MP Bus Accident : હાઈસ્પીડ બસ બેકાબૂ થઈ પુલ નીચે પડતા 22 લોકોના કમકમાટીભર્યા મોત
ખરગોનમાં બ્રિજ પરથી બસ નીચે પડી, 22 મુસાફરોના મોત થયા, 30 લોકો ઘાયલ, અકસ્માતનો મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ કરાયો
મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટી બસ અકસ્માત થયો છે. જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી મુજબ ઈન્દોર જઈ રહેલી હાઈસ્પીડ બસ બેકાબૂ થઈ ગઈ અને પુલ પરથી નીચે પડી ગઈ. આ ઘટના મંગળવારે સવારે દસંગા ગામ પાસે બની હતી. ગ્રામજનોની મદદથી હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે અને લોકોને બસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ બસ ખરગોન જિલ્લાના સેગાંવથી ઈન્દોર જઈ રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતરની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ખરગોનમાં બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને 50,000, નાના-નાના ઘાયલોને 25,000 અને અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવારની વ્યવસ્થા મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવશે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ ઘટના પર કહ્યું કે ખરગોનમાં બસ દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે. માનનીય મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવા અને તમામ ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવા સૂચના આપી છે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.