લોકસભા ચૂંટણી: ભાજપ આવતીકાલે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે! મહત્વની બેઠકમાં લેવાશે ફેસલો
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે મહત્વની બેઠક યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં લગભગ 100 ઉમેદવારોના નામ ફાઈનલ થવા જઈ રહ્યા છે.
નવી દિલ્હી. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે મહત્વની બેઠક મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં લગભગ 100 ઉમેદવારોના નામ ફાઈનલ થવા જઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ પ્રથમ બેઠક છે. સાંજે 6 વાગ્યાથી બીજેપી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો હાજર છે. ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં મોટાભાગે તે બેઠકોનો સમાવેશ કરવામાં આવશે જેમાં ભાજપ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હારી ગયું હતું. જેમાં ઉત્તર પ્રદેશની 14 લોકસભા સીટોનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિવાય તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઓડિશા, મહારાષ્ટ્રની હારેલી બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપ આવી 160 જેટલી સીટો પસંદ કરી ચૂકી છે. જેમાં કાં તો ભાજપ જીતી શક્યું નથી અથવા તો બહુ ઓછા મતોથી ચૂંટણી જીતી હતી. તેથી, ભાજપ લગભગ એક વર્ષ પહેલા ક્લસ્ટર ઇન્ચાર્જની નિમણૂક કરીને તેમની સાથે કામ કરી રહ્યું છે. તે બેઠકો પૈકી 100 જેટલી બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પહેલા છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભાજપની તમામ રાજ્યોની કોર કમિટીની બેઠકો યોજાઈ ચુકી છે. આ બેઠકમાં સંબંધિત રાજ્યો સાથે સંકળાયેલા તમામ અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં ચૂંટણીને લગતી મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.
રામદાસ આઠવલેએ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણીનો બચાવ કરતાં રાજકીય વિવાદ ફાટી નીકળ્યો. કોંગ્રેસે રાજીનામાની માંગ કરી છે, જ્યારે ભાજપે કોંગ્રેસ પર આંબેડકરના વારસાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 25 ઉમેદવારોના નામ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા અને હવન કર્યા હતા. આ પછી તેમણે મંદિર પરિસરમાં 74 કિલો લાડુનો પ્રસાદ વહેંચ્યો હતો.