મહિન્દ્રા XUV400 સિંગલ ચાર્જમાં કચ્છનું રણ પાર કરનાર પ્રથમ EV વાહનનો અસાધારણ રેકોર્ડ બનાવ્યો
SUV સેગ્મેન્ટમાં પાયોનીયર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની સૌપ્રથમ E-SUV, મહિન્દ્રા- XUV400 સાથે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં પ્રવેશ મેળવીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ XUV400 સૌપ્રથમ ઇલેક્ટ્રીક વેહિકલ બન્યું છે જેણે સિંગલ ચાર્જમાં પડકારરૂપ કચ્છનું રણ સફળતાપૂર્વક પાર કરીને મહિન્દ્રાની ઈવી ટેકનોલોજીની અસરકારક ક્ષમતા દર્શાવી છે
એસયુવી સેગ્મેન્ટમાં પાયોનીયર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની સૌપ્રથમ ઈ-એસયુવી, મહિન્દ્રા- XUV400 સાથે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં પ્રવેશ મેળવીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ XUV400 સૌપ્રથમ ઇલેક્ટ્રીક વેહિકલ (EV) બન્યું છે જેણે સિંગલ ચાર્જમાં પડકારરૂપ કચ્છનું રણ સફળતાપૂર્વક પાર કરીને મહિન્દ્રાની ઈવી ટેકનોલોજીની અસરકારક ક્ષમતા દર્શાવી છે.
કાર એન્ડ બાઇક ટીમના સહયોગમાં આ રેકોર્ડ જર્ની ગુજરાતમાં બજાણાથી શરૂ થઈ હતી અને ઝીંઝુવાડા, કચ્છના નાના રણ, અદેસર, મોમઇમોરા, મોવના, બેલા, ધોળાવીરા થઈ સફેદ રણના પ્રારંભે ધોરડો સુધી પહોંચી. આ સંપૂર્ણ ઇલેક્ટ્રીક એસયુવી ગ્રામ્ય વિસ્તારોના તમામ પ્રકારના ઉબડ-ખાબડ, સાંકડા માર્ગો અને રેલવે ક્રોસિંગ એમ બધેથી સફળતાપૂર્વક પસાર થઈ. XUV400 એ સવારે 6.19 વાગ્યે કચ્છના નાના રણની પૂર્વમાં બજાણાથી તેની જર્નીનો પ્રારંભ કર્યો હતો અને સાંજે 6.34 વાગ્યે કચ્છના મોટા રણમાં ધોરડો નજીક છેક સફેદ રણ સુધી પહોંચી. તેની આ જર્નીમાં સરેરાશ ઝડપ પ્રતિ કલાક 35.9 કિ.મી. જેની નોંધ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ લેવામાં આવી છે.
મહિન્દ્રા XUV400 એ આ પડકારજનક જર્ની કરીને તેના ટકાઉપણા અને પરફોર્મન્સની પરીક્ષણ કર્યું. રણની પોચી જમીન અને સાથે કમોસમી વરસાદને કારણે કાદવ-કીચડ વાળી થયેલી જમીનને કારણે વાહન ચલાવવામાં ઘણા પડકારનો સામનો કરવો પડ્યો. અસાધારણ ગરમી અને સૂકા વાતાવરણ, જે દરમિયાન કચ્છના રણમાં પસાર થતી વખતે 50 ડિગ્રી સેલ્સીઅસ ગરમી છતાં મહિન્દ્રા XUV400 EV એ સિંગલ ચાર્જમાં પ્રથમ ઈવીનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
આ સીમાચિહ્નને કારણે XUV400 ને પાયોનીયર ઈવી બનાવે છે જે અસાધારણ પરફોર્મન્સ અને ટકાઉપણાની સાથે વિશ્વાસપાત્ર અને વર્સેટાઇલ ઇલેક્ટ્રીક એસયુવી તરીકે ક્ષમતા સાબિત કરી છે. XUV400 એ પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રીક મહિન્દ્રા એસયુવી છે જે કંપનીની નવી બ્રાન્ડ ઓળખ બની છે જે ચળકતા કૉપરના દ્વિ-પીક લોગો છે.
સંપૂર્ણ ઇલેક્ટ્રીક XUV400 કદમાં ભવ્ય છે અને તેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે શક્તિશાળી ફીચર્સ અને રોમાંચક પરફોર્મન્સ ધરાવે છે. સંપૂર્ણ ઇલેક્ટ્રીક XUV400 માં નોન-લક્ઝરી સેગમેન્ટનું સૌથી ઝડપી એક્સલરેશન છે, માત્ર 8.3 સેકન્ડમાં પ્રતિ કલાકના 0-100 ની ઝડપ મેળવી શકે છે, તેની મહત્તમ ઝડપ કલાકના 150 કી.મી. છે. XUV400 સી-સેગ્મેન્ટ એસયુવી શ્રેણીમાં 4200 એમએમ લાંબી છે અને તેનો વ્હીલબેઝ 2600 એમએમ છે. આ કાર શ્રેષ્ઠ કૅબિન સ્પેસ તથા લેગરૂમ આપે છે એટલું જ નહીં પરંતુ 378 l /418 l (રૂફ સુધી) બેસ્ટ ઇન ક્લાસ બૂટ સ્પેસ પણ આપે છે. XUV400 - 110 કિલોવૉટ (150PS) નો સર્વોચ્ચ પાવર આપે છે અને 310 Nm ટૉર્ક, 39.4 કિલોવૉટની સર્વોચ્ચ ક્ષમતાની લિથિયમ-આયોન બૅટરીથી સજ્જ છે, જે 456 કિ.મી. સુધી ચાલી શકે છે.
તાજેતરમાં XUV400 એ શૂન્ય કરતાં નીચા તાપમાને 24 કલાકમાં એક ઈવી દ્વારા મહત્તમ અંતર કાપવાનો વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. હિમાચલ પ્રદેશમાં લાહોલ સ્પિતીના કેલોંગથી શરૂ થયેલી આ સફર 751 કિ.મી.નું અંતર કાપીને પરત એ જ સ્થળે પૂરી થઈ હતી. શૂન્યથી નીચેના તાપમાનમાં આ ઈવી કારનું આ એક્સપિડિશન પ્રતિ કલાક સરેરાશ 50 કિ.મી.ની ઝડપે હાથ ધરવામાં આવ્યું હતું.
ડિસેમ્બર 2024માં JSW MG મોટર ઇન્ડિયાનું વેચાણ વાર્ષિક ધોરણે 55 ટકા વધીને 7,516 યુનિટ થયું છે.
જો તમારી કાર પણ શિયાળામાં બંધ થઇ જાય છે. જો તે વારંવાર શરૂ કરવા છતાં પણ કામ કરતું નથી, તો અમે તમને કેટલીક ટિપ્સ અને પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
Kia Syros and Maruti Brezza: જો તમે પણ Kia Syros અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે Kia Syros માં એવા કયા ફીચર્સ છે, જે Maruti Brezza માં નથી.