લોકલ ક્રાઇમ બ્રાન્ચે તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મહુવા થી ચોરીની મોટરસાયકલ સાથે ઈસમની ધરપકડ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડે મહુવાના જાફરાબાદના ઈસમની મોટરસાઈકલ ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. મોટરસાઇકલ રિકવર કરવામાં આવી હતી અને આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 379 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
(પ્રતિનિધિ કિશોર સોલંકી)જાફરાબાદ: જાફરાબાદ ના ઈસમને ચોરીમાં ગયેલ મોટરસાયકલ કિ. રૂ. ૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત કલ - ૨ ને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. શીંગરખીયા, પો. સબ. ઇન્સ્પેક્ટર શ્રી પી. બી. જેબલીયા, એલ. સી. બી. ના પોલીસ કર્મચારીઓ તથા પો. સબ. ઇન્સ્પેક્ટર શ્રી કે. એમ. પટેલ પેરોલ ફર્લો સ્કવોડ ના પોલીસ કર્મચારીઓ ને ભાવનગર શહેર - ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ તા/૦૯/૦૯/ ૨૦૨૩ ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ ના માણસો મહુવા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન પો. કો. તરૂણભાઈ નાંદવા તથા ભદ્દેશભાઈ પંડ્યા ને બાતમી મળેલ કે પીળાં કલરનુ ટી-શર્ટ તથા બજરીયા કલરનુ પેન્ટ તથા સફેદ ટી-શર્ટ તથા આછા કબુતરી કલરનુ જીન્સ પેન્ટ પહેરીને કાળા કલરનાં પીળા પડ્ડાવાળા ચોરાઉ બજાજ પ્લેટીના મોટરસાયકલ સાથે બે માણસો મહુવા નેસવડ ચોકડી ઉભા છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ આવતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા નીચે મુજબના માણસ નીચે મુજબના મોટરસાયકલ સાથે હાજર મળી આવેલ જે મોટરસાયકલ તે ક્યાંકથી ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા નિચે મુજબના માણસની પુછપરછ દરમિયાન આજથી દસેક દિવસ પહેલા રૂપિયાની જરૂર હોવાથી રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ બંને જણા એ મહુવા, અશોકવાટિકા સ્વામિનારાયણ ધામની પાછળથી મોટરસાયકલ ની પીન કાઢીને ડાયરેક્ટર કરી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જે અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ પકડાયેલ ઈસમો દિપકભાઈ શામજીભાઈ ચૌહાણ ઉ. વ. ૪૫, રહે જે. પી. - સોસાયટી વાલ્મીકિ વાસ , જાફરાબાદ (૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ બજાજ કંપનીનું કાળા કલરનુ પીળા પડ્ડાવાળુ પ્લેટીના મોટરસાયકલ કિ. રૂ. ૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓ મહુવા પો. સ્ટે. પાર્ટ. એ. ગુ. ર. નં. ૧૧૧૯૮૦૩૫૨૩૧૦૮૭ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ I/C પો. સ્ટે. ઇન્સ્પેક્ટર શ્રી બી.એચ. શીંગરખીયા પો. સબ ઇન્સ્પેક્ટર શ્રી કે. એમ. પટેલ શ્રી પી.બી. જેબલીયા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા ઈસમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.
નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવાવામાં આવે છે.