એમજી મોટર્સે ભારત માટે 5 વર્ષનો બિઝનેસ રોડમેપ તૈયાર કર્યો
99-વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવતી આઇકોનિક બ્રિટિશ ઓટોમોબાઇલ બ્રાન્ડ MG મોટર ઇન્ડિયા આજે તેના વ્યૂહાત્મક 5-વર્ષના બિઝનેસ રોડમેપની જાહેરાત કરી. જે સાતત્યપૂર્ણ વૃદ્ધિ અને સમાજ પર અર્થપૂર્ણ અસર માટે બિઝનેસ ઓપરેશન્સના ભારતીયકરણ પર ભાર મૂકશે.
99-વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવતી આઇકોનિક બ્રિટિશ ઓટોમોબાઇલ બ્રાન્ડ MG મોટર ઇન્ડિયા આજે તેના વ્યૂહાત્મક 5-વર્ષના બિઝનેસ રોડમેપની જાહેરાત કરી. જે સાતત્યપૂર્ણ વૃદ્ધિ અને સમાજ પર અર્થપૂર્ણ અસર માટે બિઝનેસ ઓપરેશન્સના ભારતીયકરણ પર ભાર મૂકશે. આ આયોજનની મુખ્ય પહેલોમાં સ્થાનિકીકરણ અને લેટેસ્ટ ટેકનોલોજી લાવી અને તેનું સ્થાનિકીકરણ કરવું, આગામી 2-4 વર્ષમાં ભારતીય શેરહોલ્ડિંગ વધારવું, માલિકીવાળી અથવા થર્ડ-પાર્ટી ફેસિલિટીઝ મારફતે સેલ મેન્યુફેક્ચરિંગ અને ક્લીન હાઇડ્રોજન-સેલ ટેક્નોલોજીમાં એક્સપ્લોરિંગ સહિત કાર્યક્રમોની વ્યાપક શ્રેણી મારફતે 2028 સુધીમાં પોતાના ઓપરેશન્સમાં સ્થાનિક સોર્સિંગ અને મેન્યુફેક્ચરિંગ વધારવું, ગુજરાતમાં બીજા પ્લાન્ટ સાથે ઉત્પાદન ક્ષમતા વધારવી, ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (EV)ની વ્યાપક શ્રેણી રજૂ કરવી, નવી પ્રોડક્ટ રજૂ કરવીનો સમાવેશ થાય છે. MG મોટર ઇન્ડિયા રૂ. 5,000 કરોડથી વધુનું રોકાણ કરવાનું અને 2028 સુધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને ભેગા મળીને 20,000 કર્મચારીઓનું કુલ શ્રમબળ ઉભું કરવાનું લક્ષ્ય ધરાવે છે.
MG મોટર ઇન્ડિયા તેની વૃદ્ધિ યોજનાના ભાગરૂપે, ગુજરાતમાં બીજી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માંગે છે. કંપની અત્યારે 1,20,000 વાહનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે નવા પ્લાન્ટ સાથે બંને પ્લાન્ટની સંયુક્ત ક્ષમતા સાથે આ ઉત્પાદન ક્ષમતા વધીને 3,00,000 વાહન થશે. કંપની 4-5 નવી કાર લોન્ચ કરવા માંગે છે, જેમાં મોટાભાગે EV મોડલ છે અને 2028 સુધીમાં EV પોર્ટફોલિયોમાંથી 65-75% વેચાણ હાંસલ કરવા માંગે છે. ઇલેક્ટ્રિક વાહનોને વ્યાપકપણે અપનાવવામાં મદદ કરવા માટે, MG મોટર ઇન્ડિયા EV યુનિટ્સના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવશે અને ગુજરાતમાં પ્લાન્ટની અંદર બેટરી એસેમ્બલી યુનિટની સ્થાપના કરશે.
ભારતના મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ બનવાના મિશનમાં યોગદાન આપવા તેમજ તેને સમર્પિત રહેવા પર ભાર મુકતા MG મોટર ઇન્ડિયા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ અને સેલ મેન્યુફેક્ચરિંગ સહિતની એડવાન્સ્ડ ક્લીન ટેક્નોલોજીસમાં રોકાણ કરશે તેમજ સંયુક્ત સાહસો અને થર્ડ-પાર્ટી મેન્યુફેક્ચરિંગ મારફતે EV પાર્ટ્સનું સ્થાનિક ઉત્પાદન વધારશે.
