આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે મેમુ ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મેમુટ્રેનો રદ રહેશે.
1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ - ડાકોર મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 01 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 02.10.24, 09.10.24, 16.10.24 , 23.10.24 અને 30.10.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી – ગોધરા થઈ ને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 06.10.24, 13.10.24 , 20.10.24 અને 27.10.24 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ – ગેરતપુર થઈ ને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં મધ્યપ્રદેશના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યના વિકાસ મોડલની મૂલ્યવાન સમજ મેળવવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.
ભાવનગરના મહુવામાં વિદ્યાર્થીઓ માટેની સાયકલ જર્જરિત હાલતમાં મળી આવતા વિવાદ સર્જાયો છે. સરકારી સહાયતા કાર્યક્રમ હેઠળ શાળાની વિદ્યાર્થિનીઓ માટે બનાવાયેલ આ સાયકલો કુમાર છાત્રાલયમાં એક વર્ષથી બિનઉપયોગી પડી છે,
અમરેલીની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ અમરેલી બસ સ્ટેન્ડ પર પોલીસ અધિકારીનો ઢોંગ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી.