મહિન્દ્રા ફાઇનાન્સે કો-લેન્ડિંગ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી
મહિન્દ્રા ગ્રૂપની પેટા કંપની અને ભારતની અગ્રણી નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પૈકી એક મહિન્દ્રા ફાઈનાન્સે આજે ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સાથે મળી ધિરાણ આપવા વ્યૂહાત્મક કો-લેન્ડિંગ પાર્ટનરશિપ કરી છે.
મુંબઈ : મહિન્દ્રા ગ્રૂપની પેટા કંપની અને ભારતની અગ્રણી નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પૈકી એક મહિન્દ્રા ફાઈનાન્સે આજે ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સાથે મળી ધિરાણ આપવા વ્યૂહાત્મક કો-લેન્ડિંગ પાર્ટનરશિપ કરી છે. કો-લેન્ડિંગ મોડલ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs)ની વિતરણ શક્તિ અને બેન્કોની ખર્ચ-કાર્યક્ષમ મૂડીનો ઉપયોગ કરવા માટે રચાયેલ છે, જે મોટાપાયે ગ્રાહકો સુધી પહોંચવા અને વધુ સારા વ્યાજ દરોની ખાતરી કરે છે.
મહિન્દ્રા ફાઈનાન્સના VC&MD રમેશ અય્યરે અને એસબીઆઈના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરે એસબીઆઈમાંથી CGM (SME) અને મહિન્દ્રા ફાઈનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોની હાજરીમાં આ પાર્ટનરશિપ કરી હતી.
સમગ્ર ભારતમાં કો-લેન્ડિંગ પાર્ટનરશિપ મહિન્દ્રા ફાઇનાન્સના ગ્રાહકોને અફોર્ડેબલ સોલ્યુશન્સ ઓફર કરે તેવી અપેક્ષા છે. આ કો-લેન્ડિંગ વ્યવસ્થા હેઠળ ઓફર કરવામાં આવતા વ્યાજ દરો ગ્રાહકની ક્રેડિટ પ્રોફાઇલ, વ્યક્તિગત અને સ્પર્ધાત્મક ધિરાણ અનુભવના આધારે નક્કી કરવામાં આવશે.
મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું હતું કે, "અમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે આ વ્યૂહાત્મક કો-લેન્ડિંગ વ્યવસ્થામાં પ્રવેશ કરવા બદલ ઉત્સુક છીએ. જે ભારતની અગ્રણી બેન્ક સાથે મળી અનેરી સેવાઓ પ્રદાન કરશે. આ સહયોગ નાણાકીય સુલભતા વધારવાનું એક પગલું છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ, અમારું ધ્યાન ઈનોવેશનને પ્રોત્સાહન આપવા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને અપનાવવા અને અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરતી અમારી સેવાઓને અનુરૂપ બનાવવા પર છે. આ ભાગીદારી દ્વારા અમે ઉભરતા ભારત માટે જવાબદાર ફાઈનાન્સિયલ સોલ્યુશન પાર્ટનર બનવાની અમારી ક્ષમતાને આગળ વધારીશું.”
આ ભાગીદારીની મદદથી મહિન્દ્રા ફાઇનાન્સનું મજબૂત ગ્રામીણ વિતરણ નેટવર્ક અને નાણાકીય ક્ષેત્રમાં કુશળતા, જ્યારે એસબીઆઈના સ્પર્ધાત્મક મૂડી ખર્ચ ગ્રાહકોને સ્પર્ધાત્મક લાભ મળશે. જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને વાજબી દરે ધિરાણ સેવાઓ આપી ગ્રાહકોની નાણાકીય સ્થિતિમાં વધારો કરવાનો છે. મહિન્દ્રા ફાઇનાન્સનું બેન્ક સાથે આ પ્રથમ
કો-લેન્ડિંગ જોડાણ છે. એસબીઆઈ સાથેની ભાગીદારી બંને કંપનીઓની એમએસએમઈ ક્ષેત્રોને સશક્ત બનાવવાની લાંબાગાળાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
આ કરાર હેઠળ, મહિન્દ્રા ફાઇનાન્સ સંભવિત ગ્રાહકોને એક સાથે લોનની ઉપલબ્ધતા અને લોન પ્રક્રિયાની સુવિધા આપશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.