વધતી માંગ અને સ્થિર કામગીરીની સાથે MSME ક્રેડિટ ગ્રોથ મોમેન્ટમ જળવાયું
ટ્રાન્સયુનિયન CIBIL-SIDBI MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ આવૃત્તિ પ્રમાણે નાણાકીય વર્ષ 23-Q4માં 15%ના વાર્ષિક (YoY) પોર્ટફોલિયો બેલેન્સ વૃદ્ધિ સાથે વ્યાવસાયિક ક્રેડિટ ગ્રોથમાં ગતિ ચાલુ છે. આ ક્વાર્ટરમાં કોમર્શિયલ ક્રેડિટ એક્સપોઝર 27.7 લાખ કરોડ રૂપિયા હતું, જેમાં 241 હજાર કરોડના નવા ઓરિજિનેશનનો સમાવેશ થાય છે.
ટ્રાન્સયુનિયન CIBIL-SIDBI MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ આવૃત્તિ પ્રમાણે નાણાકીય વર્ષ 23-Q4માં 15%ના વાર્ષિક (YoY) પોર્ટફોલિયો બેલેન્સ વૃદ્ધિ સાથે વ્યાવસાયિક ક્રેડિટ ગ્રોથમાં ગતિ ચાલુ છે. આ ક્વાર્ટરમાં કોમર્શિયલ ક્રેડિટ એક્સપોઝર 27.7 લાખ કરોડ રૂપિયા હતું, જેમાં 241 હજાર કરોડના નવા ઓરિજિનેશનનો સમાવેશ થાય છે. અહેવાલ દર્શાવે છે કે કોમર્શિયલ ધિરાણની માંગ (જે ક્રેડિટ પૂછપરછ વોલ્યુમોની દ્રષ્ટિએ માપવામાં આવે છે) કોમર્શિયલ પ્રવૃત્તિમાં સુધારા સાથે સંકળાયેલ છે અને 33% દ્વારા વૃદ્ધિ થઈ છે, જ્યારે ક્રેડિટ સપ્લાય વોલ્યુમ વાર્ષિક ધોરણે 11% વધ્યું છે. માઈક્રો અને સ્મોલ સેગમેન્ટમાં ક્રેડિટ સપ્લાય વોલ્યુમ અનુક્રમે 16% અને 1% વધ્યું હતું જ્યારે મિડિયમ સેગમેન્ટમાં 8% ઘટાડો થયો હતો.
MSME પલ્સની આ આવૃત્તિના તારણો વિશે વાત કરતા SIDBIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવસુબ્રમણ્યમ રામને જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા MSME ક્ષેત્રના પુનરુત્થાન માટે રજૂ કરવામાં આવેલા પ્રગતિશીલ સુધારાઓનું ફળ મળ્યું છે જે કોમર્શિયલ પ્રવૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે. માઈક્રો અને સ્મોલ સેગમેન્ટમાં ધિરાણ મેળવવામાં સુધારો થયો છે. અમે ક્રેડિટ ઉદ્યોગને એમએસએમઈ માટે સમયસર ક્રેડિટની તકો પૂરી પાડીને આ વધતી માંગને યોગ્ય રીતે સમર્થન આપવા માટે પ્રોત્સાહિત કરીશું. આ રીતે સરકારના 5 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્રના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આ સેક્ટર અને અર્થતંત્રની નિરંતર વૃદ્ધિમાં ફાળો આપીશું.
'ટ્રાન્સયુનિયન CIBILના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રાજેશ કુમારે તેમાં ઉમેરો કરતા જણાવ્યું હતું કે, “માગ અને પુરવઠાના તફાવતને પૂરો કરવો એ ધિરાણકારો માટે પ્રાથમિક કૉલ-ટુ-એક્શન છે. વધતી માંગ, સુધારેલ ક્રેડિટ પરફોર્મન્સ અને આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ સાથે ધિરાણકર્તાઓ માટે તેમના MSME ક્રેડિટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે. ભારતમાં લગભગ 630 લાખ જેટલા MSME કોર્પોરેટ છે જેમાંથી માત્ર 250 લાખે જ ઔપચારિક સોર્સ પાસેથી ક્રેડિટ મેળવી છે. આ સેક્ટર 2.5%ના અંદાજિત ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) પર વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે, ત્યારે FY23 સુધીમાં MSME કોર્પોરેટ એન્ટિટીની સંખ્યા 750 લાખને આંબી જાય તેવી અપેક્ષા છે. તેમાંથી લગભગ 500 લાખ NTC MSME હશે. પાત્રતા ધરાવતા NTC MSMEsને ઓળખીને ધિરાણકર્તાએ તેમની સાથે જોડાઈને અને તેમની જરૂરિયાતો માટે ક્રેડિટ ઉત્પાદનોને કસ્ટમાઇઝ કરીને આ વિશાળ સેગમેન્ટનો ફાયદો લઈ શકે છે.'
