લેન્ક્સેસએ 2023ના પ્રથમ ક્વાર્ટરની આગાહી અનુસાર કમાણી પ્રાપ્ત કરી
સ્પેસિયાલિટી કેમિકલ કંપની લેન્ક્સેસએ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં આગાહી અનુસાર કમાણી હાંસલ કરી છે. અપવાદરૂપ ચીજો પહેલાની EBITDએ 189 મિલીયન યૂરો છે, જે માર્ચમાં 180 મિલીયન યૂરો થી 220 મિલીયન યૂરોની વચ્ચેની કરાયેલી આગાહી અનુસાર છે.
સ્પેસિયાલિટી કેમિકલ કંપની લેન્ક્સેસએ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં આગાહી અનુસાર કમાણી હાંસલ કરી છે. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 189 મિલીયન યૂરો છે, જે માર્ચમાં 180 મિલીયન યૂરો થી 220 મિલીયન યૂરોની વચ્ચેની કરાયેલી આગાહી અનુસાર છે. પાછલા વર્ષના 262 મિલીયન યૂરો સાથે તુલના કરતા જણાય છે કે આમ કમાણીમાં 27.9 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે વેચાણ મોટે ભાગે સ્થિર રહ્યુ હતું.
જે 1.899 અબજ યૂરોના સ્તરે હતું જો કે તે પાછલા વર્ષના 1.931 મિલીયન યૂરોની સામે 1.7 ટકાનો ઘટાડો દર્શાવે છે.
ખાસ કરીને કેટલાક ગ્રાહક ઉદ્યોગો જેમ કે બાંધકામમાં નરમ માગ હોવાના કારણે અને અનેક ગ્રાહકો દ્વારા સ્ટોક નહી કરવાના કારણે કમાણી સંકોચાઇ હતી. આવું ખાસ કરીને એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેસિયાલિટી એડીટીવ્સ સેગમેન્ટમાં જોવા મળ્યુ હતું. વેચાણ અને કમાણીના વધારાની તુલનામાં ઓછા વેચાણ વોલ્યુમો હોવા છતાં કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટ તંદુરસ્ત રહ્યુ હતું. માઇક્રોબાયલ કંટ્રોલ બિઝનેસ કે જે અમેરિકન કંપની IFF પાસેથી 2022ના મધ્યમાં ખરીદવામાં આવ્યા હતો તેણે ખાસ કરીને સકારાત્મક યોગદાન આપ્યુ હતુ. લેન્ક્સેસએ ફરી એક વાર કાચા માલ અને ઉર્જા ખર્ચમાં થયેલો વધારો સફળતાપૂર્વક પસાર કર્યો હતો અને દરેક સેગમેન્ટસમાં સકારાત્મક ચલણ અસરથી લાભ થયો હતો.
મુક્ત રોકડ પ્રવાહમાં વાર્ષિક ધોરણે 264 મિલીયન યૂરોનો વધારો થતા 112 મિલીયન યૂરો થયું હતુ. તેને મોસમી વધારા પદ્ધતિ હોવા છતાં સ્થિર કાર્યશીલ મૂડીનો ટેકો પ્રાપ્ત થયો હતો. સતત કામગીરીમાંથી પ્રાપ્ત થયેલી ચોખ્ખી આવક પાછલા વર્ષના 66 મિલીયન યૂરો બાદ 10 મિલીયન યૂરો સુધી પહોંચી હતી. અપવાદરૂપ ચીજો પહેલાના ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષે 13.6 ટકાની સામે 10.0 ટકા પ્રાપ્ત થયા હતા. જ્યારે અપવાદરૂપ ચીજો પહેલાના ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષન 13.6 ટકાની સામે 10.0 ટકા મેળવવામાં આવ્યા હતા.
અપેક્ષા અનુસાર, 2023નું વર્ષ કેમિકલ ઉદ્યોગ અને લેન્ક્સેસ માટે કપરું બની રહેશે. પ્રથમ ક્વાર્ટરના અમારા આંકડાઓ તેને વધુ સ્પષ્ટ કરે છે. તેથી સૌથી વધુ અગત્યનું એ છે કે અમારો ઊંચુ પર્ફોમન્સ ધરાવતા પ્લાસ્ટિક બિઝનેસને 1 એપ્રિલે વિચાર્યુ હતુ તેમ સંયુક્ત સાહસમાં ફેરવવામાં આવ્યો છે. આમ અમે સ્પેસિયાલિટી કેમિકલ્સ તરફ અમારા પોર્ટફોલિયોને વેગ આપ્યો છે અને અમારા સરવૈયાને મજબૂત બનાવ્યુ છે. તે બાબત અમને પ્રવર્તમાન કપરા પ્રવાહોમાં વધુ સ્થિતિસ્થાપક બનાવે છે." એમ લેન્ક્સેસ એજીના સીઇઓ મેથીયાસ ઝેચર્ટએ જણાવતા ઉમેર્યુ હતુ કે આમ છતાં વર્ષન બીજા તબક્કામાં આર્થિક સ્થિતિ વધુ સારી રહેશે, તે પણ અમારી કમાણીમાં પ્રતિબિંબીત થશે.
