લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કર્યા
રૂ. 49,999-175,000ની પ્રાઇસ રેન્જમાં લોર્ડ્સ ઓટોમેટિવના લક્ષિત બજાર દેશભરના ટિયર 2 અને ટિયર 3 શહેરો
છે, લોર્ડ્સ ઓટોમેટિવ એ સરળ ધિરાણના વિકલ્પો ઉપલબ્ધ કરાવવા માટે અગ્રણી કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓ અને
ફિનટેક સાથે પણ જોડાણ કર્યું છે.
લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની લોર્ડ્સ ઓટોમેટિવ પ્રાઇવેટ લિમિટેડ એ દેશના વિકાસી રહેલા ઇલેક્ટ્રીક વ્હિકલ સેગમેન્ટમાં માર્કેટ લીડર તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે આઠ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (EVs)ની એક વિશેષ શ્રૈણીનું લોન્ચિંગ કર્યું છે.
લોર્ડ્સ ઓટોમેટિવે 6 થ્રી-વ્હીલર (3W) ઇવી મોડલ લોન્ચ કર્યા છે - લોર્ડ્સ કિંગ ઇ-રિક્ષા, લોર્ડ્સ સમ્રાટ ઇ-લોડર, લોર્ડ્સ સાવરી બટરફ્લાય ઇ-રીક્ષા, લોર્ડ્સ ગતિ બટરફ્લાય ઇ-લોડર, દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી લોર્ડ્સ ગ્રેસ ઇ- રીક્ષા, લોર્ડ્સ સ્વચ્છ યાન ઇ-ગાર્બેજ સાથે 2 હાઇ-સ્પીડ ટુ-વ્હીલર (2W) ઇવી સ્કૂટર મોડલ - લોર્ડ્સ ઇગ્નાઇટ હાઇ સ્પીડ ઇ- સ્કૂટર અને લોર્ડ્સ પ્રાઇમ હાઇ સ્પીડ ઇ-કાર્ગો સ્કૂટર લોચ કર્યા છે.
આ ઇલેક્ટ્રીક વ્હિકલ્સ રૂ. 49,999-175,000ની પ્રાઇસ રેન્જમાં દેશભરના ડીલરો, વિતરકો અને અંતિમ વપરાશકારો માટે ઉપલબ્ધ છે. પ્રારંભિક તબક્કામાં, કંપની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી એનસીઆર, કર્ણાટક, તમિલનાડુ, બિહાર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરળ, ગુજરાત, રાજસ્થાન અને આસામમાં ટીયર- 2 અને ટીયર- 3 શહેરોને લક્ષિત બનાવ્યા છે.
ટુ- વ્હિલર અને થ્રી- વ્હિલરના અત્યાધુનિક 8 વેરિઅન્ટ્સનું મેગા લોન્ચિંગ એ ભારતમાં ગ્રીન મોબિલિટી ક્રાંતિમાં સક્ષમ ભૂમિકા ભજવવા માટે લોર્ડ્સ ઓટોમેટિવના ધ્યેયને અનુરૂપ છે. સિલવાસા, લખનૌ, ગુરુગ્રામ અને ફરીદાબાદ ખાતે કંપનીના અત્યાધુનિક પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ થયેલા ઇવી મજબૂત બેટરી ક્ષમતા, એડવાન્સ ફિચર્સ અને પેલોડ સાથે મુસાફરી અને લસામાનના પરિવહન માટે શ્રેષ્ઠત્તમ સલામતી અને સગવડતા પુરી પાડે છે.
લોર્ડસ માર્ક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીમાન સચ્ચિદાનંદ ઉપાધ્યાયે લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ 8 અત્યાધુનિક ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું લોન્ચિંગ એ અમારી યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સમગ્ર દેશભરમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ક્રાંતિ લાવવી એ અમારું મિશન છે. અમારુ માનવું છે કે, પેસેન્જર અને માલસામાનના પરિવહનમાં મોટા પાયે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ અપનાવવાથી પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે અને ભારતમાં ઇવી ક્રાંતિને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવશે.
અમારા ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને ટકાઉ મોબિલિટી સોલ્યુશન ઓફર કરવા માટે સુસજ્જ છે. અમે અમારી ઇલેક્ટ્રિક વ્હિકલ્સની ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખીશું કારણ કે સ્થાનિક ઇલેક્ટ્રિક વ્હિકલ્સ બજાર હાલમાં ટકાઉ મોબિલિટી, ગ્રાહક માંગમાં વૃદ્ધિ અને ઇવી ટેક્નૉલૉજીમાં પ્રગતિ પર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવાથી ઝડપી વિકાસ પામી રહ્યું છે.”
લોર્ડ્સ ઓટોમેટિવ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શ્રીમાન ડો. વીર સિંહે જણાવ્યું હતું કે, “લોર્ડ્સ ઓટોમેટિવ પ્રતિસ્પર્ધાત્મકતા ધારવે છે જે તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, ચોવીસ કલાક કસ્ટમર્સ સપોર્ટને આભારી છે, જે ખાતરી કરે છે કે દરેક ક્લાયંટ બેસ્ટ-ઇન- ક્લાસ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાપ્ત કરે છે. આ આઠ આધુનિક ઇલેક્ટ્રિક વ્હિકલનું લોન્ચિંગ અમારી અત્યાધુનિક ક્ષમતા દર્શાવે છે. અમે લોકોને, વાજબી અને વિશ્વાસપાત્ર સમાધાન ઉપલબ્ધ કરાવીને ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સ્વીકૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. સુવિધાજનક ડોરસ્ટેપ સર્વિસ, બિઝનેસ પ્રમોશન, સમર્પિત માર્કેટિંગ અને સેલ્સ સપોર્ટ સાથે, અમે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સેગમેન્ટમાં અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.”
લોર્ડ્સ ઓટોમેટિવ એ લઘુત્તમ વ્યાજ અને પ્રોસેસિંગ ચાર્જ સાથે સરળ ધિરાણના વિકલ્પો પ્રદાન કરવા માટે બજાજ ફિનસર્વ, પાઈન લેબ્સ, ઇઝટેપ, એસેન્ડ, અકાસા ફાઇનાન્સ, લોનટેપ, પેટેલ, કોટક મહિન્દ્રા, પેટીએમ, ગોપિક અને પિક્સમો ફાઇનાન્સ સાથે જોડાણ કર્યું છે.
ટુ – વ્હિલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ ઇગ્નીશન લોક, મોટર, કંટ્રોલર અને ડિસ્પ્લે મીટર જેવા કન્પોનન્ટ્સ પર એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે, જ્યારે વાહન સાથે આવતા કન્વર્ટર પર છ મહિનાની વોરંટી આપવામાં આવે છે. ઉપરાંત તમામ થ્રી- વ્હિલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સાથે આવતા મોટર, કંટ્રોલર, ડિફરન્સિયલ્સ પર એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી આપવામાં આવે છે.
તમામ ઇલેક્ટ્રિક વ્હિકલ્સની બેટરી અને ચાર્જર OEM તરફથી લીડ એસિડ પર એક વર્ષ અને લિથિયમ પર ત્રણ વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે. તેઓ AIS 156 બેટરી નિયમો સાથે આકર્ષક લેટેસ્ટ વર્ઝન સાથે પણ આવે છે જે તમામ સલામતીના માપદંડોના પાલનની ખાતરી કરે છે.
આ ઇલેક્ટ્રિક વ્હિકલ્સના સ્પેરપાર્ટ્સ કંપનીની ડીલરશીપ અને ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે. કંપની કસ્ટમર સપોર્ટ, 24/7 રોડસાઇડ સહાયતા, સ્પેર પાર્ટ રિપ્લેસમેન્ટ, વ્હીકલ ડિલિવરી, DIY વીડિયો પણ ઓફર કરે છે જેથી ઇવી તમામ પ્રકારના હવામાનને સહન કરી શકે અને માલિકો બેટરીની જાળવણી કરી શકે.
લોર્ડ્સ ઓટોમેટિવ પ્રાઇવેટ લિમિટેડે ઓક્ટોબર 2020માં લોર્ડ્સ ઝૂમ નામે તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યું હતું અને પોતાને ઇવી સેગમેન્ટમાં એક ઉભરતા ખેલાડી તરીકે પોતાને સ્થાપિત કરી છે. તેમના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોડક્ટોની રેન્જમાં ટુ-વ્હીલર્સ (લોર્ડ્સ ઝૂમ અને લોર્ડ્સ ઝૂમ પ્લસ) અને થ્રી-વ્હીલર્સ (લોર્ડ્સ દેવમ કિંગ અને લોર્ડ્સ દેવમ સમ્રાટ), સાથે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે રેટ્રોફિટ કિટ્સનો સમાવેશ થાય છે.
કંપનીએ અત્યાર સુધીમાં 22 રાજ્યોમાં 267 ડીલરો મારફતે 16,000 ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત, કંપની કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના ધરાવે છે. પોતાના લિડરશીપ નેટવર્કને આગળ વધારવા માટે, લોર્ડ્સ ઓટોમેટિવ રૂ. 5-20 લાખની મૂડીરોકાણ ક્ષમતા ધરાવતા ઉભરતા ઉદ્યોગસાહસિકો પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (અભિરૂચી) આમંત્રિત કરી છે. કંપની ડીલરોને તમામ આવશ્યક તાલીમ અને મદદ પુરી પાડશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.