છેલ્લા ત્રણ વર્ષમાં ડિલિન્ક્વન્સીના દરો ધીમે ધીમે ઘટ્યા છે કારણ કે MSME એ તેમની ક્રેડિટની જવાબદારી સારી રીતે બજાવવાનું ચાલુ રાખ્યું છે. નાણાકીય વર્ષ 23-Q4માં ત્રણેય ધિરાણકર્તા કેટેગરીમાં ડિલિન્ક્વન્સીના દરમાં ઘટાડો થયો હતો, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)માં આ દર 3.0% , નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs)માં 3.6% અને ખાનગી બેંકોમાં સૌથી નીચી 1.4% હતી. NBFCએ FY 23-Q4 માં 3.6%માં ડિલિન્ક્વન્સી દરોમાં સૌથી મોટો ઘટાડો દર્શાવ્યો હતો જે FY 22-Q4માં 5.0% હતો. 'માઈક્રો' સેગમેન્ટના ઓરિજિનેશનમાં સૌથી વધુ વૃદ્ધિ
MSME પલ્સની આ આવૃત્તિનો ડેટા દર્શાવે છે કે PSBs ‘માઈક્રો-સેગમેન્ટ’માં MSME લોન ઓરિજિનેશનમાં સૌથી આગળ છે. જેમાં ક્રેડિટ એક્સપોઝર 1 કરોડ રૂપિયા કરતાં ઓછું છે તે માઇક્રો-સેગમેન્ટે ઓરિજિનેશન મૂલ્યમાં 23% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે નાના સેગમેન્ટ, જેમાં ક્રેડિટ એક્સપોઝર 1 કરોડથી 10 કરોડ રૂપિયાની વચ્ચે છે તેમાં 1% વૃદ્ધિ થઈ છે. જોકે, જેમાં ક્રેડિટ એક્સપોઝર 10 કરોડથી 50 કરોડ રૂપિયાની વચ્ચે છે તે 'મિડિયમ' સેગમેન્ટમાં ઓરિજિનેશન મૂલ્ય 19% વાર્ષિક ધોરણે ઘટ્યું છે.
દરેક રાજ્ય મુજબનું વિશ્લેષણ દર્શાવે છે કે ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને હરિયાણામાં ક્રેડિટ વૃદ્ધિનો દર સૌથી વધુ હતો, જે મુખ્યત્વે માઇક્રોલોન્સ દ્વારા પ્રેરિત હતો. આ ચાર રાજ્યો પૈકી કર્ણાટકમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 8% વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. કર્ણાટકમાં 'માઈક્રો-એન્ટરપ્રાઈઝ'ને જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ક્રેડિટ સપ્લાયમાં વાર્ષિક ધોરણે 119% વધારો થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઔદ્યોગિક રાજ્યોમાં ક્રેડિટ સપ્લાય સૌથી વધુ હતો, જે નાણાકીય વર્ષ 23-Q4 માં MSME લોનના ઓરિજિનેશન મૂલ્યની દૃષ્ટિએ સૌથી મોટો હિસ્સો ધરાવવાનું જારી રાખે છે.
MSME ધિરાણ વૃદ્ધિના આગામી તબક્કાને વ્યાખ્યાયિત કરવામાં ન્યૂ-ટુ-ક્રેડિટ (NTC) એન્ટિટી મહત્ત્વની ભૂમિકા ભજવશે MSME પલ્સની આ આવૃત્તિ NTC MSMEs પરના એક અભ્યાસને આવરી લે છે અને MSME ક્રેડિટ વૃદ્ધિને આગળ લઈ જવામાં આ સેગમેન્ટની સંભાવનાનું વિશ્લેષણ કરે છે. નાણાકીય વર્ષ 23-Q4માં MSME ધિરાણ ક્ષેત્રે નવી લોનના સર્જનમાં NTC ઋણધારકોનો હિસ્સો 56% હતો. ખાસ કરીને 'માઈક્રો' સેગમેન્ટમાં (100 લાખથી ઓછા) NTC ઋણ લેનારાઓએ 61%થી વધુ ઓરિજિનેશનમાં યોગદાન આપ્યું છે. તેણે માઈક્રો-સેગમેન્ટમાં ઉચ્ચ ક્રેડિટની માંગ, હકારાત્મક ધિરાણકર્તા સેન્ટિમેન્ટની સાથે, NTC ઋણધારકોની વૃદ્ધિને વેગ આપ્યો છે જે નાણાકીય સમાવેશીતામાં નોંધપાત્ર યોગદાન આપે છે.
રૂપિયા 50 લાખથી ઓછી લોન લીધી હોય તેવા 50%થી વધુ NTC ઋણધારકોએ નાની સાઇઝની લોનથી સફરની શરૂઆત કરી હતી. અહેવાલ એ પણ દર્શાવે છે કે જાહેર ક્ષેત્રની બેંકો 50 લાખ રૂપિયાથી ઓછી લોન માંગતા NTC ધિરાણકર્તાઓની મુખ્ય ધિરાણકર્તા છે, જ્યારે ખાનગી બેંકો 50 લાખથી 1 કરોડ રૂપિયા વચ્ચેની લોનમાં અગ્રણી સપ્લાયર છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાંથી NTC ઋણધારકોએ 10 લાખ રૂપિયા કરતાં ઓછી સાઈઝની લોન લીધી હતા. દરેક રાજ્યોના વિશ્લેષણ દર્શાવે છે કે ઓરિજિનેશન તેમજ પ્રમાણના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં NTC શેરમાં સ્થિર વૃદ્ધિની પેટર્ન જોવા મળે છે.આ ઉપરાંત અહેવાલમાં માઇક્રો-સેગમેન્ટમાં NTC અને એક્ઝિસ્ટિંગ-ટુ-ક્રેડિટ (ETC) ઋણધારકોનો તુલનાત્મક દૃષ્ટિકોણ આપવા માટે CIBIL MSME રેન્ક (CMR) પર આધારિત અભ્યાસનો સમાવેશ થાય છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે 72% NTC ઋણ લેનારાઓ મધ્યમ જોખમ (CMR 4-6) હેઠળ આવે છે જ્યારે 46% ETC ઋણધારકો મધ્યમ જોખમની CMR શ્રેણીમાં અસ્તિત્વ ધરાવે છે, જેમાં NTC ઋણ લેનારાઓ માટે CMR રેન્ક ઓરિજિનેશનના 6 મહિના પછી માપવામાં આવે છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.