GNLU ખાતે લોન તથા સહાય વિતરણ સમારોહ યોજાશે
અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને આવતીકાલ તા. ૨૨ માર્ચે ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ખાતે લાભાર્થીઓને લોન તથા સહાય વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા નિગમોના જુદી જુદી યોજનાઓના અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ એમ કુલ આઠ જિલ્લાના લાભાર્થીઓને લોન તથા સહાય વિતરણ કરાશે તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની યાદીમાં જણાવાયું હતું.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ૩,૯૯,૨૯૧ લાભાર્થીઓને રૂ. ૫૧૪.૭૧ કરોડના લાભોનું વિતરણ કરાશે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ તથા તે હસ્તકના વિકસતી જાતિના ૩,૯૬,૯૩૯ લાભાર્થીઓને રૂ.૪૭૨.૨૧ કરોડ અને નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા તે હસ્તકના નિગમોમાં અનુસૂચિત જાતિના ૨૩૧૬ લાભાર્થીઓને રૂ. ૪૨.૧૪ કરોડ તથા ગુજરાત વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમના ૩૬ લાભાર્થીઓને રૂ.૦.૩૬ કરોડની લોન તથા સહાયનું વિતરણ કરાશે
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર, ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ, લક્ષ્મણજી ઠાકોર, જયંતિભાઈ પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના અનુસૂચિત જાતિના કાઉન્સિલર ઉપસ્થિત રહેશે.
"જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનમાં ફસાયેલા 50 ગુજરાતી મુસાફરોની સલામતી માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની તાત્કાલિક કાર્યવાહી. જાણો બચાવ કામગીરી, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના સંકલનની સંપૂર્ણ વિગતો."
"ગાંધીનગરના સરગાસણમાં MKC ટાવરમાં 20 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ લાગી, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો અને અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી આગને કાબૂમાં લીધી. વધુ જાણો આ ઘટના વિશે."
"ડાંગ-સાપુતારા ઘાટ પર મીઠાના સરઘસ માટે જઈ રહેલો ટેમ્પો પલટી જતાં ૧૩ લોકો ઘાયલ. અકસ્માતનું કારણ, સારવાર અને નવીનતમ અપડેટ્સ જાણો. કીવર્ડ્સ: ડાંગ અકસ્માત, સાપુતારા ઘાટ, ટેમ્પો પલટી ગયો."