સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા
ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન સાથે વિકાસનો નવા અધ્યાયનો આરંભ.
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ના ઉદેશ્ય સાથે ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ કર્યું હતું. આ નવી સગવડ થી ગામના લોકોની રાહત તથા આજુબાજુના વિસ્તારોમાં જનસાધારણ માટે નવા રસ્તાના દરવાજા ખોલી રહ્યા છે. આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ગામોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ઉપરાંત, ખેડૂતોને પણ પોતાના ખેતરોમાં જવા-આવવા માટે સરળતા રહેશે.. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કસવાલાએ જણાવ્યું હતું કે,આ વેન્ટીલેટેડ કોઝ-વેનું નિર્માણ તેમજ પ્રોટકેસન વોલ એ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
લોકોને રોજિંદા જીવનમાં સરળતા રહેશે અને ગામનો વિકાસ પણ ઝડપી બનશે. આજે જ્યારે ભૂમિપુજન કરવામાં આવ્યું ત્યારે ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ એના માટે ખુશીનો અવસર બન્યો હતો, કારણ કે આ વિકસીત રસ્તાઓ વિસર્જનની ક્ષમતા ધરાવતાં છે અને અનેક મોટી સમસ્યાઓના નિવારણ માટે નવા મોજું ફૂંકાવશે. આ ભૂમિપૂજન સમારોહમાં આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લાલભાઈ મોર, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયત સભ્ય શ્રી મનુભાઈ ડાવરા, તાલુકા ભાજપ યુવા પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા, ભાજપ યુવા અગ્રણી શ્રી સંજયભાઈ બરવાળીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી રાઘવભાઈ સાવલિયા, ગણેશગઢ ગામના આગેવાન શ્રી મનુબાપા કયાડા, શ્રી ઉકાભાઈ પાઘડાળ, શ્રી કિશોરભાઈ કયાડા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કેતનભાઈ માલાણી, લીખાળા સરપંચ શ્રી મનસુખભાઈ સાવલિયા, શ્રી ગૌતમભાઈ ખુમાણ, ફાચરીયા સરપંચ શ્રી ચંદ્રેશભાઈ રામાણી, શ્રી રજનીભાઈ ડોબરીયા, શ્રી કકુભાઈ હિરાણી, શ્રી કાળુભાઈ સાવલિયા, શ્રી મનુભાઈ કેવડિયા તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ આ વિકાસ કાર્ય બદલ ધારાસભ્યશ્રી કસવાલાનો આભાર માન્યો હતો. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે