મહિન્દ્રાએ નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ સાથે પિકઅપ સેગમેન્ટમાં ખળભળાટ મચાવ્યો
ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને શક્તિશાળી બનાવતા અત્યંત બહુમુખી નવા પ્લેટફોર્મનો વિકાસ એ મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતે એન્જિનિયરોની સમર્પિત ટીમ દ્વારા ત્રણ વર્ષથી વધુના નવીનતમ કામગીરીનું પરિણામ
મુંબઈ : ભારતની નંબર વન પિકઅપ બ્રાન્ડ બોલેરો પિક-અપના નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે તેની ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી છે. રૂ. 7.85 લાખની (એક્સ-શોરૂમ) કિંમતથી શરૂ થતી ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને ગ્રાહકો અને ઓપરેટરોને અભૂતપૂર્વ મૂલ્ય પૂરું પાડતા શક્તિશાળી ફીચર્સ અને પ્રદર્શન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
હળવા, વધુ કોમ્પેક્ટ અને વર્સેટાઈલ ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ પેલોડ ક્ષમતા, ઇંધણ કાર્યક્ષમતા, સલામતી અને એકંદર ડ્રાઇવિંગ અનુભવ માટે નવા બેન્ચમાર્ક સેટ કરે છે. તે પહેલાં કરતાં વધુ મૂલ્ય પ્રદાન કરવા માટે સ્માર્ટ એન્જિનિયરિંગનો પણ સમાવેશ કરે છે. નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ રૂ. 24,999ના ન્યૂનતમ ડાઉન પેમેન્ટ પર બુક કરી શકાય છે, મહિન્દ્રા સરળ ખરીદી અને માલિકી અનુભવ માટે આકર્ષક ધિરાણ યોજનાઓ પણ ઓફર કરે છે.
ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ એક નવા પ્લેટફોર્મ સાથે ગેમ ચેન્જર બનવાનું વચન આપે છે, જે બોલેરોના ડીએનએ એવા મજબૂતાઈ, કઠિનતા, વિશ્વસનીયતા, ઓછો જાળવણી ખર્ચ અને ઉચ્ચ પુનર્વેચાણ મૂલ્યના સમાનાર્થી એવા મુખ્ય મૂલ્યો અને શક્તિઓને વહન કરે છે. તે બોલેરોની ન્યૂનતમ અને ટાઈમલેસ ડિઝાઇન લેંગ્વેજને પણ જાળવી રાખે છે જે દેશભરના શહેરી રસ્તાઓ અને હાઇવે પર પ્રભુત્વ ધરાવે છે.
M&Mના ઓટોમોટિવ ડિવિઝનના પ્રમુખ શ્રી વિજય નાકરાએ જણાવ્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા પહેલ માટે ખૂબ જ પ્રતિબદ્ધ કંપની તરીકે, અમે અગ્રેસર અને વિકાસશીલ પ્રોડક્ટ્સ માટે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ જે માત્ર ગ્રાહક કેન્દ્રિત જ નથી પરંતુ ભારતના આર્થિક વિકાસમાં યોગદાન
આપવાની અમારી પ્રતિબદ્ધતાને પણ છતી કરે છે.
મહિન્દ્રા ખાતે, અમે અમારા ગ્રાહકોને વિકાસ અને સમૃદ્ધિને સક્ષમ કરતા અનેકવિધ લાક્ષણિકતાઓ ધરાવતા વાહનો પૂરા પાડીને તેમના જીવનને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયાસ કરીએ છીએ. નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ અત્યાધુનિક સુવિધાઓ, અદ્વિતીય શક્તિ, મહત્તમ પેલોડ ક્ષમતા અને ઉચ્ચ માઇલેજ પ્રદાન કરે છે, જે વચન આપે છે કે દરેક મુસાફરી ડ્રાઇવરો માટે ઉત્પાદક અને થાકરહિત છે. તે સાચા અર્થમાં મહત્તમ અનુભવ ઈચ્છતી કોઈપણ વ્યક્તિ માટે યોગ્ય પસંદગી તરીકે બહાર આવે છે. આ પ્રોડક્ટ રેન્જ સાથે ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય પૂરું પાડવા અને પિક-અપ સેગમેન્ટમાં શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કરવા માટે મહિન્દ્રાની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા અમને આનંદ થાય છે.”
ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ બે રેન્જમાં આવે છે – HD સિરીઝ (HD 2.0L, 1.7L અને 1.7, 1.3) અને સિટી સિરીઝ (સિટી 1.3, 1.4, 1.5 અને સિટી CNG) – અને તેને ગ્રાહકોને ઉચ્ચ કાર્યકારી અને કમાણી ક્ષમતા તેમજ સરળ અને આનંદદાયક ઓન-રોડ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વધુમાં, નવી રેન્જ ઉચ્ચ પેલોડ ક્ષમતા, બહેતર માઇલેજ અને પ્રદર્શન, સુધારેલ આરામ અને સલામતી તેમજ અત્યંત વિશ્વસનીય અને કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રદાન કરે છે.
ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જની ઉત્કૃષ્ટ સુવિધાઓ
• સર્વોત્તમ પ્રમાણિત માઇલેજ અને પ્રદર્શન માટે નવું m2DI એન્જિન
• CMVR પ્રમાણિત D+2 બેઠક
• આરામ માટે હાઈટ-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ્સ
• OEM ફીટેડ કનેક્ટેડ વ્હીકલ સોલ્યુશન્સ – ફ્લીટ મેનેજમેન્ટ માટે iMaXX કનેક્ટેડ સોલ્યુશન
• વધુ સારી લોડેબિલિટી માટે 3050 મીમી સુધીના કાર્ગો બેડ સાથે 2 ટન ઊંચી પેલોડ ક્ષમતા
• સંપૂર્ણપણે નવા કેબિન એક્સટિરિઅર અને ઇન્ટિરિયર
• રસ્તા પર વધુ સારી દ્રશ્યતા માટે ટર્ન સેફ લાઈટ્સ
• 20,000 કિમી સર્વિસ ઇન્ટરવલ
• વિશાળ વ્હીલ ટ્રેક
• ઉચ્ચ કાર્ગો ઉપયોગ માટે વિશાળ કાર્ગો
કિંમતની વિગતો (એક્સ-શોરૂમ) નીચે મુજબ છેઃ
સિટી રેન્જ
સિટી 1.3 LX CBC રૂ. 7.85 લાખ
સિટી 1.3 LX રૂ. 7.95 લાખ
સિટી 1.4 LX CBC રૂ. 8.22 લાખ
સિટી 1.4 LX રૂ. 8.34 લાખ
સિટી 1.5 LX CBC રૂ. 8.22 લાખ
સિટી 1.5 LX રૂ. 8.34 લાખ
સિટી CNG રૂ. 8.25 લાખ
એચડી રેન્જ
એચડી 1.7 LX CBC રૂ. 9.26 લાખ
એચડી 1.7 LX રૂ. 9.53 લાખ
એચડી 1.7L LX રૂ. 9.83 લાખ
એચડી 2.0L LX રૂ. 9.99 લાખ
એચડી 2.0L LX રૂ. 10.33 લાખ
Bharat Mobility Global Expo 2025 : કિયા ઇન્ડિયાએ ઓટો એક્સ્પોમાં નવી કાર્નિવલ રજૂ કરી છે. આ મોડેલનું મુખ્ય આકર્ષણ ટોચ પર એક સ્ટાઇલિશ રૂફ બોક્સ છે.
ડિસેમ્બર 2024માં JSW MG મોટર ઇન્ડિયાનું વેચાણ વાર્ષિક ધોરણે 55 ટકા વધીને 7,516 યુનિટ થયું છે.
જો તમારી કાર પણ શિયાળામાં બંધ થઇ જાય છે. જો તે વારંવાર શરૂ કરવા છતાં પણ કામ કરતું નથી, તો અમે તમને કેટલીક ટિપ્સ અને પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.