ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે નારી શક્તિને બિરદાવતી રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
મહિલાઓનો સામાજિક, આર્થિક તેમજ સર્વાંગી વિકાસ થાય તે માટે દર વર્ષે તા. ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામા આવે છે: ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ
રાજપીપલા: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા તથા મહિલા ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે. ત્યારે ૧લી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ નર્મદા જિલ્લામાં નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ' જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. અને લોકો જાગૃતિનો સંદેશ નગરમાં પ્રસરાવ્યો હતો.
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘નારી વંદન ઉત્સવ’ ૨૦૨૪ ની સાપ્તાહિત ઉજવણીના પ્રથમ દિવસની ‘મહિલા સુરક્ષા દિવસ’ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપલાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલપંપરાજપીપલા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે લીલીઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો. નર્મદા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી જે.બી.પરમાર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર. પટેલે પણ ભાગીદારી નોંધાવી હતી. આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ બજાર પેટ્રોલપંપ રાજપીપલા ખાતે સંપન્ન થઈ હતી.
આ પસંગે ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજ્ય સહિત નર્મદા જિલ્લાની મહિલાઓનો સામાજિક, આર્થિક તેમજ સર્વાંગી વિકાસ થાય, જિલ્લાની મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબન અને ઉત્સાહભેર જીવન જીવે તે માટે દર વર્ષે તા. ૧ થી ૮ ઓગસ્ટ-૨૦૨૪ દરમિયાન અલગ અલગ થીમ સાથે નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી કરવામા આવે છે. ત્યારે આ વર્ષે; મહિલા સુરક્ષા દિવસ-, બેટી બચાવો- બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની તબક્કાવાર જિલ્લામાં ઉજવણી કરવામા આવનાર છે.
અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ગાઇડમાં જાણો શહેરના શ્રેષ્ઠ ખાણીપીણીના સ્થળો, લોકપ્રિય વાનગીઓ જેમ કે ફાફડા, ઢોકળા અને પાણીપુરી, અને સ્વાદનો અનુભવ લેવાની ટિપ્સ. આ લેખ તમને લઈ જશે અમદાવાદના સ્ટ્રીટ ફૂડની દુનિયામાં!
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.