ગુજરાતમાં મોટો રોડ અકસ્માત, સ્ટેટ રિઝર્વ પોલીસના જવાનોથી ભરેલી બસ ખાડામાં પડી, 38 ઘાયલ
આ તમામ સૈનિકો પાવાગઢ તળેટીમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં ત્રણ દિવસીય તાલીમ સત્રમાં હાજરી આપીને દાહોદ પરત ફરી રહ્યા હતા ત્યારે ધૂળિયા રસ્તા પરથી બહાર નીકળતી વખતે બસ નીચે ઉતરી ગઈ હતી અને બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.
હાલોલ : ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં સોમવારે સાંજે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના જવાનોને લઈ જતી બસ ડુંગરાળ વિસ્તારમાં પલટી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 SRP જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી 9 ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રથમ દૃષ્ટિએ, બ્રેક ફેલ થવાને કારણે, ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે બસ ઢાળ પરથી નીચે ઉતરીને પલટી ગઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકો પાવાગઢ તળેટીમાં પહાડી વિસ્તારમાં ત્રણ દિવસીય તાલીમ સત્રમાં હાજરી આપ્યા બાદ દાહોદ પરત ફરી રહ્યા હતા ત્યારે ધૂળિયા રસ્તા પરથી બહાર નીકળતી વખતે બસ નીચે ઉતરી ગઈ હતી અને બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે 50 સૈનિકોથી ભરેલી બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી.
પોલીસ ઈન્સ્પેક્ટર આર. એ. જાડેજાએ જણાવ્યું હતું કે, “અકસ્માત સમયે બસમાં 50 સૈનિકો હતા. જેમાં 38 જવાનો ઘાયલ થયા હતા અને તેમને હાલોલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંથી 29ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી અને અન્ય નવ ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.”
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.