LTIMindtree નો નાણાકીય વર્ષ 2023નો મજબૂત રિપોર્ટ
વર્ષ દરમિયાન કરન્સી રેવન્યૂમાં 19.9% વધારો; ઓર્ડર ઇનફ્લો 4.87 ડૉલર રહ્યો
વૈશ્વિક ટેકનોલોજી કન્સલ્ટિંગ અને ડિજિટલ સોલ્યુશન્સ કંપની એલટીઆઈમાઇન્ડટ્રી (LTIMindtree) [NSE: LTIM, BSE: 540005], એ આજે તેના ચોથા ક્વાર્ટરના અને 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા પૂરા વર્ષનાં પરિણામો જાહેર કર્યા હતા જેને બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. LTIMindtree ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર દેબાશિસ ચેટર્જીએ જણાવ્યું કે, “અમે નાણાકીય વર્ષ 2023નો મજબૂત રિપોર્ટ જાહેર કરતા આનંદ અનુભવીએ છીએ, જેમાં વર્ષ દરમિયાન રેવન્યૂ કરન્સીનો વિકાસદર 19.9% નોંધાયો છે. ઉદ્યોગ ક્ષેત્રનું આ અગ્રીમ પરફોર્મન્સને કારણે અમને નાણાકીય વર્ષ 2024માં નફાકારક ગ્રોથ ચાલુ રાખીશું. અમે સંયુક્ત સિસ્ટમ અને પ્રોસેસમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે એ સંકલનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અમે તૈયાર છીએ. અમારી ચોથા ક્વાર્ટરની આવક ડૉલર 1.06 અબજ થઈ છે જે કોન્સ્ટન્ટ કરન્સીમાં વાર્ષિક 13.5% ટકા
તથા યુએસ ડૉલરના સંદર્ભમાં 11.9% વૃદ્ધિ દર્શાવે છે. આ ક્વાર્ટરમાં અમારો ઓર્ડર ઇનફ્લો ડૉલર 1.35 અબજ રહ્યો, જેને કારણે અમે આખા વર્ષના ડૉલર 4.87 અબજના ઓર્ડર ઇનફ્લો સુધી પહોંચી શક્યા. અમે ચોથા ક્વાર્ટરમાં 31 નવા ક્લાયન્ટ ઉમેર્યા છે અને અમારા ડૉલર 50 મિલિયન કરતાં વધુના ક્લાયન્ટની સંખ્યા બેથી વધીને 13 થઈ છે. અમારું વાર્ષિક ઓપરેટિંગ માર્જિન 16.2% રહ્યું અને બેઝિક ઈપીએસ રૂપિયા 149.1 રહ્યું. છેલ્લા ક્વાર્ટર દરમિયાન ક્લાયન્ટની જરૂરિયાતોમાં પરિવર્તન આવ્યું છે અને હવે અમે હવે અમે નવી જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યા છીએ જેથી બચત થઈ શકે જેને ફ્લાઇટ ટ્રાન્સફોર્મેશન યોજનાઓમાં વાપરવામાં આવશે.”
