૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ
મનોરંજનનો મહાથાળ એટલે નાટ્યોત્સવ : ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ, સતત સાત દિવસ સુધી માત્ર ને માત્ર ગુજરાતી નાટકોનો મહતોત્સવ યોજાયો હોય એવું તમને યાદ છે ? કારણ કે આવું છેલ્લા બે ત્રણ દાયકામાં આવું બન્યું હોય એવું તો મને પણ યાદ નથી આવતું . એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવેલા આ નાટ્યોત્સવમાં માત્ર ગુજરાતી ભાષાના નાટકો જ માણવા મળશે.
વિવેક શાહ પ્રોડક્શન્સ એટલે કે જેમણે નાટકોના અને બીજા બધા પ્રોગ્રામનાં બે હજારથી વધુ શો કર્યા છે. આ અગાઉ પણ પાંચ દિવસના નાટ્યોત્સવ ૧.૦ નું આયોજન કર્યું હતું . જેની સફળતાથી પ્રેરાઈને આ વરસે અગાઉ કરતા પણ વધુ મોટા પાયે સાત દિવસના નાટ્યોત્સવ ૨.૦ નું આયોજન કર્યું છે. જેમાં એમની સાથે જોડાયા છે જે.કે.ઇવેન્ટસ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ અને જંપસ્ટાર્ટ ક્રિએટિવ લેબ્સ.આ નાટ્યોત્સવ ૨૩ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ અમદાવાદ ખાતે ભજવાશે .
એક સપ્તાહ સુધી ચાલનારા આ મહાનાટ્યોત્સવમાં બધા જ નાટકો અલગ અલગ ઝોનર માં ભજવાશે.આ નાટકોના નામ છે અંત વગરની વાત, લગ્ન કર્યા ને લોચા પડ્યા , એટલે પ્રેમ , આઓ કભી હવેલી પે , સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર , અંદર અંદર પોરબંદર , ગુજરાતીમાં કેટલા અને વિદેશી વહુ તને શું કહું ? હવે નાટકોના નામ વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ નાટકોના ઝોનર શું હશે ?
આ નાટકો લવ સ્ટોરી , કોમેડી , હોરર કોમેડી , સામાજિક કોમેડી , સાયકો થ્રીલર વગેરે વગેરે.વળી પાછું આમાં ગુજરાતી ભાષા જે લુપ્ત થઈ રહી છે એ વિષય પર પણ નાટક ભજવાશે.આ દરેક નાટકના વિષય વસ્તુ શું હશે એની પર એક નજર કરીએ ?
સૌ પ્રથમ નાટક અંત વગરની વાત ભજવાશે એની મૂળ વાત એવી છે કે એક કપલ છે . જેમાં પત્ની લેખક છે અને પતિ પ્રોફેસર . પત્ની ખૂબ સફળ લેખક છે પણ એને દરેક નાટક ભજવીને લખવાની આદત છે . હવે આ જ આદત પતિને ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે. પતિ ને ડોકટર દ્વારા એવું જાણવા મળે છે કે એમની વાઇફની આ તકલીફ ત્યારે જ દૂર થશે કે જ્યારે એમની વાઇફ નાં મગજ પર કોઈ મોટી ઘટના અસર કરશે અને પછી પતિ પોતાની પત્નીને સાજી કરવા પોતાનો જીવ આપી દે છે.
બીજા દિવસે લગ્ન કર્યા ને લોચા પડ્યા નાટક છે જેની મૂળ વાત એવી છે કે રિતુ જે ખૂબ અમીર પરિવારમાંથી આવે છે અને અભય મિડલ ક્લાસ ફેમિલીમાં આવે છે . એ લોકો લગ્ન તો કરી લે છે પણ અભય લગ્નને બચાવવા શું શું કરે છે એ વાત આ નાટકની મૂળ હાર્દ છે.
