સાયન્સ સિટી ખાતે 'વર્લ્ડ ફિશરીઝ ડે' નિમિત્તે 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023' નો પ્રારંભ
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે 'વર્લ્ડ ફિશરીઝ ડે' નિમિત્તે 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નો પ્રારંભ કરાવ્યો. બે દિવસીય કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000થી વધુ સહભાગીઓ ભાગ લેશે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'વર્લ્ડ ફિશરીઝ ડે' નિમિત્તે બે દિવસીય 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્ઝીબિશન પેવિલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ ગ્લોબલ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે એ આપણું સૌભાગ્ય છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો. આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023ના વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ આગવી કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ - વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ,પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા સૌ લોકોને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને એક મંચ પર લાવશે. આ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ સહિત આ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ અનેકવિધ વિવિધતાપૂર્ણ સેમિનાર્સ, ડિસ્કશન, કોન્ફરન્સ અને ડેલીબરેશનમાં સહભાગી થશે અને મત્સ્યોદ્યોગના વૈશ્વિક પડકારો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરશે.
આ ઐતિહાસિક કોન્ફરન્સ થકી તેઓને દેશ-વિદેશમાં આ ક્ષેત્રે અપનાવવામાં આવતી વિવિધ તકનીકો, પદ્ધતિઓ, યોજનાઓ બાબતે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થશે. મત્સ્ય ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય કારોબાર સહિત આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પડકારો અને સંભાવનાઓ તથા તેના સમાધાનો અંગે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે. આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે 'વે ફોરવર્ડ' સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
"અમદાવાદની ટોચની 6 લગ્ઝરી સોસાયટીઓ વિશે જાણો, જ્યાં ગુજરાતના ધનાઢ્યો વૈભવી જીવનશૈલી જીવે છે. સત્યમેવ એલિસિયમ, ગોદરેજ ગાર્ડન સિટી, મીડોઝ, કાસા વ્યોમા, સુપર સિટી અને ઓર્કિડ વ્હાઇટફિલ્ડની આધુનિક સુવિધાઓ અને વિશેષતાઓની વિગતો મેળવો."
"સરખેજ પોલીસે અમદાવાદમાં નકલી પોલીસ બનીને એક શિક્ષકને લૂંટનાર સલીમ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓ સામે ૧૩ થી વધુ કેસ નોંધાયેલા છે. આ સમાચાર લેખમાં ઘટનાની સંપૂર્ણ વિગતો વાંચો."