મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો
સોના અને હીરાના ઘરેણાંની દેશની સૌથી મોટી રીટેઇલ ચેઇન્સમાંથી એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે 22 જુલાઈ, 2023ના રોજ અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે કર્યું હતું.
સોના અને હીરાના ઘરેણાંની દેશની સૌથી મોટી રીટેઇલ ચેઇન્સમાંથી એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે 22 જુલાઈ, 2023ના રોજ અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના રીજનલ હેડ (વેસ્ટ ઝોન) શ્રી ફન્ઝીમ અહેમદ અને અન્ય કેટલાક મહાનુભાવોએ હાજરી આપી હતી.
9000 ચો. ફૂટમાં ફેલાયેલા આ નવા સ્ટોરમાં ફક્ત 4.9%ના વાજબી મેકિંગ ચાર્જિસની સાથે ડીઝાઇની સૌથી મોટી વિવિધતાઓ તેમજ યોગ્ય કિંમતોએ ઘરેણાં ઉપલબ્ધ છે. આ સ્ટોરમાં સોના, હીરા, મૂલ્યવાન રત્નો, લાઇટવેઇટ પ્લેટિનમ, ચાંદી અને બીજી ઘણી બધી ધાતુઓમાંથી બનાવવામાં આવેલા બ્રાઇડલ, પરંપરાગત અને રોજબરોજ પહેરી શકાય તેવા ઘરેણાંની અદભૂત રેન્જ રજૂ કરવામાં આવી છે. અહીં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની પ્રચલિત પેટા-બ્રાન્ડ્સમાંથી કેટલીક ચૂંટેલી ડીઝાઇનોને પણ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમ કે, માઇન ડાયમંડ જ્વેલરી, એરા અનકટ ડાયમંડ જ્વેલરી, ડિવાઇન ઇન્ડિયન હેરિટેજ જ્વેલરી, એથનિક્સ હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી, પ્રીશિયા પ્રીશિયસ જેમસ્ટોન જ્વેલરી, વિરાઝ પોલ્કી જ્વેલરી વગેરે.
આ નવા સ્ટોરને શરૂ કરવા અંગે વાત કરતાં મલાબાર ગ્રૂપના ચેરમેન એમ. પી. અહેમદે જણાવ્યું હતું કે, ‘અમે અમદાવાદમાં અમારો બીજો સ્ટોર લૉન્ચ કરીને ખૂબ જ ખુશ છીએ. આ સ્ટોર ગુજરાત સાથેના અમારા સંબંધને વધુ સુદ્રઢ બનાવશે. અમને સતત સપોર્ટ પૂરો પાડવા બદલ અમે આ રાજ્યના લોકોના આભારી છીએ. પારદર્શકતા અને ગ્રાહકનો ભરોસો એ અમારા બિઝનેસની ફિલસૂફીના મૂળભૂત સ્તંભ છે. અમારી વિશ્વસ્તરીય સેવા અને ગ્રાહકકેન્દ્રી પહેલ અમને સમગ્ર વિશ્વમાં સૌથી વિશ્વસનીય ભારતીય જ્વેલર્સમાંથી એક બનવામાં મદદરૂપ થયાં છે. અમને સેવા પૂરી પાડવાનો મોકો આપવા બદલ અમે અમદાવાદના લોકોનો આભાર માનીએ છીએ.’
વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં પારદર્શકતા જાળવવા માટે જાણીતી આ બ્રાન્ડની તદ્દન વિશિષ્ટ રજૂઆત, જેમ કે, ‘વન ઇન્ડિયા વન ગોલ્ડ રેટ’, સમગ્ર દેશમાં એકસમાન દરે સોનું પૂરું પાડે છે. તો, ‘ફેર પ્રાઇઝ પ્રોમિસ’ ઘરેણાંનાં વાજબી મેકિંગ ચાર્જિસ રાખવા પર કેન્દ્રીત પહેલ છે, જે ગ્રાહકોની ઇચ્છાઓનો અનુસરે. આ બંને પહેલનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના દ્વારા ખરીદવામાં આવેલા દાગીનાનું પૂરેપૂરું મૂલ્ય વસૂલ થાય તેની ખાતરી કરવાનો છે.
પોતાના ગ્રાહકો પ્રત્યેની બ્રાન્ડની કટિબદ્ધતાને સુદ્રઢ બનાવવા માટે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે 10 વચન આપ્યાં છે. મલાબારના આ વચનોમાં રત્નના વજનને દર્શાવવાની સાથે કિંમતની સ્પષ્ટ રજૂઆત કરતા ટૅગ, ચોખ્ખું વજન અને ઘરેણાંમાં જડવામાં આવેલા રત્નના ચાર્જ; ઘરેણાંના આજીવન મેઇન્ટેનન્સની બાંયધરી; જ્યારે પણ સોનાના જૂના દાગીનાને વેચવા આવો ત્યારે આ સોનાનું 100% મૂલ્ય આપવું; એચયુઆઇડીનું 100% અનુપાલન કરતું સોનું, આઇજીઆઈ અને જીઆઇએ પ્રમાણિત હીરા, જે વૈશ્વિક ધોરણોના 28- બિંદુઓની ગુણવત્તા ચકાસણીની ખાતરી કરે છે, બાયબૅકની બાંહેંધરી, જવાબદારીપૂર્વક સૉર્સિંગ અને શ્રમ સંબંધિત યોગ્ય વ્યવહારોનો સમાવેશ થાય છે.
11 દેશોમાં 320થી વધારે સ્ટોરની સાથે ઘરેણાંઓની આ વૈશ્વિક બ્રાન્ડ નવા બજારોમાં પગરણ માંડી રહી છે અને રીટેઇલ વિસ્તરણના તેના મહત્વકાંક્ષી પ્લાનની સાથે સમગ્ર ભારતમાં આવેલા વિવિધ માર્કેટોમાં તેની હાજરીની સુદ્રઢ બનાવી રહી છે. આ બ્રાન્ડ જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ જીતી ચૂકી છે, જેમ કે - જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા આયોજિત 48મા ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (આઇજીજેએ) 2021 ખાતે હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ ઑન ધી કંપની રોલ્સ અને ધી ગ્લોબલ રીટેઇલર ઑફ ધી યર એવોર્ડ. ગ્રૂપની સીએસઆર પહેલના ભાગરૂપે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે એવી પણ જાહેરાત કરી છે કે, તેઓ અમદાવાદના સ્ટોર દ્વારા કમાવામાં આવેલા નફામાંથી 5% રકમને આ ક્ષેત્રમાં થઈ રહેલી વિવિધ સખાવતી અને પરોપકારી પ્રવૃત્તિઓ માટે ફાળવશે.
પ્રીમિયમ લો-વોલેટિલિટી ગ્રેડ માટે ઓસ્ટ્રેલિયા મૂળના સ્પોટ કોકિંગ કોલના ભાવમાં 2024માં 12 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે આયર્ન ઓરના ભાવમાં આ સમયગાળા દરમિયાન 9-10 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
કારોબારી દિવસે ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી, પીએસયુ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, રિયાલિટી અને મીડિયા સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.
આજની તારીખે, 7 જાન્યુઆરી, 2025 સુધી, ભારતના તમામ મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે.