મુથુટ માઇક્રોફિન લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું
ભારતનાં ગ્રામીણ વિસ્તારો પર ફોકસ સાથે મહિલા ગ્રાહકોને માઇક્રો-લોન્સ પૂરી પાડતી માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન મુથુટ માઇક્રોફિન લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે.
ભારતનાં ગ્રામીણ વિસ્તારો પર ફોકસ સાથે મહિલા ગ્રાહકોને માઇક્રો-લોન્સ પૂરી પાડતી માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન મુથુટ માઇક્રોફિન લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. મુથૂટ માઈક્રોફિન લિમિટેડ એ 31 ડિસેમ્બર, 2022ના રોજ ગ્રોસ લોન પોર્ટફોલિયોની દ્રષ્ટિએ ભારતમાં ચોથું સૌથી મોટું એનબીએફસી-એમએફઆઇ છે (સ્ત્રોત: CRISIL રિપોર્ટ) અને ગ્રોસ લોન પોર્ટફોલિયોના સંદર્ભમાં દક્ષિણ ભારતમાં એનબીએફસી-એમએફઆઇ માં ત્રીજું સૌથી મોટું છે. (સ્રોત: CRISIL Report), એમએફઆઇ માર્કેટ શેરની દ્રષ્ટિએ કેરળમાં સૌથી મોટું, અને 31 ડિસેમ્બર, 2022 સુધીમાં લગભગ 16% બજાર હિસ્સા સાથે તમિલનાડુમાં મુખ્ય ખેલાડી છે (સ્રોત: CRISIL રિપોર્ટ).
કંપની શેર દીઠ રૂ.10ની મૂળ કિંમતનો એક એવા રૂ. 1350 કરોડ (‘ધ ઓફર’) સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સનાં ઇશ્યુ દ્વારા ‘ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ’ દ્વારા ભંડોળ એકત્ર કરવા માંગે છે, જેમાં કંપની દ્વારા રૂ. 950 કરોડનાં ઇક્વિટી શેર્સનાં ફ્રેશ ઇશ્યુ (‘ધ ફ્રેશ ઇશ્યુ’) અને શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 400 કરોડ સુધીનાં ‘ઓફર ફોર સેલ’ (‘ધ ઓફર ફોર સેલ’)નો સમાવેશ થાય છે.
ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલમાં રૂ. 70 કરોડ સુધીનાં મૂલ્યનાં શેર થોમસ જ્હોન મુથુટ દ્વારા, રૂ. 70 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ થોમસ મુથુટ દ્વારા, રૂ. 70 કરોડ સુધીનાં ઇક્વિટી શેર્સ થોમસ જ્યોર્જ મુથુટ દ્વારા, રૂ.30 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ પ્રિતી જ્હોન મુથુટ દ્વારા, રૂ.30 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ રેમી થોમસ દ્વારા, રૂ.30 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ નિના જ્યોર્જ દ્વારા (સામૂહિક રીતે “પ્રમોટર્સ સેલિંગ શેરહોલ્ડર્સ”) અને રૂ. 100 કરોડ સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સ ગ્રેટર પેસિફિક કેપિટલ WIV લિમિટેડ (ધ ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ) અને ‘સેલિંગ શેરહોલ્ડર્સ’ તરીકે ઓળખાતા ‘પ્રમોટર સેલિંગ’ શેરહોલ્ડર્સ સાથે સામૂહિક રીતે) અને ‘સેલિંગ શેરહોલ્ડર્સ’ દ્વારા ઓફર કરાતા આવા ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. (‘ઓફર ફોર સેલ’ અને ‘ફ્રેશ ઇશ્યુ’ સાથે ધ ઓફર).
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યુનાં બુક રનિંગ લીડ મેનેજર છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.