લુધિયાણામાં 8.49 કરોડની લૂંટ : માસ્ટરમાઇન્ડ મોનાની પતિ સાથે ધરપકડ, 5.75 કરોડ રિકવર
લુધિયાણાની લૂટર હસીના તરીકે જાણીતી મનદીપ કૌર ઉર્ફે મોના આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. તેણી પર 8.49 કરોડ રૂપિયાની CMS રોકડ લૂંટવાનો આરોપ છે અને આ કેસમાં તે ફરાર હતી. પોલીસે માસ્ટરમાઇન્ડ મનદીપ ઉર્ફે મોનાની સાથે તેના પતિ જસવિંદર સિંહની પણ ધરપકડ કરી છે.
લુધિયાણાની લૂટર હસીના તરીકે જાણીતી મનદીપ કૌર ઉર્ફે મોના આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. તેણી પર 8.49 કરોડ રૂપિયાની CMS રોકડ લૂંટવાનો આરોપ છે અને આ કેસમાં તે ફરાર હતી. પોલીસે માસ્ટરમાઇન્ડ મનદીપ ઉર્ફે મોનાની સાથે તેના પતિ જસવિંદર સિંહની પણ ધરપકડ કરી છે. પોલીસે તેનું લોકેશન ઉત્તરાખંડમાં શોધી કાઢ્યું, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં પોલીસ અન્ય બે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
માહિતી અનુસાર, શુક્રવારે લુધિયાણા પોલીસે મોનાને પકડવા માટે ‘લેટ્સ કેજ ધ ક્વીન બી’ ઓપરેશન શરૂ કર્યું. માસ્ટર માઈન્ડ મોનાની શોધમાં પોલીસની પાંચ ટીમો દરોડા પાડી રહી હતી. આ કેસમાં અગાઉ જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં મનજિંદર સિંહ, મનદીપ સિંહ, હરવિંદર સિંહ, પરમજીત સિંહ, હરપ્રીત સિંહ અને નરિંદર સિંહનો સમાવેશ થાય છે. ફરાર આરોપીઓના નામ અરુણ કુમાર અને નાની તરીકે આપવામાં આવ્યા છે. આ લૂંટ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 5.75 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. હાલ પોલીસ અઢી કરોડથી વધુની ઉચાપત મામલે કાર્યવાહી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 10 જૂને લુધિયાણામાં રાજગુરુ નગર પાસે CMS ઇન્ફો સિસ્ટમ લિમિટેડની ઓફિસમાં 8.49 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. આ કેસમાં અગાઉ 60 કલાકથી ઓછા સમયમાં પોલીસે 10 આરોપીઓમાંથી પાંચ મુખ્ય શકમંદોની ધરપકડ કરી હતી. શનિવારે વહેલી સવારે લગભગ 10 સશસ્ત્ર માણસોનું એક જૂથ કંપનીની ઓફિસમાં ઘૂસી ગયું હતું, પાંચ કર્મચારીઓને બંધક બનાવીને કંપનીની ઓફિસમાંથી 8.49 કરોડ રૂપિયા લૂંટી લીધા હતા અને કેશ વાનમાં ફરાર થઈ ગયા હતા. બાદમાં મુલનપુર પાસે વાન છોડી દીધી હતી.
પોલીસે વાનમાંથી કંપનીના ત્રણ હથિયારો કબજે કર્યા હતા. પોલીસે મનજિન્દર સિંહ પાસેથી 1 કરોડ રૂપિયા, મનદીપ સિંહ પાસેથી 50 લાખ રૂપિયા, હરવિંદર સિંહ ઉર્ફે લંબુ પાસેથી 75 લાખ રૂપિયા અને ગુનામાં વપરાયેલ ફોલ્ડેબલ સીડી, પરમજીત સિંહ પાસેથી 25 લાખ રૂપિયા અને ઈસ પાસેથી રૂપિયા 25 લાખ રિકવર કરવાનો દાવો કર્યો છે. લૂંટારુઓએ ગુનાને અંજામ આપવા માટે બે અલગ-અલગ જૂથ બનાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેઓ જાણીજોઈને તેમના મોબાઈલ ફોનને સ્થળ પર લઈ ગયા ન હતા, જેથી તેમનું લોકેશન ટ્રેસ ન થઈ શકે.
આસામ રાઇફલ્સ અને પોલીસે મિઝોરમના ઝોખાવથર વિસ્તારમાં બે અલગ-અલગ ઓપરેશનમાં રૂ. 85.95 કરોડની કિંમતની દવાઓ જપ્ત કરી છે.
ઉત્તર પ્રદેશમાં નવ બેઠકો માટે ચાલી રહેલી વિધાનસભા પેટાચૂંટણી વચ્ચે, કેટલાક વિસ્તારોમાંથી ગડબડના અહેવાલો સામે આવ્યા છે.
સમગ્ર વિશ્વમાં ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ થઈ રહ્યા છે. હવે ગયાના અને બાર્બાડોસે પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે.