મહિન્દ્રા ટ્રેક્ટર્સે ડીલર ફાઇનાન્સ સોલ્યુશન્સને મજબૂત બનાવવા માટે પંજાબ નેશનલ બેંક સાથે એમઓયુ કર્યો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરનો ભાગ મહિન્દ્રા ટ્રેક્ટર્સે તેના ડીલર્સ માટે ચેનલ ફાઇનાન્સ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પંજાબ નેશનલ બેંક (Pnb) સાથે સમજૂતીપત્ર (Mou) પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે.
મુંબઈ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરનો ભાગ મહિન્દ્રા ટ્રેક્ટર્સે તેના ડીલર્સ માટે ચેનલ ફાઇનાન્સ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. આ કરાર મહિન્દ્રા ટ્રેક્ટર્સના ચેનલ પાર્ટનર્સને વિશિષ્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સની એક્સેસ આપશે જેનાથી તેમની કાર્યશીલ મૂડીનું સંચાલન વધશે, ઇન્વેસ્ટ્રી સુવ્યવસ્થિત બનશે તથા તેમના વ્યાપારની વૃદ્ધિને ટેકો મળશે.
આ ભાગીદારીના ભાગરૂપે એક વર્ષથી વધુ સમયના બિઝનેસ સંબંધો ધરાવતા તમામ મહિન્દ્રા ટ્રેક્ટર્સના ડીલર્સ ચેનલ ફાઇનાન્સ લિમિટ માટે લાયક ઠરશે. આ પ્રોગ્રામ રૂ. 5 કરોડ સુધીની ફાઇનાન્સ લિમિટ ઓફર કરે છે જેમાં લિમિટની આકારણી વેચાણના 105 દિવસો પર આધારિત છે. ડીલર્સને 105 દિવસના ક્રેડિટ પિરિયડનો લાભ મળશે જેમાં 15 દિવસનો વધારાનો સમયગાળો પણ મળશે અને કોઈ માર્જિનની જરૂર વિના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇનવોઇસના 100 ટકા ફંડિંગનો પણ લાભ મળશે. આ ફાઇનાન્સિંગ પ્રોસેસ સ્પર્ધાત્મક વ્યાજ દરો તથા સરળ ડોક્યુમેન્ટેશન પ્રોસેસીસ પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે જેનાથી તે ડીલર્સને તેમના ફાઇનાન્સીસને મેનેજ કરવા અને કસ્ટમર સર્વિસ પર ધ્યાન આપવા માટે વધુ સરળ બનાવે છે. આ ફેસિલિટી બેંકના સંપૂર્ણ ડિજિટલ એફએસસીએમ (ફાઇનાન્શિયલ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ) મોડ્યુલ પર પૂરી પાડવામાં આવશે જે ગ્રાહકોની સેવામાં વધારો કરશે.
આ ભાગીદારી અંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડેન્ટ હેમંત સિક્કાએ જણાવ્યું હતું કે અમે અમારા ડીલર્સની અનોખી બિઝનેસ જરૂરિયાતો સંતોષે તેવા વ્યાપક નાણાંકીય સોલ્યુશન્સ તેમને ઓફર કરવા માટે પંજાબ નેશનલ બેંક સાથે ભાગીદારી કરતા આનંદિત છીએ. અમે તેમને આગળ આવવા માટે જરૂરી તમામ ટૂલ્સ પૂરા પાડીને અમારા ડિલર નેટવર્કને ટેકો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. પીએનબી સાથેનો સહયોગ અમારી કાર્યશીલ મૂડીના સંચાલનને સુધારવા અને કાર્યક્ષમતા લાવવામાં મદદરૂપ બનશે જેનાથી અમારા ડીલર્સ ખેડૂત સમુદાયને વધુ સારી રીતે સેવાઓ પૂરી પાડી શકશે.
આ ભાગીદારીમાં પિક સિઝનમાં ડીલર્સની નાણાંકીય જરૂરિયાતો માટેની જોગવાઈઓ પણ સમાવિષ્ટ છે જે બેંક દ્વારા પૂરી કરવામાં આવશે. આ ફાઇનાન્સ પ્રોગ્રામની ફ્લેક્સિબિલિટીથી મહિન્દ્રાનું ડિલર નેટવર્ક ઉચ્ચ માંગના સમયગાળા દરમિયાન તેમની નાણાંકીય જવાબદારીઓ કાર્યક્ષમ રીતે મેનેજ કરવા માટે મહિન્દ્રા ડિલર નેટવર્કને સક્ષમ બનાવશે જેનાથી ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થશે.
બોમ્બે હાઈકોર્ટે 87A ટેક્સ છૂટ મામલે મોટો નિર્ણય લીધો છે. ઘણા કરદાતાઓએ 5 જુલાઈ, 2024 પછી આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન) ફાઈલ કર્યું છે. તેને હજુ સુધી 87A કર મુક્તિનો લાભ મળ્યો નથી.
Ola Grocery Launched: ઓલાએ દેશભરમાં ઓલા ગ્રોસરી સર્વિસ શરૂ કરી છે. નવીનતમ સેવા 10 મિનિટમાં તમારા ઘરે આવશ્યક કરિયાણા પહોંચાડશે. ઓલાની નવી ડિલિવરી સેવાનું આગમન ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ માટે પડકાર વધારશે, કારણ કે તેઓ 10 મિનિટ ડિલિવરી સેવા સેગમેન્ટમાં પણ કામ કરે છે.
પાવર ગ્રીડ કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડસઈન્ડ બેંક અને ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર ટોપ લોઝર શેરો તરીકે જોવામાં આવ્યા હતા. આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેંકમાં વેચવાલી જોવા મળી હતી.