માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે મુંબઈમાં તેનું સેન્ટ્રલાઈઝ્ડ બેઝ ઓફ ઈન્ડિયા ઓપરેશન્સ મલબાર નેશનલ હબ (M-NH) ખોલ્યું
મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન, મુંબઈના અંધેરી ઈસ્ટમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (MIDC) ખાતે શરૂ કરવામાં આવ્યું, 50,000 ચોરસ ફૂટનું સેન્ટ્રલ હબ ભારતમાં રિટેલ, સપ્લાય ચેઈન અને B2B કામગીરીને એકસાથે જોડશે.
મુંબઈ: 11 દેશોમાં 330થી વધુ આઉટલેટ્સ સાથે વૈશ્વિક સ્તરે 6ઠ્ઠી સૌથી મોટી જ્વેલરી રિટેલર માલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે મુંબઈમાં અંધેરી ઈસ્ટ ખાતે સેન્ટ્રલાઈઝ્ડ બેઝ ઓફ ઈન્ડિયા (ભારતમાં કામગીરીનું કેન્દ્ર) મલબાર નેશનલ હબ (M-NH) શરૂ કર્યો છે. અત્યાધુનિક ફેસિલિટીનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં માલાબાર ગ્રૂપના ચેરમેન શ્રી એમ.પી. અહમદ, ભૂતપૂર્વ સાંસદ શ્રી વિજય દરડા, અને લોકમત મીડિયાના ચેરમેન, માલાબાર ગ્રૂપના વાઈસ ચેરમેન શ્રી કે.પી અબ્દૂલ સાલમ, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના એમડી-ઈન્ડિયા ઓપરેશન્સ શ્રી ઓ આશર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના એમડી- ઈન્ટરનેશનલ ઓપરેશન્સ શ્રી શામલાલ અહમદ, અને અન્ય સત્તાવાર મહાનુભાવો, ગ્રૂપ એક્ઝિક્યુટીવ ડિરેક્ટર્સ એકે નિશાદ, કેપી વિરનકુટ્ટી, મયિનકુટ્ટી, અબ્દુલ મજીદ, એકે ફેઝલ, અબ્દુલા, પશ્ચિમ બંગાળ હેડ ફંઝીમ અહમેદ અને અન્ય અધિકારીઓ, ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સ ઉપરાંત માલાબારની મેનેજમેન્ટ ટીમના સભ્યો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
50,000 ચોરસ ફૂટમાં વિસ્તરેલા M-NH માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની વિવિધ કામગીરી જેમ કે રિટેલ, ખરીદી અને સપ્લાય ચેઈન, ઈ-કોમર્સ, ડિજિટલ ગોલ્ડ, ડિજિટલ માર્કેટિંગ, CRM, ઓમ્નીચેનલ ઓપરેશન્સ, મર્ચન્ડાઈઝિંગ અને બુલિયન, કોર્પોરેટ ગિફ્ટિંગ અને B2B વિભાગો, એચઆર અને કાનૂની વિભાગોને એક છત હેઠળ આવરી લે છે. M-NH વિકાસના નવા યુગની શરૂઆત કરશે અને માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ માટે તેના વ્યવસાયિક લક્ષ્યો હાંસલ કરવાનો
માર્ગ મોકળો કરતાં બ્રાન્ડને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. કંપનીએ M-NH ખાતે કામગીરી શરૂ કરવા માટે 450થી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા છે.
મુંબઈ ભારતનું ફાઈનાન્સિયલ કેપિટલ અને ગ્લોબલ જ્વેલરી એન્ડ ડાયમંડ ટ્રેડિંગનું મુખ્ય હબ હોવાને કારણે, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે તેના વ્યૂહાત્મક લાભોનો લાભ ઉઠાવતા શહેરમાં તેની રાષ્ટ્રીય કામગીરી માટે તેનો આધાર સ્થાપ્યો છે. M-NHના ઉદ્ઘાટન અંગે માલાબાર ગ્રૂપના ચેરમેન શ્રી M.P અહમદે, જણાવ્યું હતું કે, “અમે અમારી સફરના 30 ગૌરવશાળી વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે, માલાબાર નેશનલ હબનું ઉદ્ઘાટન એ અમારા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ અને નોંધપાત્ર પગલું છે. તે અમારા ગ્લોબલ ગ્રોથની આકાંક્ષાને વધુ વેગ આપશે અને વૃદ્ધિના આગલા તબક્કાનો પાયો નાખશે. M-NH ખાતે અમારી તમામ મુખ્ય કાર્યક્ષમતાઓનું એકીકરણ કરવાથી કાર્યક્ષમતામાં વધારો કરશે અને સુવ્યવસ્થિત સંચાલન કરશે, કારણ કે અમે સમગ્ર દેશમાં 190થી વધુ રિટેલ શોરૂમના અમારા નેટવર્કને વધુ વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
હું અમારા વફાદાર ગ્રાહકો, શેરધારકો, સહયોગીઓ અને કર્મચારીઓને પૂરા દિલથી સમર્થન આપવા બદલ આભાર માનું છું. અમે મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસનો M-NHની શરૂઆતમાં હાજરી આપી કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. એમ-એનએચની સ્થાપના અને મહારાષ્ટ્રમાં ગ્રાહકોને સેવા આપવા માટે અમને સતત મદદ કરવા બદલ અમે મહારાષ્ટ્ર સરકારનો પણ આભાર માનીએ છીએ.
મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “મુંબઈમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના રાષ્ટ્રીય કામગીરીના આધારનું ઉદ્ઘાટન એ રાજ્યના રોકાણ અને વેપાર ઇકોસિસ્ટમ માટેના સાનુકૂળ માહોલની મજબૂત સાક્ષી છે”, વધુમાં ઉમેર્યું કે, “જ્વેલરીના બિઝનેસમાં પરિવર્તન, રોજગારીની તકો પ્રદાન કરવા અને સામાજિક બાબતોને આગળ વધારવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા સાથે મને વિશ્વાસ છે કે માલાબાર નેશનલ હબ આપણા રાજ્યના વિકાસમાં મુખ્ય
સમર્થક બનશે, વૈશ્વિક સ્તરે હીરા અને સોનાના વેપારમાં આપણા વારસાને વધુ સમૃદ્ધ બનાવશે.
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.