કેલિફોર્નીયા બદામ સાથે નાતાલની ઉજવણીને વધુ આનંદિત અને તંદુરસ્ત બનાવો
સ્વાદ સાથે સમાધાન કર્યા વિના તંદુરસ્ત પસંદગીઓ કરીને તહેવારના ઉત્સાહની ઉજવણી કરો. તમે જેમ નાતાલના નાસ્તાઓને તૈયાર કરો છો અને પરંપરાગત ફીસ્ટ બનાવો છો તેની સાથે કેલિફોર્નીયા બદામના સંપૂર્ણ સારા ગુણો સાથે તમારી ઉજવણીઓને ઉન્નત બનાવો .
નાતાલ, મિત્રો અને પ્રિયજનો સાથે મોજ, એકત્રિત થવાનો અને આનંદદાયક યાદોનું સર્જન કરવાનો છે. ચાલુ વર્ષે સ્વાદ સાથે સમાધાન કર્યા વિના તંદુરસ્ત પસંદગીઓ કરીને તહેવારના ઉત્સાહની ઉજવણી કરો. તમે જેમ નાતાલના નાસ્તાઓને તૈયાર કરો છો અને પરંપરાગત ફીસ્ટ બનાવો છો તેની સાથે કેલિફોર્નીયા બદામના સંપૂર્ણ સારા ગુણો સાથે તમારી ઉજવણીઓને ઉન્નત બનાવો – જે એક સર્વતોમુખી ઇનગ્રેડીયન્ટ છે અને ક્રંચ, સ્વાદ અને પોષણને તમારા તહેવાર પિર્ય ચીજોમાં લાવે છે. અત્યંત લોકપ્રિય કેલિફોર્નીયા બદામ પ્રોટીન, તંદુરસ્ત ચરબી, ફાયબર, મેગ્નેશિયમ, જસત અને ફોસ્ફરસ સહિતના 15 આવશ્યક પોષણો સાથેનું પાવરહાઉસ છે,
કેક્સથી લઇને કૂકીઝ સુધીમાં બદામ એ સૂકા મેવાનો રાજા છે, જે ફક્ત તારા સ્વાદમાં જ વધારો કરે છે તેવુ નથી. પરંતુ તહેવારના સર્જનોમાં કેટલુંક પોષણ મૂલ્ય પણ લાવે છે. પ્રકાશિત થયેલ અગ્રણી વૈજ્ઞાનિક જર્નલ્સમાં 200થી વધુ અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યુ છે તેમ મુઠ્ઠીભર કેલિફોર્નીયા બદામનું દરરોજ સેવન કરવાથી તે બ્લડ સુગર, LDL કોલેસ્ટરલને નીચુ રાખવવામાં અને હૃદયના આરોગ્યને ટેકો આપે છે. તેના સંતુષ્ટ કરતા ગુણો ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેની સાથે વજન વ્યવસ્થાપનમાં પણ ટેકો આપે છે. વધુમાં, તાજેતરમાં ભારતીયો માટે પ્રકાશિત થયેલ ICMR-NIN ડાયેટરી માર્ગદર્શિકાઓ અનુસાર બદામ અનેક પોષણયુક્ત સૂકામેવાઓમાંથી એક છે જેનું સારા આરોગ્ય માટે દરરોજ સેવન કરી શકાય છે.
આ નાતાલમાં તમારી ઉજવણીઓને કેલિફોર્નીયા બદામનો તમારી તહેવારની રસોઇમાં સમાવેશ કરીને વધુ આનંદિત અને તંદુરસ્ત બનાવો. તે પ્રિય વ્યક્તિને આપવા લાયક એક યોગ્ય ભેટ પણ છે, જે સારા આરોગ્યની ભેટ પ્રદાન કરે છે.
બોલિવુડ અભિનેત્રી સોહા અલીખાન જણાવે છે કે, “મારા માટે નાતાલ એ પારીવારિક સમય, તહેવારના ઉજાસ અને મારી દીકરી માટે ખાસ નાસ્તા તૈયાર કરવાનો સમય છે. તેનું સેવન કરવું તે ઉજવણીનો એક ભાગ છે. હું હંમેશા મારી રેસિપીમાં તંદુરસ્ત વિકલ્પો જેમ કે ગોળ અને બદામનો સમાવેશ થાય તેની ખાતરી રાખુ છું. તે ફક્ત ડીશોના સ્વાદમાં જ વધારો કરે છે તેવુ નથી પરંતુ બિનજરૂરી નાસ્તા પર નિયંત્રણ પણ લાદે છે અને આપણે લાંબા સમય સુધી તૃપ્ત રાખે છે. આ નાતાલમાં હુ દરેકને અર્થપૂર્ણ ખોરાક પસંદગી કરવાનું અને તંદુરસ્ત રીતે ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરુ છું.”
ન્યૂટ્રીશન અને વેલનેસ કન્સલ્ટન્ટ શીલા ક્રિશ્નાસ્વામીએ જણાવ્યું હતુ કે “તહેવારો ઘણી વખત વધુ પડતુ સેવન કરવામાં પરિણમે છે, પરંતુ તંદુરસ્ત વિકલ્પોનો તમારા ભોજનમાં સમાવેશ કરવો આવશ્યક છે. બદામ LDLને નીચુ રાખવા માટે અને સંપૂર્ણ કોલેસ્ટરલ સ્તરોને નીચા રાખવા માટે જાણીતી છે, જે તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે. બદામ માટે સારી બાબત તેની સર્વતોમુખીતા છે – તે કોઇ પણ ભોજન સાથે સરળતાથી મિશ્રીત થઇ જાય છે, તેમજ ક્રંચ, સ્વાદ અને પોષણ મૂલ્યનો ઉમેરો કરે છે. આ નાતાલની સિઝનમાં સાવચેતીપૂર્ણ પસંદગી કે જે સ્વાદ અને આરોગ્યને અગ્રિમતા આપે છે તેની ભલામણ કરવાનો છે.”
પોપકોર્ન એક એવો નાસ્તો છે જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને પસંદ હોય છે. પોપકોર્ન, જે ખાવામાં ખૂબ જ હળવા હોય છે અને તેનો સ્વાદ હળવો હોય છે, તે મૂવી જોવાથી લઈને પરિવાર સાથે ચેટ કરવા સુધીના દરેક પ્રસંગ માટે યોગ્ય છે.
હવે ક્રિસમસ દૂર નથી આવી સ્થિતિમાં મોટાભાગના લોકોએ આ ખાસ અવસર માટે પોતાના પ્લાન બનાવવાનું શરૂ કરી દીધું હશે. જો તમે દિલ્હી-એનસીઆરની આજુબાજુની કોઈપણ જગ્યા શોધવા માંગતા હોવ તો આ લેખ તમારા માટે છે.
બાળકોમાં ડેન્ડ્રફ થવો સામાન્ય વાત છે, પરંતુ જો તમે યોગ્ય સમયે તેનાથી છુટકારો નહી મેળવશો તો તેની ખરાબ અસર તમારા વાળ પર પડી શકે છે. આવી સ્થિતિમાં, ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે તમારા વાળની સંભાળના દિનચર્યામાં કપૂરનો સમાવેશ કરવો જરૂરી છે.