કાર લોન માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડા વચ્ચે ભાગીદારી
કાર લોન લેવા માગતા ગ્રાહકોની સરળતા માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડાએ હાથ મિલાવ્યા છે. મહિન્દ્રા જૂથની દેશની એક અગ્રણી નોન-બેંન્કિંગ ફાઇનાન્સ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ)
અને જાહેર ક્ષેત્રની દેશની અગ્રણી બેંકો પૈકી એક બેંક ઑફ બરોડા (BOB) વચ્ચે કાર લોન પૂરી પાડવા માટે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.
આ ભાગીદારી હેઠળ નવી તેમજ પ્રી-ઓન્ડ બંને પ્રકારની કાર માટે લોનનો સમાવેશ
કાર લોન લેવા માગતા ગ્રાહકોની સરળતા માટે મહિન્દ્રા ફાઇનાન્સ અને બેંક ઑફ બરોડાએ હાથ મિલાવ્યા છે. મહિન્દ્રા જૂથની દેશની એક અગ્રણી નોન-બેંન્કિંગ ફાઇનાન્સ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ)
અને જાહેર ક્ષેત્રની દેશની અગ્રણી બેંકો પૈકી એક બેંક ઑફ બરોડા (BOB) વચ્ચે કાર લોન પૂરી પાડવા માટે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ સમજૂતી હેઠળ મહિન્દ્રા ફાઇનાન્સ તેની વિશાળ ફિલ્ડ અને બ્રાન્ચ ચૅનલ મારફત બેંક ઑફ બરોડા માટે નવી તેમજ પ્રી-ઓન્ડ કારની લોન માટે ગ્રાહકોને સુવિધા ઉપલબ્ધ કરાવશે. એ લોનનું પ્રોસેસિંગ બેંક ઑફ બરોડાના દેશભરમાં ફેલાયેલા વ્યાપક નેટવર્ક દ્વારા થશે. આ સમજૂતી એપ્રિલ 1, 2023થી રાષ્ટ્રીય સ્તરે અમલમાં આવી છે.
મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ કહ્યું કે, “મહિન્દ્રા ફાઇનાન્સનો મૂળભૂત આશય એક જ સ્થળે વિવિધ પ્રકારની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવાનો છે. આ ભાગીદારીને કારણે અમે તમામ સ્થળે વિવિધ પ્રકારના ગ્રાહકોને ક્રેડિટ સુવિધા મેળવવામાં મદદરૂપ થઈશું. બેંક ઑફ બરોડા સાથે ભાગીદારી કરીને અમે પ્રસન્ન છીએ અને પરસ્પર લાભદાયક તથા લાંબાગાળાની જોડાણ માટે આશાવાદી છીએ.”
બેંક ઑફ બરોડાના ચીફ જનરલ મેનેજર (રિટેલ એસેટ્સ, એમએસએમઈ અને રૂરલ તથા ગ્રામ્ય બેંકિંગ) શ્રી રાજેશ મલ્હોત્રાએ જણાવ્યું કે, “કાર લોન બિઝનેસમાં મહિન્દ્રા ફાઇનાન્સ સાથે અમારી ભાગીદારીનો આ પ્રારંભ છે. બેંક ઑફ બરોડા તથા મહિન્દ્રા ફાઇનાન્સ એ બંને પ્રતિષ્ઠિત ફાઇનાન્સિયલ સર્વિસિસ સંસ્થાઓ છે, જે વાહનો માટે ફાઇનાન્સિંગના ક્ષેત્રમાં મજબૂત સ્થાન ધરાવે છે અને આ ભાગીદારીથી અમે અમારો વ્યાપ વધારી શકીશું અને તમામ સેગમેન્ટમાં ગ્રાહકોની સેવા કરી શકીશું.”
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.