વર્ષાન્ત માર્ચ 31, 2023 યુએસ ડૉલરમાં:
- આવક $ 4,105.7 મિલિયન (વાર્ષિક વધારો 17.2%)
- ચોખ્ખો નફો $ 545.7 મિલિયન (વાર્ષિક વધારો 3.0%)
ભારતીય રૂપિયામાં:
- આવક ₹ 331,830 મિલિયન (વાર્ષિક વધારો 27.1%)
- ચોખ્ખો નફો ₹ 44,103 મિલિયન (વાર્ષિક વધારો 11.7%)
માર્ચ 31, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાનઃ
યુએસ ડૉલરમાં:
- આવક $ 1,057.5 મિલિયન (ક્વાર્ટર્લી વધારો 1.0% / વાર્ષિક વધારો 11.9%)
- ચોખ્ખો નફો $ 135.6 મિલિયન (ક્વાર્ટર્લી વધારો 11.6% / વાર્ષિક ઘટાડો 7.8%)
ભારતીય રૂપિયામાં:
- આવક ₹ 86,910 મિલિયન (ક્વાર્ટર્લી વધારો 0.8% / વાર્ષિક વધારો 21.9%)
- ચોખ્ખો નફો ₹ 11,141 મિલિયન (ક્વાર્ટર્લી વધારો 11.3% / વાર્ષિક 0.5%)
નાણાકીય વર્ષ 2023ની અન્ય મુખ્ય બાબતો:
ક્લાયન્ટ્સ:
- માર્ચ 31, 2023 ની સ્થિતિએ 728 સક્રિય ક્લાયન્ટ
- $1 કરતાં વધુના ક્લાયન્ટ 56 વધીને કુલ 383 થયા (ક્વાર્ટર 4માં 9 નો વધારો)
- $10 કરતાં વધુના ક્લાયન્ટ 5 વધીને કુલ 81 થયા (ક્વાર્ટર 4માં કોઈ પરિવર્તન નહીં)
- $50 કરતાં વધુના ક્લાયન્ટ 3 વધીને કુલ 13 થયા (ક્વાર્ટર 4માં 2 નો વધારો)
સંખ્યાબળ:
- માર્ચ 31, 2023 ની સ્થિતિએ 84,546 પ્રોફેશનલ્સ
- 12 મહિનામાં ઘટાડાનો દર 20.2%
સોદા પાર પડ્યા
-યુકેસ્થિત ટેકનોલોજી ઉત્પાદનો અને સર્વિસિસ રિટેલર કરીઝ દ્વારા મુખ્ય ડિજિટલ પરિવર્તન ભાગીદાર તરીકે પસંદગી. મલ્ટિ-મિલિયન ડૉલરની આ ભાગીદારી કરીઝને બજારમાં તેની સ્થિતિ મજબૂત કરવામાં મદદરૂપ થશે. LTIMindtree નું ધ્યેય કરીઝના ઓમ્નીચેનલ આવક સ્રોતમાં વધારો કરવાનો તથા ખર્ચમાં ઘટાડો કરવાનું છે.
-ઇન્ટેલિજન્ટ પાવર અને ઇમેજ સેન્સિંગ ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રણી કંપની onsemi એ તેનું નેક્સ્ટ જનરેશન એન્ટરપ્રાઇસ આઈટી સપોર્ટ પ્લેટફોર્મ વિકાસવા માટે એલટીઆઈમાઇન્ડટ્રી-ની વ્યૂહત્મક સર્વિસ પ્રોવાઇડર તરીકે પસંદગી કરી છે. લાંબાગાળા માટે થયેલા આ સોદા દરમિયાન LTIMindtree – onsemi ની આઈટી ટીમ સાથે સંકલન કરીને ઇનોવેશન કરશે તથા કાર્યક્ષમતામાં વધારો કરશે. Onsemi દ્વારા આઈટી પરિવર્તન એ તેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે જેથી કામગીરી સ્ટ્રીમલાઇન કરી શકાય તેમજ ઇલેક્ટ્રીક વેહિકલ, ADAS, વૈકલ્પિક ઊર્જા તેમજ ઔદ્યોગિક યાંત્રિકીકરણ જેવાં ક્ષેત્રોમાં રોકાણ વધારી શકાય.
-યુરોપની અગ્રણી નાણાકીય સંસ્થા હેલેનિક બેંક દ્વારા LTIMindtree ની એક્સક્લુઝિવ સ્ટ્રેટેજિક સોર્સિંગ ભાગીદાર તરીકે પસંદગી કરવામાં આવી છે, જેથી ડિજિટલાઇઝેશન દ્વારા તેના ગ્રાહકોને અપાતી સેવામાં સુધારો કરી શકાય, પ્રક્રિયા સરળ બની શકે અને સ્પર્ધાત્મક ઉત્પાદનો ઑફર કરી શકાય.
-હાઈ-પરફોર્મન્સ બિલ્ડિંગ સોલ્યુશન્સના એક ઉત્તર અમેરિકન ઉત્પાદકે તેની કામગીરીના ડિજિટલ પરિવર્તન માટે LTIMindtree ની પસંદગી કરી છે. એકમાત્ર ભાગીદાર તરીકે LTIMindtree તેના ક્લાયન્ટને હાઇબ્રિડ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા 100 કરતાં વધુ એન્ટરપ્રાઇસ એપ્લિકેશન તૈયાર કરવામાં મદદ કરશે.
