જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં મોટો અકસ્માત; ચાર લોકોના મોત, બે ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ડાછન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ડાછન વિસ્તારમાં મંગળવારે સાંજે મારુતિ કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, એક મારુતિ કાર, જેનો નંબર JK01K-5426 હતો, હેરોઈન નાલા ડાછનમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ તરત જ પોલીસ સ્થાનિક લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ લઈ ગયા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કાર રસ્તા પરથી લપસીને ઉંડી ખાઈમાં પડી હતી. કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે આ કરુણ ઘટના બની હતી. પોલીસે હજુ સુધી મૃતકો અને ઘાયલોની ઓળખ જાહેર કરી નથી.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.