માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે કોઝિકોડમાં વિશ્વના સૌથી મોટા જ્વેલરી ડેસ્ટિનેશન આર્ટિસ્ટ્રી સ્ટોરનો પ્રારંભ કર્યો
દેશની સૌથી મોટી ગોલ્ડ અને ડાયમંડ રિટેઇલ ચેઇન પૈકીની એક માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વિશ્વસ્તરીય જ્વેલરી શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટે કેરળના કોઝિકોડમાં વિશ્વના સૌથી મોટા જ્વેલરી શોરૂમનો પ્રારંભ કર્યો છે.
મુંબઇ : દેશની સૌથી મોટી ગોલ્ડ અને ડાયમંડ રિટેઇલ ચેઇન પૈકીની એક માલાબાર ગોલ્ડ ડાયમંડ્સે વિશ્વસ્તરીય જ્વેલરી શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટે કેરળના કોઝિકોડમાં વિશ્વના સૌથી મોટા જ્વેલરી શોરૂમનો પ્રારંભ કર્યો છે.ગોલ્ડ અને ડાયમંડ શોપિંગ માટે નવા વૈશ્વિક કેન્દ્ર તરીકે ઓળખ ધરાવનાર આર્ટિસ્ટ્રી સ્ટોર સંયોગથી એ સ્થળે શરૂ કરાઇ રહ્યો છે કે જ્યાં ત્રણ દાયકા પહેલાં માલાબાર સમૂહની શરૂઆત થઇ હતી.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના સ્ટેટ પ્રેસિડેન્ટ સૈયદ સાદિલ અલી શિહાબ થંગલે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના આર્ટિસ્ટ્રી સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રીઓ પી.એ. મુહમ્મદ રિયાસ, વી. અબ્દુર્રહીમાન, એ.કે. સસિન્દ્રન, અહેમદ દેવરકોવિલ, એમએલએ કનાથિલ જમીલા, નજીબ કાંથાપુરમ, ટી. સિદ્દીક, કોઝિકોડ કોર્પોરેશનના ઉન્સિલર રામલથ, ડીસીસી પ્રેસિડેન્ટ કે. પ્રવીણ કુમાર, માલાબાર જૂથના અધ્યક્ષ એમ. પી. અહમદ, વાઇસ ચેરમેન કે પી અબ્દુલ સલામ, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ ઈન્ડિયાના ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર ઓ.આશર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ઈન્ટરનેશનલ ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર શામલાલ અહેમદ, ગ્રુપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ કે.પી. વીરનકુટ્ટી, એ.કે. નિષાદ, સી. માયીનકુટ્ટી, એમપી અબ્દુલ મજીદ, વી.એસ. શરીજ, ડાયરેક્ટર્સ પી એ અબ્દુલ્લા, સમદ બાપુ, કોર્પોરેટ હેડ આર. અબ્દુલ જલીલ, એ કે ફૈઝલ, વી એસ શફીખ, શાજી કક્કોડી, એમ પી અહેમદ બશીર, રિટેલ ઓપરેશન હેડ પી.કે. સિરાજ, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઝોનલ હેડ જાવેદ મિયાન, ચામાયામ બાપુ અને અન્ય મેનેજમેન્ટ સભ્યો, ધાર્મિક-સામાજિક-રાજકીય વ્યક્તિઓ અને અન્ય લોકો ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સમૂહે કોઝિકોડમાં બેંક રોડ ઉપર સ્થિત અદ્ભુત શોરૂમને તેના લાખો ગ્રાહકો પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતિકરૂપે સમર્પિત કર્યો છે, જેમણે બ્રાન્ડમાં વિશ્વાસ રાખ્યો છે તથા તેને વર્લ્ડ લીડરમાં પરિવર્તિત કરવામાં મદદ કરી છે. આર્ટિસ્ટ્રી સ્ટોર વિશ્વમાં સૌથી મોટો જ્વેલરી શોરૂમ હશે, જે 1,10,000 ચોરસફૂટ ક્ષેત્રને આવરી લેશે, જેમાં ખરીદી માટે પાંચ માળ અને પાર્કિંગ માટે ત્રણ માળ રહેશે.
આ શોરૂમ ગ્રાહકોને બેજોડ શોપિંગનો અનુભવ તથા નવીન સેવાઓ ઓફર કરે છે. તેમાં દુલ્હનો માટે ઘરેણાંની પસંદગી માટે એક સમર્પિત વેડિંગ ક્ષેત્ર છે. એક બેસ્પોક સ્યુટ ગ્રાહકોને તેમની પસંદને કસ્ટમાઇઝ કરવા સક્ષમ કરશે. એક પર્સનલાઇઝ્ડ સર્વિસિસ સાથે પ્રિવિલેજ લોંજ શોરૂમની વધુ એક વિશેષતા છે, જેને વિશેષરૂપે તાલીમ ધરાવતા કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્ટોરમાં નિષ્ણાંતો ગ્રાહકોને વિવિધ રત્નોના સોર્સિંગ, મૂલ્ય અને વિશેષતાઓ વિશે માહિતી આપે છે.
આ ઉપરાંત શોરૂમમાં એક એક્સપિરિયન્સ ઝોન પણ છે, જે ગ્રાહકોને ગોલ્ડ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા વિશે બેજોડ અનુભવ પૂરો પાડે છે. એક સેલ્સ પોઇન્ટથી વિશેષ બનતા તેની કલ્પના જ્વેલરી ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે કરાઇ છે, જ્યાં ગ્રાહકો પરંપરાગત ઘરેણાના નિર્માણની સાથે- સાથે તેની ડેપ્થ, વિવિધતા અને સ્ટાઇલ વિશે પણ જાણકારી મેળવી શકશે.
વિશ્વભરમાંથી એકત્રિત કરાયેલા કિમતી અને સદીઓ જૂના હીરા, આભૂષણ અને પ્રાચીન વસ્તુઓને પ્રદર્શિત કરવા માટે એક વિશેષ મંડપ છે. એક્સપ્રેસ બિલિંગ કાઉન્ટર, હળવા વજન ધરાવતા ઘરેણાંનો વિશાળ સંગ્રહ, મલ્ટી-લેવલ પાર્કિંગ સ્ટોર જેવી બીજી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.