માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આલિયા ભટ્ટને ઓનબોર્ડ કરી
આલિયા ભટ્ટ ફ્લેગશીપ બ્રાઇડલ કેમ્પેઇન – બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયા 2023ને પ્રદર્શિત કરશે
મુંબઇ : વિશ્વના 10 દેશોમાં 312 શોરૂમ સાથે છઠ્ઠા ક્રમના સૌથી મોટા રિટેઇલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટની નિમણૂંક કરી છે. વર્ષ 2012માં કારકિર્દીની શરૂઆત કર્યાં બાદ આલિયા ભટ્ટે બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા ખૂબજ ઝડપથી ભારતમાં જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી છે. તેમણે બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેત્રી, તેમના નમ્ર વ્યક્તિત્વ અને આકર્ષક દેખાવ સાથે ભારતના ઘણાં પ્રતિભાશાળી કલાકારોનું પ્રતિનિધિત્વ કરતાં પ્રશંસા મેળવી છે. તે ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન દ્વારા હોલીવુડમાં ડેબ્યુ કરવા સજ્જ છે.
માલાબાર ગ્રૂપની 30મી વર્ષગાંઠના પગલે આ જાહેરાત કરાઇ છે, જેણે વર્ષ 1993માં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. ભારત, યુએઇ, કેએસએ, કતાર, બહેરીન, ઓમાન, કુવૈત, મલેશિયા, સિંગાપોર અને યુએસએમાં વ્યાપક રિટેઇલ નેટવર્ક સાથે આલિયા ભટ્ટને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરવાથી બ્રાન્ડને નવો વૈશ્વિક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થશે કારણકે તે યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, બાંગ્લાદેશ, તુર્કી અને ન્યુ ઝિલેન્ડ જેવાં નવા માર્કેટ તથા ભારતના તમામ રાજ્યોના મોટા શહેરોમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આલિયા ભટ્ટે કહ્યું હતું કે, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ જેવી વૈશ્વિક બ્રાન્ડો ચહેરો બનતા હું ખુશ છું. ભારતીયો અને ભારતીય ઉપમહાદ્વીપમાં સ્વિકૃતિના સાભી બન્યાં બાદ તેમણે વિદેશોમાં મેળવેલી અપાર સફળતા આપણા માટે ગર્વની વાત છે અને હું માલાબાર પરિવારનો હિસ્સો બનતા આદર અનુભવું છું. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ મહાત્વાકાંક્ષી વિસ્તરણ યોજના હાથ ધરી રહ્યું છે ત્યારે હું વિશ્વભરમાં જ્વેલરીના ચાહકો સુધી પહોંચવામાં તેમને મદદરૂપ બનવા સજ્જ છું.
માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમદે કહ્યું હતું કે, “માલાબાર પરિવારમાં આલિયા ભટ્ટનું સ્વાગત કરતાં અમે ઉત્સાહિત છીએ. વર્ષોથી અમારા બ્રાન્ડ એમ્બેસેડર્સે અમારા ગ્રાહકોની નજરમાં અમારી બ્રાન્ડની સ્થિતિને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને અમારા બ્રાન્ડના ચહેરા તરીકે આલિયા ભટ્ટ સાથે અમને માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને નવી ઊંચાઇએ લઇ જવાની આશા છે. અમારો ઉદ્દેશ્ય ભારતીય કલા, સંસ્કૃતિ, પરંપરા, વારસા સાથે દાગીના જ્વેલરી બનાવીને તેને પ્રમોટ કરીને અને વેચાણ દ્વારા વિશ્વના સૌથી મોટા જ્વેલરી રિટેલર તરીકેનો તાજ મેળવવાનો છે. આલિયા ભટ્ટ એક અભિનેતા તરીકે અને વ્યક્તિ તરીકે અમારી સાથે એકદમ સુસંગત છે. ખૂબજ સ્પર્ધાત્મક ફિલ્મ ઉદ્યોગમાં તેમની પ્રભાવશાળી કારકિર્દી અમારી બ્રાન્ડની સફર અને બ્રાન્ડ તરીકેની મહત્વાકાંક્ષા સાથે અનુરૂપ છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ તેની 30મી વર્ષગાંઠની ઉજવણી કરે છે અને અમે અમારા વિશ્વસનીય ગ્રાહકોને શ્રેષ્ઠ જ્વેલરી શોપિંગ અનુભવ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીએ છીએ.”
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ મલાબાર પ્રોમિસ નામે અનુકૂળ અને કસ્ટમર-ફ્રેન્ડલી પોલીસી દ્વારા બેજોડ જ્વેલરી શોપિંગનો અનુભવ પ્રદાન કરવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ પ્રોમીસ બેજોડ ગુણવત્તા, પારદર્શિતા અને સેવાની ખાતરી આપે છે. ગોલ્ડ, ડાયમંડ અને કિમતી રત્નોમાં 12 ક્સક્લુઝિવ બ્રાન્ડ્સ સાથે માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ 20 દેશોમાં ડિઝાઇન પૂરી પાડે છે, જે વિશાળ, બહુસાંસ્કૃતિક ગ્રાહકોના આધારને તેમની વિવિધ પસંદગીઓ મૂજબ સેવા આપે છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સ્થાનિક પડકારો વચ્ચે તેની સ્થિતિસ્થાપકતા લંબાવીને ભારતીય શેરબજાર બુધવારે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
દેશની મુખ્ય સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવોની જાહેરાત કરી છે, જે આજે યથાવત છે.
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સકારાત્મક નોંધ પર બંધ થયા હતા