એમજીવીસીએલ હવે આપશે સ્માર્ટ મિટર, ગ્રાહકો મોબાઇલથી વીજ વપરાશની માહિતી મેળવી શકશે
વીજ કંપની દ્વારા અકોટા અને અલ્કાપૂરી વિસ્તારના ૨૫ હજાર ગ્રાહકોને પ્રથમ તબક્કામાં મફતમાં સ્માર્ટ મિટર નાખી અપાશે.
વડોદરા: હવે એ દિવસો દૂર નથી કે તમે તમારા મોબાઇલમાં એપ્લિકેશન નાખી વીજ વપરાશ જાણી શકશો અને બિનજરૂરી વીજળીનો દૂરોપયોગ નિવારી શકશો. મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ માટે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર સ્માર્ટ મિટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આગામી અઢી વર્ષમાં ૩૪ લાખ ગ્રાહકોને વિનામૂલ્યે સ્માર્ટ મિટર નાખી આપવામાં આવશે.
મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેજસ પરમારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મિટર દ્વારા વીજ પૂરવઠો પૂરો પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર અને છોટા ઉદેપૂર સહિત સાત જિલ્લાઓના ૩૪ લાખ જેટલા વીજ ગ્રાહકોને આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં સ્માર્ટ મિટર નાખી આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, પ્રારંભિક તબક્કામાં વડોદરા શહેરના અલ્કાપૂરી અને અકોટા પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ સરકારી, ખાનગી, ઔદ્યોગિક એકમો સહિતના ૨૫ હજાર જેટલા ગ્રાહકોને સ્માર્ટ મિટર વિનામૂલ્યે નાખી આપવામાં આવશે.
વધુમાં નવા વીજ કનેકશનમાં હવેથી સ્માર્ટ મિટર લગાવવામાં આવશે. ગ્રાહકો પોતાના વીજ વપરાશની માહિતી સતત જોઇ શકે તે માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે. સ્માર્ટ મિટર નાખવાથી મિટર રિડિંગ આપોઆપ અને ચોક્કસાઇ પૂર્વક થઇ જશે. ગ્રાહકો મોબાઇલ એપના માધ્યમથી પોતાના ઘરમાં વીજળીના વપરાશની માહિતી મેળવી શકશે અને તેના ઉપર નિયંત્રણ રાખી વીજ બચત કરી શકશે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી