રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં અગ્રણી અપરાજિતાએ સીટીઓની નિયુક્તિ કરી
ટેકનોલોજી આધારિત કોમ્પ્લાયન્સ સોલ્યુશન્સ પૂરી પાડતી અગ્રણી કંપની અપરાજિતાએ તેનાં નવા ચીફ ટેકનોલોજી ઓફિસર CTO) તરીકે ડો. વેણુ મૂર્થીની નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ કંપનીની ટેકનોલોજી લીડરશીપને મજબૂત કરવાનાં અને સ્પર્ધાત્મક બજારમાં ઇનોવેશન કરવાનાં કંપનીનાં પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.
ટેકનોલોજી આધારિત કોમ્પ્લાયન્સ સોલ્યુશન્સ પૂરી પાડતી અગ્રણી કંપની અપરાજિતાએ તેનાં નવા ચીફ ટેકનોલોજી ઓફિસર CTO) તરીકે ડો. વેણુ મૂર્થીની નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ કંપનીની ટેકનોલોજી લીડરશીપને મજબૂત કરવાનાં અને સ્પર્ધાત્મક બજારમાં ઇનોવેશન કરવાનાં કંપનીનાં પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.
ડો. મૂર્થી સીટીઓ તરીકે અપરાજિતાને ખાસ કરીને ગવર્નન્સ, રિસ્ક અને કોમ્પ્લાયન્સ સોલ્યુશન્સ(GRC) માં સર્વિસ-કેન્દ્રીમાંથી પ્રોડક્ટ-કેન્દ્રી મોડેલમાં પરિવર્તિત કરવાનો ધ્યેય ધરાવે છે. ડો. મૂર્થીએ અગાઉ થોટવર્ક્સ, યુનિસિસ, આઇબીએમ અને ઇન્ફોસિસ જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તેઓ ફોર્બ્સ ટેકનોલોજી કાઉન્સિલનાં સભ્ય છે અને કેટલાંક રિસર્ચ પેપર્સ પણ લખ્યાં છે.
અપરાજિતાના મેનેજિંગ ડિરેક્ટર નાગરાજ ક્રિશ્નને જણાવ્યું હતું કે, “અમે ડો. મૂર્થીને આવકારતા ખુશી અનુભવીએ છીએ. તેઓ ટેકનોલોજી સ્ટ્રેટેજી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર, ડેટા એનાલિટિક્સ, સાયબરસિકયોરિટી, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સારું એવું જ્ઞાન ધરાવે છે. અમને વિશ્વાસ છે કે તેમની નિપુણતાથી અપરાજિતાને આગામી પાંચ વર્ષમાં એક અબજ ડોલરની કંપની બનવામાં મદદ મળશે.”
ડો. મૂર્થીએ જણાવ્યું હતું કે, “અપરાજિતામાં જોડાતાં હું સન્માનની લાગણી અનુભવું છું અને ઇનોવેશનમાં મારા અનુભવનો લાભ આપીને સતત બદલાતા જતા ટેકનોલોજી ક્ષેત્રમાં કંપનીને નવી ઊંચાઇએ પહોંચાડવા માટે આશાવાદી છું.”
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય મહાનગરોમાં ભાવ સ્થિર છે, અન્ય શહેરોમાં વધઘટ નોંધવામાં આવી છે.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બેન્ક, કેપિટલ ગુડ્સ, આઈટી, ફાર્મા 1-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ, મીડિયા 1-1 ટકા વધ્યા હતા.