાલ-૪,૪૯,૯૭૦/- ના સાથે એક ઈસમને એલ.સી.બી.પાલનપુર દ્વારા પકડી લેવાંમાં આવ્યો હતો.
શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, શ્રી ડી.આર.ગઢવી, પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શનમુજબ, એલ.સી.બી.સ્ટાફના કામગીરી કરનાર અધિકારીશ્રી અશોકભાઇ,હેડકોન્સ.,એલ.સી.બી. ચિરાગસિંહ, પો.કોન્સ.,એલ.સી.બી
માનસંગભાઇ,પો.કોન્સ.,એલ.સી.પ્રકાશભાઈ,પો.કોન્સ.,એલ.સી.બી. ના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે એક બોલેરો કેમ્પર જેના રજી નં-GJ 14 U 6520 વાળીગાડી ભાટકી તરફથી મંડાલી ગામ તરફ જનાર છે જે હકીકત આધારે જોરડીયાળી ગામના કાચા રસ્તે એક ઈસમ સાથે પકડી પાડેલ જે બોલેરો કેમ્પર જેના રજી નં-GJ 14 U 6520 જેમાં ચાલક ઈસમ મહેન્દ્રકુમાર સ/ઓ ક્રિષ્નારામ જાતે.બીશ્નોઈ રહે.જથ્થૈશ્વરપુરા વિછીવાડી તા.જિ-સાંચોર (રાજસ્થાન) વાળો હોવાનું જણાવેલ અને દારૂ ગે.કા અને વાર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો તથા બિયર ટીન મળી કુલ પેટી નંગ-૭૮ બોટલ/ટીન નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બે એન્ડ્રોઈડ મોબાઈલ કિ.રૂ-૮૦૦૦/-તથા રોકડ રકમ રૂ- ૩000/- તથા બોલેરો કેમ્પર ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- રાખી જે ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા પકડાઇ જતા કુલ કિ.રૂ. ૪,૪૯,૯૭૦/-ના મુદ્દામાલ સાથે જેઓ વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટનો ગુન્હો નોંધી માવસરી પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.