-એક ફાઇનાન્સિયલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા લાંબાગાળાનો મલ્ટિ-મિલિયન ડૉલરનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો જેના હેઠળ તેમને એપ્લિકેશન અને ડેટા સર્વિસ પૂરી પાડવામાં આવશે.
-અમેરિકાની સૌથી વિશાળ પ્રોપર્ટી અને કેઝ્યુલ્ટી ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક સાથે સ્વતંત્ર ટેસ્ટિંગ સોદા પર હસ્તાક્ષર કર્યા.
-અમેરિકામાં સપ્લિમેન્ટલ ઈન્સ્યોરન્સ પૂરા પાડનાર એક અમેરિકન કંપનીએ લાંબાગાળાના AMS સોદા દ્વારા LTIMindtree સાથે ભાગીદારી કરી.
-કૃષિ સાધનો માટે એન્જિનિયર્ડ ઉત્પાદનો અને સેવાઓની એક વૈશ્વિક અગ્રણી કંપનીએ કન્સલ્ટિંગ અને ટેસ્ટિંગ સેવાઓ પૂરી પાડવા માટે પસંદગી કરી.
-અમેરિકાની એક અગ્રણી એરલાઇન દ્વારા એપ્લિકેશન મેન્ટેનન્સ સોદા માટે ભાગીદાર તરીકે LTIMindtree ની પસંદગી કરી.
કદર
-ક્વાર્ટર-1 2023માં ફોરેસ્ટર કસ્ટમર એનાલિટિક્સ સર્વિસિસ પ્રોવાઇડર્સ લેન્ડસ્કેપમાં માન્યતા.
-ગૂગલ ક્લાઉડ પાર્ટનર ઈકોસિસ્ટમ 2022 ISG Provider Lens™ માં ‘લીડર’ તરીકે ઉલ્લેખ.
-એવરેસ્ટ ગ્રુપના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કન્સલ્ટિંગ PEAK Matrix® એસેસમેન્ટ 2023માં LTIMindtree નો ‘મુખ્ય દાવેદાર’ તરીકે ઉલ્લેખ.
-2022માં ઓરેકલ એપ્લિકેશન સર્વિસિસ, વર્લ્ડવાઇડ માટે Gartner® Magic Quadrant™ તરીકે માન્યતા.
-2022માં SAP S/4HANA એપ્લિકેશન સર્વિસિસ, વર્લ્ડવાઇડ માટે Gartner® Magic Quadrant™ તરીકે માન્યતા.
પી એન્ડ સી ઈન્સ્યોરન્સ પીક મેટ્રિક્ષ એસેસમેન્ટ 2023માં એવરેસ્ટ ગ્રુપની એપ્લિકેશન
અને ડિજિટલ સર્વિસિસમાં ‘લીડર’ અને ‘સ્ટાર પરફોર્મર’ તરીકે ઉલ્લેખ.
LTIMindtree ના કૅનવાસ માટે 2023માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્સેલન્સ અવોર્ડ
વિજેતા.
સીબીઓ (કસ્ટમ બિઝનેસ ઓબ્જેક્ટ) ની રેમિડિશન અને ડીબી રેફરન્સ ડેટા રેમિડિશન
શ્રેણીઓમાં ડક ક્રીક ટેકનોલોજીસ તરફથી ઑનડીમાન્ડ એનેબલમેન્ટ ટૂલિંગ માટે
ઈનોવેશન અવોર્ડ્સ મેળવ્યા.
ઈકોનોમિક ટાઇમ્સ દ્વારા મહિલાઓ માટેના શ્રેષ્ઠ સંગઠનો પૈકી એક, 2023 તરીકે માન્યતા.
DivHERsity અવોર્ડ્સ 2023માં ‘વીમેન એલ એન્ડ ડી પ્રોગ્રામ્સ’ માં ટોચની 5 શ્રેષ્ઠ
ઈનોવેટિવ પ્રેક્ટિસિસ તથા ‘વીમેન રિટર્ની પ્રોગ્રામ્સ’ શ્રેણીઓમાં ટોચની 20 શ્રેષ્ઠ
ઈનોવેટિવ પ્રેક્ટિસિસ અવોર્ડ્સ માટે પસંદગી.
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.
ONGC Recruitment 2025: ONGC માં જીઓફિઝિસ્ટ અને AEE ની ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જેના માટે ઉમેદવારો ONGC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.