ડીજે માં વપરાતી LED લાઈટો જોખમી હોવાનું તારણ, તેના ઉપયોગ પર પ્રતિબંધ લાવવા માંગ
હેવી LED લાઈટોથી મોબાઈલના કેમેરા, સીસીટીવી કેમેરા પણ ખરાબ થઈ જતા હોવાનું રાજપીપળામાં સામે આવ્યું, તો આંખોને કેટલું નુકસાન થતું હશે.
ભરત શાહ, નર્મદા : તા. ૨૧ લગ્ન પ્રસંગ અને શુભ પ્રસંગોમાં વરઘોડા અને ગરબામાં ડીજે નો ઉપયોગ કરવામાં આવે છે. અને ઊંચા ભાવ લેવા ડી જે માલિકો મોંઘી LED લેસર લાઈટો લગાવે છે. જેનાથી વરઘોડો સુંદર દેખાય ખરેખર સામાન્ય ડાન્સ ગરબા માટે ડીજેનું ગીતો વગાડવા માટે મહત્વ હોય છે. પણ તેમાં LED લાઈટો લગાવવાથી ડીજે પાછળ નાચગાન કરતા લોકોની આંખોમાં લાઇટ પડતા આંખોને નુકસાન થઈ શકે છે. જે તાત્કાલિક તો ખબર નથી પડતી પરંતુ જો મોબાઈલમાં ફોટા પાડવા ગયા અને ડીજેની LED લાઇટ પડી તો આ લાઇટના કિરન એટલા હેવી હોય છે. કે તમારા મોબાઈલના લેન્સ કે સ્ક્રીનને તાત્કાલિક ખરાબ કરી દે છે. એટલું જ નહીં રસ્તા પરથી વરઘોડો જતો હોય અને દુકાનો બહાર લગાવેલા કે જાહેર થાંભલા પર લગાવેલા કેમેરાને પણ આ લાઈટો નુકસાન કરે છે. જેથી આવી લાઈટો પર તંત્ર એ પ્રતિબંધ ફરમાવવો જોઈએ એવી લોક માંગ ઉઠી છે.
આ બાબતે જાગૃત નાગરિક અને વેપારી નીરજ પટેલે કે જેમનો મુખ્ય ધંધો મોબાઈલ અને ઇલેક્ટ્રિક સાધનોનો છે. તેમનું કહેવું છે કે ડીજે પર લગાવાતી LED લાઇટ ખુબજ નુકસાન કારક છે. ડી જેની લાઇટથી મારો એક મોબાઈલ બગડી ગયો, અને મારી દુકાનનો સીસીટીવી કેમેરો પણ ઉડી ગયો. આવા અનેક કિસ્સા છે. મારી દુકાને LED લાઈટોના સમ્પર્ક આવનાર મોબાઈલની સ્ક્રીન ઊડી જાય કે કેમેરો બંધ થઈ જાય મધરબોર્ડ ઉડી જાય આવા અનેક ફોન રિપેર માટે આવે છે. જેથી જો આવું નુકસાન થતું હોય તો સમજો કે આંખોને કેટલું નુકસાન થતું હશે..? આતો જેની આંખમાં પ્રોબ્લેમ થાય તેનેજ ખબર પડે, સાદી રંગ બે રંગી લાઈટોથી પણ ડીજે સુંદર લાગે જેનો ખર્ચ પણ ઓછો હોય પછી મોંઘી LED લાઈટો ડીજે સંચાલકોએ દૂર કરવી જોઈએ એવું મારું માનવું છે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ” ને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં ૪૧ જિલ્લાકક્ષાના સહિત નર્મદા જિલ્લામાં શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલાના કેમ્પસમાં ધ્યાન શિબિર યોજાઈ હતી.
ICDS સાગબારાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા રિક્રીએશનલ હબ કેલેન્ડરની થીમ મુજબ કિશોરીઓમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.
સુરત પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો રાત્રિના સમયે એક કારમાં સોનાનો મોટો જથ્થો લઈ જવાના છે. આ બાબતે કામ કરતી વખતે પોલીસે સંબંધિત વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી. બાદમાં પોલીસે વાહનોની તપાસ કરતાં આ સોનું મળી આવ્યું હતું.