લેન્ક્સેસ અનિશ્ચિતતાના આગામી મહિનાઓ ઊંચા સ્તરો દ્વારા વર્ગીકૃત્ત આર્થિક રીતે પડકારજનક પર્યાવરણ હોવાનુ માને છે. તેથી જૂથ 2023ના બીજા ક્વાર્ટરમાં કમાણી પ્રથમ ક્વાર્ટર જેટલી જ રહેશે. વર્ષના બીજા તબક્કામાં લેન્ક્સેસ વૈશ્વિક અર્થતંત્ર ગતિ પકડતા કમાણીમાં સ્પષ્ટ રિબાઉન્ડ થાય તેવી શક્યતા છે, તેમાં ખાસ કરીને ચાઇનીઝ માર્કેટમાં સકારાત્મક પ્રગતિનો સમાવેશ થાય છે. આ સ્થિતિમા જૂથ અપવાદરૂપ ચીજો પહેલાની
ઇબીઆઇટીડીએ 2023ના સમગ્ર નાણાંકીય વર્ષમાં 850 મિલીયન યૂરોથી 950 મિલીયન યૂરોની વચ્ચે રહે તેવી અપેક્ષા સેવે છે.
લેન્ક્સેસએ સ્પેસિયાલિટી કેમિકલ્સ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે અને 1 એપ્રિલ, 2023ના રોજ ખાનગી ઇક્વિટી રોકાણકાર એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે સંયુક્ત સાહસમાં તેના હાઇ પર્ફોર્મન્સ મટિરિયલ્સ (HPM) બિઝનેસ યુનિટમાં સ્થાનાંતરિત કર્યું છે. ઉચ્ચ-પર્ફોમન્સ એન્જિનિયરિંગ પોલિમર માટેના સંયુક્ત સાહસને એન્વેલિયર કહેવામાં આવે છે. અને, HPMની સાથે, DSMના ભૂતપૂર્વ એન્જિનિયરિંગ મટિરિયલ્સ બિઝનેસનો પણ સમાવેશ થાય છે. લેન્ક્સેસ પાસે એન્વેલિયરમાં લગભગ 40 ટકા હિસ્સો છે, જ્યારે એડવેન્ટમાં લગભગ 60 ટકા હિસ્સો છે. સોદાના ભાગ રૂપે, લેન્ક્સેસને 31 માર્ચના રોજ એડવેન્ટથી લગભગ 1.27 બિલિયન યૂરોનુ પેમેન્ટ પ્રાપ્ત થયુ છે. જૂથ આનો ઉપયોગ મુખ્યત્વે દેવું ઘટાડવા અને આ રીતે તેની બેલેન્સ શીટને મજબૂત કરવા માટે કરશે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટનું વેચાણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 647 મિલિયન યૂરો જેટલું હતું, જે અગાઉના વર્ષના 506 મિલિયન યૂરોના આંકડા સામે 27.9 ટકા વધારે હતું. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 94 મિલિયન યૂરો સુધી પહોંચી ગઇ છે, જે અગાઉના વર્ષના E86 મિલિયન યૂરોના આંકડાની તુલનામાં 9.3 ટકા વધી છે. જુલાઈ 2022માં IFF પાસેથી હસ્તગત કરાયેલ માઇક્રોબાયલ કંટ્રોલ વ્યવસાયના યોગદાનથી
સેગમેન્ટને ખાસ કરીને ફાયદો થયો હતો. તમામ સેગમેન્ટના વ્યવસાયિક એકમોએ પણ ઉચ્ચ વેચાણ કિંમતો હાંસલ કરી છે. નીચા વેચાણની માત્રા અને સપ્લાયરની ડિલિવરી સમસ્યાઓએ કમાણી પર નકારાત્મક અસર કરી હતી. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 14.5 ટકા હતી, જે એક વર્ષ અગાઉ 17.0 ટકા હતી.
ખૂબ જ મજબૂત પાછલા વર્ષના ત્રિમાસિક ગાળાની સરખામણીએ, સ્પેસિયાલિટી એડિટિવ્સ સેગમેન્ટમાં વેચાણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 730 મિલિયનથી યૂરોથી 9.0 ટકા ઘટીને 664 મિલિયન યૂરો થયુ છે. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 136 મિલિયન યૂરોથી 27.9 ટકા ઘટીને 98 મિલિયન યૂરો થઈ છે. કમાણી ખાસ કરીને બાંધકામ અને ઓટોમોટિવ ઉદ્યોગોની નબળી માંગને કારણે મર્યાદિત હતી. સેગમેન્ટના તમામ
બિઝનેસ યુનિટ્સમાં પાછલા વર્ષના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વોલ્યુમ ઓછું થયું છે.
યુ.એસ.માં હવામાન-સંબંધિત ઉત્પાદન સુવિધા બંધ થવાથી અને વધુ નૂર ખર્ચને કારણે પણ કમાણી ઘટી હતી. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ માર્જિન 14.8 ટકા હતો, જે અગાઉના વર્ષના ક્વાર્ટરમાં 18.6 ટકા હતો.ખાસ કરીને બાંધકામ અને રાસાયણિક ઉદ્યોગોની
નબળી માંગને કારણે અને વેચાણના નીચા વોલ્યુમે એડવાન્સ્ડ ઈન્ટરમીડીયેટ્સ સેગમેન્ટના વેચાણ અને કમાણી પર નકારાત્મક અસર કરી હતી.
516 મિલિયન યૂરો સાથે, પ્રથમ ક્વાર્ટરમાં વેચાણ 613 મિલિયન યૂરોના પાછલા વર્ષના આંકડા કરતાં 15.8 ટકા ઓછું હતું. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 44 મિલિયન યૂરો છે, જે અગાઉના વર્ષના 87 મિલિયન યૂરોના આંકડાથી 49.4 ટકા ઓછી છે. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ માર્જિન 8.5 ટકા હતો, જે અગાઉના વર્ષના ક્વાર્ટરમાં 14.2 ટકાના સ્તરે હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.