MG મોટર ઈન્ડિયાના સીઈઓ એમેરિટસ રાજીવ ચાબાએ ભારતના રોડમેપ પર વધુ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, MG મોટર ઈન્ડિયાનું ભારત પ્રત્યેનું અતૂટ સમર્પણ અમારી નૈતિકતામાં ઊંડે સુધી સમાયેલું છે. અમે ટકાઉ વૃદ્ધિના અમારા આગળના તબક્કા માટે માર્ગ મોકળો કરી રહ્યા છીએ ત્યારે અમે 2028 માટે સ્પષ્ટ રોડમેપ અને વિઝન તૈયાર કર્યું છે. અમારી વૃદ્ધિની વ્યૂહરચના સ્થાનિકીકરણને મજબૂત કરવા પર કેન્દ્રિત છે, જે સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે વધુ નજીકથી સંરેખિત થઈ રહી છે અને નવીનતા માટે અમારા વચનને સતત વધારીને અને બજારની વિકસતી જરૂરિયાતોને ખંતપૂર્વક પૂરી કરી રહી છે.
ચાબાએ સમાજ પર સકારાત્મક અસર કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકતાં કહ્યું કે, MG મોટર ઈન્ડિયામાં, અમે અર્થપૂર્ણ પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે અમારી પ્રતિબદ્ધતામાં નિશ્ચિત છીએ. અમે અમારા પ્રતિભાશાળી કાર્યબળમાં રોકાણ કરવા અને MG Nurture પ્રોગ્રામ જેવી પહેલો મારફતે ભારતની યુવા પ્રતિભાને પોષવા માટે સમર્પિત છીએ. આ અંતર્ગત અમે 1,00,000 વિદ્યાર્થીઓને EV, કનેક્ટેડ કાર અને ADAS સિસ્ટમ્સ જેવી નવીનતમ તકનીકો પર તાલીમ આપવા માટે 50 સંસ્થાઓ સાથે સહયોગ કરવાની વિચારીએ છીએ.
ચાબાએ લિંગ વૈવિધ્યતાને પ્રોત્સાહિત કરવા પર કંપની ભાર મૂકી રહી હોવા અંગે જણાવ્યું હતું કે, અમે વિવિધતાના મૂલ્યને ઓળખીએ છીએ. અમે અમારા કર્મચારીઓની અંદર 37% લિંગ વૈવિધ્યતા હાંસલ કરી છે, અને અમે અમારી સંસ્થાની અંદર વિવિધ ભૂમિકાઓમાં 50% વૈવિધ્યતા લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.
કંપનીએ તેના MG Nurture પ્રોગ્રામ હેઠળ 1,00,000 વિદ્યાર્થીઓને વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે જેમને EV, ADAS અને કનેક્ટેડ કાર ટેક્નોલોજીમાં તાલીમ આપવામાં આવશે. પ્રશિક્ષિત અને કુશળ પ્રતિભા આગામી પેઢીની કારના ઉત્પાદનની વધેલી માંગને પહોંચી વળવા માટે ભવિષ્ય માટે તૈયાર હશે.
Bharat Mobility Global Expo 2025 : કિયા ઇન્ડિયાએ ઓટો એક્સ્પોમાં નવી કાર્નિવલ રજૂ કરી છે. આ મોડેલનું મુખ્ય આકર્ષણ ટોચ પર એક સ્ટાઇલિશ રૂફ બોક્સ છે.
ડિસેમ્બર 2024માં JSW MG મોટર ઇન્ડિયાનું વેચાણ વાર્ષિક ધોરણે 55 ટકા વધીને 7,516 યુનિટ થયું છે.
જો તમારી કાર પણ શિયાળામાં બંધ થઇ જાય છે. જો તે વારંવાર શરૂ કરવા છતાં પણ કામ કરતું નથી, તો અમે તમને કેટલીક ટિપ્સ અને પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.