જમ્મુ-પૂંચ હાઈવે પર મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 9ના મોત; 40 ઘાયલ
ગુરુવારે જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો હતો. અહીં 60 મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગુરુવારે, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભક્તોને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં 9 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 40 મુસાફરો ઘાયલ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે બસ રસ્તા પરથી લપસી ગઈ અને જિલ્લાના કાલીધર વિસ્તારમાં લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. તેમણે જણાવ્યું કે બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના ઘટી હતી. જમ્મુની મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ઘણા મુસાફરોની હાલત નાજુક છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે એસડીએમ અખનૂર લેખ રાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ બચાવ કાર્યમાં લાગેલા છે.
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.
"મુંબઈમાં ગુજરાતી અને મરાઠી પરિવાર વચ્ચે નોન-વેજ ખોરાકને લઈે વિવાદ થયો. MNS નેતાઓએ ધમકી આપી, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ. વાંચો સંપૂર્ણ અપડેટ."