મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી
એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે બિઝનેસ સાઇકલ આધારિત ઇન્વેસ્ટિંગ થીમને અનુસરે છે, સ્કીમ 21મી ઓગસ્ટ 2023ના રોજ ખુલે છે, 4થી સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થાય છે અને
13મી સપ્ટેમ્બર, 2023થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલે છે.
મુંબઈ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (“મહિન્દ્રા ફાઇનાન્સ”) અને મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડ, તેની નવીનતમ ઇન્વેસ્ટમેન્ટ તક – ‘મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાઇકલ ફંડનું અનાવરણ કરે છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બિઝનેસ-સાઇકલ આધારિત ઈન્વેસ્ટિંગ થીમને અનુસરે છે જે ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝ દ્વારા લાંબા ગાળાની મૂડી વૃદ્ધિની ઈચ્છા ધરાવતા રોકાણકારો માટે છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાઇકલ ફંડનો ઉદ્દેશ્ય એક્ટિવ પોર્ટફોલિયો ફાળવણી દ્વારા બિઝનેસ સાઇકલમાં ભાગ લેવા માટે કંપનીઓ અને ક્ષેત્રોમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને
મુખ્યત્વે ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને મૂડી વધારવાનો છે. આ ફંડ રોકાણકારોને આર્થિક અને માર્કેટ સાઇકલના માપદંડોનો ઉપયોગ કરીને બારીકાઈથી
દેખરેખ તથા સમજદારીથી બિઝનેસ સાઇકલની ગતિવિધિઓ પાર પાડવા માટે સારી રીતે જાણકાર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ એન્થોની હેરેડિયાએ આ ઓફરના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “આર્થિક પરિવર્તન અને બજારની ગતિશીલતાના યોગ્ય સમાયોજન દ્વારા, અમે રોકાણકારોને તેમના મુખ્ય ફંડ પોર્ટફોલિયોમાં લાંબા ગાળાના વ્યૂહાત્મક નિર્ણયો ઉમેરવાની તક પૂરી પાડીએ છીએ. આ ફંડ અમારા હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોને પૂરક બનાવે છે અને તે લમ્પસમ તેમજ એસઆઈપી રોકાણ બંને માટે યોગ્ય છે.”
મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાઇકલ ફંડનું સંચાલન ભારતીય ઈક્વિટી માર્કેટમાં 28થી વધુ વર્ષોનો અનુભવ ધરાવતા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર-ઈક્વિટી કૃષ્ણા સંઘવી તેમજ શ્રી રેંજીથ
શિવરામ રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવશે. કૃષ્ણા સંઘવીએ ફંડના મુખ્ય ઉદ્દેશ્ય પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે “ફંડ વ્યૂહાત્મક રીતે ઈકોનોમિક સાઇકલ અને માર્કેટ સાઇકલને એકીકૃત
કરવાનો હેતુ ધરાવે છે, જેથી લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ હાંસલ કરવા માટે, બિઝનેસ સાઇકલના તબક્કાઓ પર આધાર રાખીને ક્ષેત્રીય પસંદગીઓ પર આધારિત પોર્ટફોલિયો રચવામાં આવે.
મહિન્દ્રા મેન્યુલાઇફ ખાતે, અમારું માનવું છે કે અમારી નવી ઓફર મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાઇકલ ફંડ ટોપ-ડાઉન બિઝનેસ સાઇકલ/સેક્ટર આઇડેન્ટિફિકેશન અને બોટમ-અપ સ્ટોક
સિલેક્શન અભિગમના મિશ્રણનો ઉપયોગ કરીને ઇક્વિટી માર્કેટમાં માર્કેટ કેપિટલાઇઝેશનની સમગ્ર તકો મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.”
મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાઇકલ ફંડનો રોકાણનો અભિગમ ટોપ-ડાઉન અને બોટમ-અપ પદ્ધતિઓને એકીકૃત કરે છે, જે એક વ્યાપક વ્યૂહરચના પ્રદાન કરે છે. આ પ્રક્રિયા પ્રવર્તમાન
બિઝનેસ સાઇકલ અને ક્ષેત્રીય વલણોની સંપૂર્ણ ઓળખ સાથે શરૂ થશે, પોર્ટફોલિયો ફાળવણી માટે એક મજબૂત માળખું પૂરું પાડશે. સાનુકૂળ બિઝનેસ સાઇકલ દરમિયાન, ફંડ ઉચ્ચ
ગુણવત્તાવાળી કંપનીઓમાં રોકાણ પર ભાર મૂકશે, સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં વૈવિધ્યીકરણ અને વિવિધ રોકાણની સંભાવનાઓને એક્સપોઝર સુનિશ્ચિત કરશે. વધુમાં, ફંડ વ્યૂહાત્મક રીતે એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જે અલગ-અલગ બિઝનેસ સાઇકલ સ્ટેજ સાથે સુસંગત હોય. આ પદ્ધતિઓને એકીકૃત કરીને, મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાઇકલ ફંડ સારી રીતે માહિતગાર ક્ષેત્ર અને સ્ટોક પસંદગીના નિર્ણયો દ્વારા અસરકારક રીતે જોખમનું સંચાલન કરતી વખતે વળતરને ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરે છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાઇકલ ફંડ રોકાણકારોને પરિવર્તનકારી રોકાણ પ્રવાસ શરૂ કરવા આમંત્રણ આપે છે જે આર્થિક અને માર્કેટ સાઇકલની પ્રવાહી ગતિશીલતા સાથે સંરેખિત થાય છે. ‘ન્યૂ ફંડ ઓફર’ (એનએફઓ) 21મી ઓગસ્ટ 2023ના રોજ ખૂલશે, જેમાં સબસ્ક્રિપ્શન વિન્ડો 4થી સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થશે. ત્યારપછી ફંડ 13મી સપ્ટેમ્બર 2023થી સતત વેચાણ
અને પુનઃખરીદી માટે ફરીથી ખોલવામાં આવશે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.