ત્રીજા દિવસે એટલે પ્રેમ અને આઓ કભી હવેલી પે નાટક છે. આ બન્ને નાટકો એકાંકી છે . એટલે પ્રેમ નાટકોનો સાર એવો છે કે બે પ્રેમી છે ધરા અને વ્યોમ . બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે પણ વ્યોમને કવિતા શીખવા માટે મુંબઈ જવું પડે છે અને ધરા આ વાત સહન નથી કરી શકતી . આ નાટક જોઈને તમારી આંખમાં ચોક્કસ આંસુ આવી જ જશે. આની સાથે સાથે બીજુ નાટક જે ભજવાશે આઓ કભી હવેલી પે એનો હાર્દ છે કે ત્રણ ભાઈબંધો એક હવેલીમાં ફરવા જાય છે ત્યાં એમને અમુક હોરર અનુભવ થાય છે અને એની સાથે સાથે કોમેડી પણ સર્જાય છે.ચોથા દિવસે સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર એક સામાજિક કોમેડી નાટક છે.જેમાં સસરાની જમાઈ સાથે શું હાલત થાય છે એ વાત આ પાત્રો દ્વારા રમુજી રીતે દર્શાવવામાં આવ્યું છે.
પાંચમા દિવસે અંદર અંદર પોરબંદર નાટક ભજવાશે . જેમાં પોતાની પત્નીની શાન ઠેકાણે લાવવા પતિ શું કરે છે એ બહુ જ કોમેડી વે માં રજુ કરવામાં આવ્યું છે.છઠ્ઠા દિવસે ગુજરાતીમાં કેટલા ? નાટક રજુ થશે . જેમાં ગુજરાતી ભાષા પ્રત્યે ઓછા થતા વલણ સામે એક શિક્ષક અવાજ ઉઠાવે છે . અને છેલ્લા દિવસે વિદેશી વહુ તને શું કહું ? નાટક ભજવાષે . જેમાં વિદેશની છોકરી સાથે જયેશ લગ્ન કરે છે અને પછી જયેશની મમ્મી વિદેશ આવે છે ત્યાં જયેશની મમ્મીની વાતો એની પત્ની નથી સમજી શકતી અને એની મમ્મીની વાતો એની પત્ની નથી સમજી શકતી. આમ રમુજી રીતે આ નાટક રજૂ થશે .
આવા અભૂતપૂર્વ નાટકોની વિશેષતા જણાવતા વિવેક શાહ પ્રોડક્શન્સ કહે છે કે સતત સાત દિવસ સુધી અલગ અલગ પ્રકારના અને એમાં પણ માત્ર ગુજરાતી ભાષાના જ નાટકો હોય એવું મારી જાણમાં આવ્યું નથી . અને આ નાટયોત્સવ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે બીજી ભાષાઓનું ચલણ વધી રહ્યું છે. પારકી ભાષા શીખો એની નાં જ નથી પણ પોતાની ભાષા માટેનો પ્રેમ તો પહેલા જ હોવો જોઈએ ને ? બસ આ જ સંદેશ લોકો સુધી પહોંચે એના માટે આટલા મોટા નાટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવેક શાહ પ્રોડક્શન્સ સાથે જોડાણ કરનારા જે.કે.ઇવેન્ટસ એન્ડ એડવર્ટાઇઝમેન્ટનાં જય પંડ્યા કહે છે કે નાટક એ દર્શકો સુધી પહોંચવાનું સુધી માધ્યમ છે અને આમાં કામ કરતા કલાકારો સખત મહેનત કરે છે . તો એ બધાને પ્રોત્સાહન મળે એ હેતુથી આ નાટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત એમનું એવું પણ કહેવું છે કે આ નાટકોના માધ્યમથી ઘણા સારા સારા સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય છે . એટલે એમની એવી ઈચ્છા છે કે આ પ્રકારના નાટયોત્સવ માત્ર અમદાવાદ જ નહિ પણ બીજી બધી સિટીમાં પણ થાય અને દર ત્રણ કે ચાર મહિનાના ગાળામાં એક સાપ્તાહિક નાટયોત્સવનું આયોજન થાય. જય પંડ્યા અને એમની ટીમ આ પ્રકારના નાટયોત્સવનો સિલસિલો ચાલુ જ રાખવા માંગે છે. જય પંડ્યા લોકોના મનમાં એવો ઉત્સાહ જગાડવા માંગે છે કે લોકો જેમ સિરિયલ કે વેબસિરીઝ નાં એક એક એપિસોડ આતુરતાથી રાહ જોતા હોય એવી જ રીતે નાટયોત્સવ માટે પણ લોકોના મનમાં આતુરતા રહે.
તો હવે તમે રાહ શેની જુઓ છો ? એક સપ્તાહ સુધી ચાલનારા મનોરંજનના મહાથાળ એવા નાટયોત્સવ ૨.૦ ને માણવા તૈયાર થઈ જાઓ.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.