ગુજરાતમાં લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસમાં વધારોઃ ડોક્ટર્સ
મુખ્યત્વે કોવિડ બાદ ગુજરાતમાં મોસમી વાઇરલ હેપેટાઇટિસ કેસોમાં વધારો,લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસોમાં પણ વધારો જોવા મળ્યો
અમદાવાદ : અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા 16 એપ્રિલ, 2023ના રવિવારના રોજ આયોજિત કોન્ફરન્સ – ‘રિસન્ટ એડવાન્સિસ એન્ડ કોન્ટ્રોવર્સીસ ઇન હેપેટોલોજી (રીચ)’માં ડોક્ટર્સે ગુજરાતમાં કોવિડ બાદ લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસમાં વધારો થયો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિશેષ કરીને કોવિડ બાદ મોસમી વાઇરલ હેપેટાઇટિસના કેસમાં વધારાને તેના માટે કારણભૂત ગણવામાં આવ્યાં છે. ડોક્ટર્સે કહ્યું હતું કે આ પ્રકારના કેસોમાં લક્ષણો સામાન્યથી વધુ સમય સુધી જોવા મળે છે તેમજ લીવર ફેઇલ થવાની ઘટનાઓમાં વૃદ્ધિ થાય છે, જે કોવિડ પહેલાના સમયમાં સંભવ ન હતું.
આ કોન્ફરન્સમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ, લીવર કેન્સર અને સિરોસિસમાં પડકારો તથા નવીન સારવાર પદ્ધતિઓ વિશે ચર્ચા કરાઇ હતી. તેમાં સમગ્ર ગુજરાતમાંથી 100થી વધુ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જને ભાગ લીધો હતો. નિષ્ણાંકોએ ‘ઇન્ફેક્શન્સ ઇન સિરોસિસ – વરિંગ ડેટા ફ્રોમ ગુજરાત’, ‘ઇમ્યુનોથેરાપી ઇન લીવર કેન્સર’, ‘ઓટોઇમ્યુન હિપેટાઇટિસ – ટ્રીટીંગ સ્ટીરોઇડ રેઝિસ્ટન્ટ કેસિસ’, ‘ચેલેન્જીસ એક્સેસિંગ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ ઓવરવ્યુ ઓફ પીડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટેશન’ અને ‘એન અપડેટ ઓન ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ઇન લીવર ટ્રાન્સપ્લાન્ટેશન’ જેવાં મહત્વપૂર્ણ વિષયો ઉપર વક્તવ્ય આપ્યાં હતાં.
આ કોન્ફરન્સમાં ભારતમાં લીવર કેન્સરની સારવાર માટે ઉપલબ્ધ નવી સારવાર વિશે પણ ચર્ચા કરાઇ હતી. 19 એપ્રિલના રોજ ઉજવાતા વર્લ્ડ લીવર ડે પહેલાં અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના કન્સલ્ટન્ટ હેપેટોલોજીસ્ટ એન્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. પથિક પરીખે કહ્યું હતું કે, “લીવર કેન્સરની સારવારમાં 180-ડિગ્રીનો બદલાવ આવ્યો છે. સારવારની તમામ નવી પદ્ધતિઓ ભારતમાં ઉપલબ્ધ છે. આ વિકાસ છેલ્લાં બે વર્ષમાં થયો છે. લીવર કેન્સરની સારવારમાં ઇમ્યુનોથેરાપી અને રેડિયોથેરાપીનો ઉપયોગ સામેલ છે.”
હેપેટોલોજી ક્ષેત્રના જાણીતા નિષ્ણાંતો જેમકે બર્મિંઘમ યુકેના લીવર ટ્રાન્સપ્લાન્ટ અને એચબીપી સર્જન ડો. ડેરિયસ મિર્ઝા, હેપેટોબિલરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ચીફ કન્સલ્ટન્ટ અને પ્રોગ્રામ ડાયરેક્ટર, જીઆઇ, ડો. ચિરાગ દેસાઇ અને અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ગેસ્ટ્રોએન્ટેરોલોજી/હેપેટોલોજીના ચીફ કન્સલ્ટન્ટ ડો. શ્રવણ બોહરાએ પણ કોન્ફરન્સમાં તેમના
મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યાં હતાં.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.