મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા
બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ,રમકડાં,ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એચઆઇવી પીડિતો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે જેનો શ્રેય જિલ્લામાં કામ કરતી સંસ્થાઓ અને રાજપીપળા સિવિલનાં એઆરટી સેન્ટર ને જાય છે, જોકે આ પીડિતો ને સમયાંતરે અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે જેમાં કેટલીક સંસ્થાઓ મદદરૂપ બને છે ત્યારે હાલમાં એપી પ્લસ સંસ્થા માં ચાલતાં વિહન પ્રોજક્ટ નાં સપોર્ટ અને ART સેન્ટરમાં સહકારથી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે મેકેવિસ નામની અમદાવાદની સંસ્થા દ્વારા એચઆઇવી ગ્રસ્ત બાળકો માટે અવનવી અને બાળકોને ગમતી વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં સાઇકલ, રમકડા, વીડીયો ગેમ, રીમોર્ટ કાર,સ્કુલ બેગ જેવી અનેક મન ગમતી વસ્તુઓ નર્મદા જિલ્લાના ૨૦ જેટલા બાળકો ને આપવામાં આવી અને આ વસ્તુઓ લઈ બાળકો અને તેમના વાલીઓ ખુબ ખુશ થયા અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંસ્થા દ્વારા બાળકોને ગમતી આ વસ્તુઓ એટલા માટે આપવામાં આવી. નાના બાળકો કે જે એચઆઇવી પીડિત છે અને બાળક ને આ બાબતનું કોઈ જ્ઞાન નથી તેવા માં બાળકોને દવાખાને દ્વારા માટે કે અન્ય સારવાર માટે લાવવા મુશ્કેલ બને છે માટે વાલીઓ તેમના બાળકો ને મળેલી સાઇકલ,રમકડા સહિતની વસ્તુઓ આપી તેમને સારવાર અર્થે લાવી શકે છે જેથી વસ્તુઓ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ નાં સીડીએમો એચ.બી કોઢારી,એઆરટી નાં મેડિકલ ઓફિસર ડો.પ્રેરક ગીરીશ આનંદ ડો. હેતલબેન(મેડીકલ ઓફિસર DTC)AHA તુષારભાઇ, મનીષા સાલુંકે (પ્રોજેક્ટ કોર્ડીનેટર,વિહાણ પ્રોજેક્ટ)તેમજ એઆરટી,આઇ.સી. ટી.સી. વિહાણ અને સ્વેતના પ્રોજેક્ટ નો સ્ટાફ હાજર થયો હતો.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.